(1)પાર્થ કોનું નામ છે ?
(અ) અભિમન્યુનું (બ) અર્જુનનું (ક) શ્રીકૃષ્ણનું (ડ) બલરામનું
ઉત્તર : અર્જુનનું
(2)દ્રોણે કૌરવસૈન્યને યુદ્ધ માટે કેવા આકારમાં ગોઠવ્યું ?
(અ) વમળાકાર (બ) પદ્માકાર (ક) ત્રિશૂળાકાર (ડ) સર્પાકાર
ઉત્તર : પદ્માકાર
(3)“આપે મને બોલાવ્યો !' – કોણ બોલે છે ?
(અ) અર્જુન (બ) સાત્યકિ (ક) અભિમન્યુ (ડ) યુધિષ્ઠિર
ઉત્તર: અભિમન્યુ
(4)સવારનો તડકો કોના ગૌરવર્ણને દીપાવતો હતો ?
(અ) ગદાધારી ભીમને (બ) જયદ્રથને (ક) કુમળા અભિમન્યુને (ડ) ધનુર્ધર અર્જુનને
ઉત્તર: કુમળા અભિમન્યુને
(5)“એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું.” કોણ બોલે છે ?
(અ) યુધિષ્ઠિર (બ) ધૃષ્ટદ્યુમ્ન (ક) અભિમન્યુ (ડ) શ્રીકૃષ્ણ
ઉત્તર: અભિમન્યુ
(6)“મેં મારી મોટીમાના આશીર્વાદ લઈ લીધા છે.” કોણ બોલે છે ?
(અ) અભિમન્યુ (બ) ધૃષ્ટદ્યુમ્ન (ક) સાત્યકિ (ડ) પ્રદ્યુમ્ન
ઉત્તર: અભિમન્યુ
(7)સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટીમાને ચરણે વંદન કરવા પાછો ન ફરું.” કોણ બોલે છે ?
(અ) પ્રદ્યુમ્ન (બ) સાત્યકિ (ક) અભિમન્યુ (ડ) ધૃષ્ટદ્યુમ્ન
ઉત્તર : અભિમન્યુ
(8) પુત્રના મૃત્યુથી કોણ ખૂબ ગુસ્સે ભરાયો ?
(અ) અર્જુન (બ) દુર્યોધન (ક) દ્રોણ (ડ) સાત્યકિ
ઉત્તર: દુર્યોધન
(9)“મારો ! મારો... આ છોકરાને જીવતો ન જવા દેશો !” કોણ બોલે છે ?
(અ) ગુરુ દ્રોણ (બ) દુ:શાસન (ક) કર્ણ (ડ) દુર્યોધન
ઉત્તર: દુર્યોધન
(10)એકસાથે છ યોદ્ધાઓનો સામનો કરતાં કોનો રથ ભાંગી ગયો ?
(અ) દુર્યોધનનો (બ) અભિમન્યુનો (ક) ભીમનો (ડ) દ્રોણનો
ઉત્તર: અભિમન્યુનો
(11)પોતાના બધા સાથીઓને એકસાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કોણે કહ્યું ?
(અ) દ્રોણે (બ) કર્ણે (ક) દુર્યોધને (ડ) કૃપાચાર્યે
ઉત્તર: દ્રોણે
(12)કોને ચિંતા થઈ કે હવે,અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે ?
(અ) સુભદ્રાને (બ) દ્રૌપદીને (ક) શ્રીકૃષ્ણને (ડ) માતા કુંતીને
ઉત્તર: દ્રૌપદીને
(13)અભિમન્યુના મૃત્યુથી કોણ ખૂબ ખુશ થઈ ગયો ?
(અ) દુર્યોધન (બ) દ્રોણ (ક) કર્ણ (ડ) દુઃશાસન
ઉત્તર: દુર્યોધન
(14)કોને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે ?
(અ) દ્રોણને (બ) અર્જુનને (ક) સાત્યકિને (ડ) ધૃષ્ટદ્યુમ્નને
ઉત્તર: અર્જુનને
(15)અર્જુન પાસે જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કોણે લેવડાવી ?
(અ) સુભદ્રાએ (બ) દ્રૌપદીએ (ક) ભીમે (ડ) યુધિષ્ઠિરે
ઉત્તર: દ્રૌપદીએ
(16) અર્જુનને શાંત કરવા તેને પોતાની સાથે કોણ લઈ ગયા ?
(અ) યુધિષ્ઠિર (બ) ભીમ (ક) શ્રીકૃષ્ણ (ડ) દ્રૌપદી
ઉત્તર : શ્રીકૃષ્ણ
(17) “જો સૌનાં __________ સિવાય.” યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(અ) કપડાં (બ) મોં (ક) બાજુબંધ (ડ) કમરબંધ
ઉત્તર: મોં
(18) ‘અભાગી' શબ્દનો અર્થ શો થાય છે ?
(અ) કમનસીબ (બ) અધમૂઓ (ક) ભાગેલો (ડ) ભાગ્યશાળી
ઉત્તર : કમનસીબ
(19) ‘ધાને’ શબ્દનો અર્થ શો થાય છે ? ઉત્તર : (ડ)
(અ) દોડવું (બ) કૂદવું (ક) હસવું (ડ) જવું
ઉત્તર : જવું
(20) ‘આભ’ શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો નથી.
(અ) વાદળ (બ) આકાશ (ક) નભ (ડ)ગગન
ઉત્તર : વાદળ
(21) પદ્મવ્યૂહ ભેદાતાં કોના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા?
(અ) દુર્યોધનના (બ) દ્રોણના (ક) જયદ્રથના (ડ) યુધિષ્ઠિરના
ઉત્તર : દ્રોણના
(22)પદ્મવ્યૂહ ભેદવાની વિદ્યા કોણ જાણતું નહોતું?
(અ) શ્રીકૃષ્ણ (બ) અભિમન્યુ (ક) યુધિષ્ઠિર (ડ) અર્જુન
ઉત્તર : યુધિષ્ઠિર
(23)'દ્રોણને હું જાણું છું. તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે.’– આ કોણે કહ્યું ?
(અ) દ્રૌપદીએ (બ) સુમિત્રે (ક) અભિમન્યુએ (ડ) અર્જુને
ઉત્તર : સુમિત્રે
(24)અભિમન્યુના મામાનું નામ શું?
(અ) સાત્યકિ (બ) ધૃષ્ટદ્યુમ્ન (ક) સુમિત્ર (ડ) અર્જુન
ઉત્તર : ધૃષ્ટદ્યુમ્ન
(25)“સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ગૌરવર્ણને દીપાવતો હતો' – આ વાક્ય કોનો નિર્દેશ કરે છે? (અ) સાત્યકિનો (બ) ધૃષ્ટદ્યુમ્નનો (ક) સુમિત્રનો (ડ) અભિમન્યુનો
ઉત્તર : અભિમન્યુનો
(26)જયદ્રથ કોના પક્ષે હતો?
(અ) શ્રીકૃષ્ણના પક્ષે (બ) પાંડવોના પક્ષે (ક) નિષ્પક્ષ (ડ) કૌરવોના પક્ષે
ઉત્તર : કૌરવોના પક્ષે
(27) દુર્યોધનનો શંખનાદ સાંભળીને કોણ વિષાદગ્રસ્ત થઈ ગયું?
(અ) દ્રૌપદી (બ) અભિમન્યુ (ક)પાંડવ (ડ) અર્જુન
ઉત્તર : દ્રૌપદી
(28) પાઠમાં દ્રૌપદી માટે બીજું કયું નામ પ્રયોજાયું છે?
(અ) સમ્રાજ્ઞી (બ) યાજ્ઞસેની (ક) ચિત્રસેની (ડ) યાદસેની
ઉત્તર : યાજ્ઞસેની
(29)“સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો.”
આ વાક્યના આધારે નીચેનાં વાક્યો પૈકી સાચું વાક્ય પસંદ કરો:
(અ)ટાપુ નાનકડો હોય તેથી ઝડપથી પાણીમાં ડૂબી જાય.
(બ)ટાપુની ઊંચાઈ ઓછી હોય તેથી ઝડપથી પાણીમાં ડૂબી જાય.
(ક)ટાપુ છીછરો હોય તેથી પાણીની થપાટ વાગતાં જ એ નીચે પડી જાય.
ઉત્તર: ટાપુ નાનકડો હોય તેથી ઝડપથી પાણીમાં ડૂબી જાય
(30) શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા.
(અ)તેરમા દિવસે સવારે (બ)બારમા દિવસે સવારે (ક) દસમા દિવસે સવારે (ડ)નવમા દિવસે સવારે
ઉત્તર : તેરમા દિવસે સવારે
[2]કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(1)રાજમહેલમાં મહારાણી રુક્મિણી અને ………………. બેઠાં હતાં.(શ્રીકૃષ્ણ, સુભદ્રા)
ઉત્તર: સુભદ્રા
(2)સુભદ્રાના મોં ઉપર ………………. સ્મિત છવાઈ ગયું.(ગર્વીલું, લલચામણું)
ઉત્તર: ગર્વીલું
(3)તેરમા દિવસે સવારે શત્રુઓએ ………………. યુદ્ધ માટે પડકાર ફેંક્યો.(યુધિષ્ઠિરને, અર્જુનને)
ઉત્તર: અર્જુનને
(4)ધૃષ્ટદ્યુમ્ને પોતાની ………………. યુધિષ્ઠિર પાસે દર્શાવી.(કથા, ચિંતા)
ઉત્તર: ચિંતા
(5)સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ………………. ને દીપાવતો હતો.(શ્યામવર્ણ, ગૌરવર્ણ)
ઉત્તર: ગૌરવર્ણ
(6)રથમાં બેસવા જતાં અભિમન્યુને ………………. એ વહાલથી પાસે લીધો.(સુભદ્રા, દ્રૌપદી)
ઉત્તર: દ્રૌપદી
(7)અભિમન્યુએ ક્ષણમાત્રમાં જ પદ્મને ભેદીને દ્રૌણના ગર્વના ………………. કરી નાખ્યા.
(વેરવિખેર, ચૂરેચૂરા)
ઉત્તર: ચૂરેચૂરા
(8) ………………. શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા હતા.(સુભદ્રા,શ્રીકૃષ્ણ)
ઉત્તર: શ્રીકૃષ્ણ
(9)તેઓ દ્વારમાં ………………. ઊભા હતા.(નિશ્ચલ, અસ્થિર)
ઉત્તર: નિશ્ચલ
(10) અર્જુન મૂઢ, હતાશ અને ………………. થઈ કશું જ બોલ્યા વગર ઊભો રહ્યો.(શોકમય, વિસ્મય)
ઉત્તર: શોકમય
(11)દ્રૌણે પદ્મવ્યૂહની રચના કરી તેથી ………………. ચિંતિત હતી. ( પાંડવસેના, કૌરવસેના)
ઉત્તર: પાંડવસેના
(12)શત્રુઓ અર્જુનને રણભૂમિનાં ………………. છેવાડે ખેંચી ગયા. (ઉત્તર, દક્ષિણ)
ઉત્તર: દક્ષિણ
(13)અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ………………. તોડી શકશે. (ચક્રવ્યૂહ, લંબવ્યૂહ)
ઉત્તર: ચક્રવ્યૂહ
(14)વ્યૂહની બહાર નીકળવા માટે ……………….. ને અન્ય યોદ્ધાની મદદની જરૂર હતી.(અભિમન્યુ, અર્જુન)
ઉત્તર : અભિમન્યુ
(15) જોતજોતામાં અભિમન્યુએ વ્યૂહની એક પછી એક ………………. હરોળ તોડી નાખી. (હરોળ, ગાંઠ)
ઉત્તર: હરોળ
(16) ………………. એ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતાં શીખવ્યું હતું. (પિતા અને મામા, પિતા અને કાકા)
ઉત્તર: પિતા અને મામા
(17)તારી ………………. સુણી કોઈ ના આવે. (ધાક, હાક)
ઉત્તર : હાક
(18)માણસો રણવગડે ………………. ટાણે સૌ ખૂણે સંતાય (નીસરવા, ફરવા)
ઉત્તર : નીસરવા
(19) ……………….. તૂફાની રાતે. (અજવાળી, ઘનઘેરી)
ઉત્તર: ઘનઘેરી
(20)અભિમન્યુના………………. નું નામ સુમિત્ર હતું. (સારથિ, મિત્ર)
ઉત્તર : સારથિ
[3]વાકય ખરાં છે કે ખોટાં તે કે ની નિશાની કરીને જણાવો:
(1) પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતાં શીખવ્યું હતું. ઉત્તર:
(2)શત્રુઓ અર્જુનને રણભૂમિના દક્ષિણ છેવાડે ખેંચી ગયા. ઉત્તર:
(3)દ્રૌણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવસેના ચિંતિત ન હતી. ઉત્તર:
(4)અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. ઉત્તર:
(5)વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાની મદદની જરૂર હતી. ઉત્તર:
(6)પાંડવો ઇચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. ઉત્તર:
(7)પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરિવખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. ઉત્તર:
(8)અભિમન્યુએ સારથિને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહિ કરે. ઉત્તર:
(9)દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. ઉત્તર:
(10)જોતજોતામાં અભિમન્યુએ વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. ઉત્તર:
(11)પાંડવોને જયદ્રથે આગળ વધતાં અટકાવી દીધા. ઉત્તર:
(12)અભિમન્યુને છ કોઠાનું જ્ઞાન હતું. ઉત્તર:
(13)અર્જુનની આંખો સુક્કી થઈ ગઈ હતી. ઉત્તર:
(14)અભિમન્યુને પદ્મવિદ્યા પાર્થે (અને) અને શ્રીકૃષ્ણએ શીખવી હતી. ઉત્તર:
(15)અભિમન્યુની પાછળ જતા યોદ્ધાઓને દુર્યોધને રોકી લીધા. ઉત્તર:
(16)પાંડવસેનાએ પદ્મવ્યૂહ ગોઠવ્યો હતો. ઉત્તર:
(17)દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. ઉત્તર:
[4]નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો:
(1)બધાં કોની પ્રતીક્ષા કરતાં હતાં ?
ઉત્તર: બધાં સુભદ્રાપુત્ર અભિમન્યુની પ્રતીક્ષા કરતાં હતાં.
(2)ગદાયુદ્ધ એટલે શું ?
ઉત્તર: ગદા દ્વારા લડવામાં આવતા યુદ્ધને ગદાયુદ્ધ કહેવાય છે.
(3)પદ્મવ્યૂહને ભેદવા માટે કોણ કોણ ચર્ચા કરતાં હતાં ?
ઉત્તર: પદ્મવ્યૂહને ભેદવા માટે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકિ, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી ચર્ચા કરતાં હતાં.
(4)પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ કોના કોનામાં હતી ?
ઉત્તર: પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ શ્રીકૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુમાં હતી.
(5)અભિમન્યુએ ધૃષ્ટદ્યુમ્ન તરફ ફરીને શું કહ્યું ?
ઉત્તર: અભિમન્યુએ ધૃષ્ટદ્યુમ્ન તરફ ફરીને કહ્યું કે, “મામા, આજ્ઞા આપો. હવે સમય થઈ ગયો છે.”
(6)અભિમન્યુના રથનો સારથિ કોણ હતો ?
ઉત્તર: અભિમન્યુના રથનો સારથિ સુમિત્ર હતો.
(7)અભિમન્યુની પત્નીનું નામ શું હતું ?
ઉત્તર: અભિમન્યુની પત્નીનું નામ ઉત્તરા હતું.
(8)પાંડવોને કોણે આગળ વધતાં અટકાવી દીધા ?
ઉત્તર: પાંડવોને જયદ્રથે આગળ વધતાં અટકાવી દીધા.
(9)દુર્યોધનનો ક્રોધ કેમ કાબૂમાં ન રહ્યો ?
ઉત્તર: અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો હતો, તેથી તેનો ક્રોધ કાબૂમાં ન રહ્યો.
(10)ગુરુ દ્રોણે દુર્યોધનને શું વચન આપ્યું હતું ?
ઉત્તર: ગુરુ દ્રોણે દુર્યોધનને વચન આપ્યું હતું કે તે કોઈ એક પાંડવ મહારથીને મારશે.
(11)દુઃખ ભીમ અને પાગલ ક્રોધથી પોતાના થઈને રડતો ખેંચતો હતો કેશ. – વાક્યમાં યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કરી ક્રમમાં લખો.
ઉત્તર: ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રડતો હતો.
(12)“બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા.'' – આ વાક્ય કોને લાગુ પડે છે ?
ઉત્તર : બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા.” – આ વાક્ય ભીમ અને યુધિષ્ઠિરને લાગુ પડે છે.
(13)અર્જુનની આંખો કેવી થઈ ગઈ હતી ?
ઉત્તર: અર્જુનની આંખો સુક્કી થઈ ગઈ હતી.
(14)શ્રીકૃષ્ણ અર્જુનને પોતાની શિબિર પર શાથી લઈ ગયા ?
ઉત્તર: પુત્રના મૃત્યુથી ગુસ્સે ભરાયેલ અર્જુનને શાંત પાડવા શ્રીકૃષ્ણ તેને પોતાની શિબિરમાં લઈ ગયા.
(15)તેરમા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા?
ઉત્તર: તેરમા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા.
(16 )દ્રોણે કૌરવસૈન્યને કયા વ્યૂહમાં ગોઠવ્યું હતું?
ઉત્તર: દ્રોણે કૌરવસૈન્યને પદ્મવ્યૂહ(કમળના આકા૨)માં ગોઠવ્યું હતું.
(17)પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કહ્યું?
ઉત્તર: પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું, ‘“સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. પાર્થે તેને આ વિદ્યા આપી છે.’’
(18)અભિમન્યુને પદ્મવિદ્યા કોણે શીખવી હતી?
ઉત્તર: અભિમન્યુને પદ્મવિદ્યા પાર્થે (અને) અને શ્રીકૃષ્ણએ શીખવી હતી.
(19)કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ કોણ હતાં?
ઉત્તર: કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકિ, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતાં.
(20)અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ વિશે શી આશંકા વ્યક્ત કરી?
ઉત્તર: અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ ભેદવા અંગે શ્રદ્ધા વ્યક્ત કરી, પણ પદ્મપ્રવેશ પછી પાંખડીઓ બિડાઈ જાય તો પોતાના અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી.
(21)ભીમે બળ આપતાં અભિમન્યુને શું કહ્યું?
ઉત્તર: ભીમે બળ આપતાં અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય કે તરત જ સાથે ધસી જઈને બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી.
(22)અભિમન્યુએ પદ્મવ્યૂહ ભેદવા કોની આજ્ઞા માગી?
ઉત્તર: અભિમન્યુએ પદ્મવ્યૂહ ભેદવા મામા, ધૃષ્ટદ્યુમ્નની આજ્ઞા માગી.
(23) દ્રૌપદીએ અભિમન્યુને કેવી રીતે વિદાય આપી?
ઉત્તર: દ્રૌપદીએ અભિમન્યુને વહાલથી પાસે લીધાં, કપાળે ચૂમી ભરી ને આશીર્વાદ સાથે વિદાય આપી.
(24)અભિમન્યુના સારથિનું નામ શું હતું?
ઉત્તર: અભિમન્યુના સારથિનું નામ ‘સુમિત્ર’ હતું.
(25)અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ કોના કોના રથ દોડ્યા?
ઉત્તર: અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ સાત્યકિ, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુળ, કેકાય-બંધુઓ અને ધૃષ્ટકેતુના રથ દોડ્યા.
(26)અભિમન્યુ કૌરવો પર કેવી રીતે છવાતો ચાલ્યો?
ઉત્તર: સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો.
(27)અભિમન્યુની પાછળ જતા યોદ્ધાઓને કોણે રોકી લીધા?
ઉત્તર: અભિમન્યુની પાછળ જતા યોદ્ધાઓને જયદ્રથે રોકી લીધા.
(28)દુર્યોધનનો ક્રોધ શાથી કાબૂમાં ન રહ્યો?
ઉત્તર: અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો.
(29)અભિમન્યુનો વધ કોણે, શી રીતે કર્યો?
ઉત્તર: અભિમન્યુનો વધ છ મહારથીઓએ, એકસાથે હુમલો કરી, તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને કર્યો.
(30)દ્રૌપદીને શિરે અર્જુન વિશે શી જવાબદારી હતી?
ઉત્તર: દ્રોપદીને શિરે, અભિમન્યુના શોકમાં અર્જુન યુદ્ધત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાની જવાબદારી હતી.
(31)દ્રૌપદી જળપાત્ર લઈને અર્જુન પાસે શા માટે ગઈ?
ઉત્તર: દ્રૌપદી જળપાત્ર લઈને અર્જુન પાસે પ્રતિજ્ઞા લેવડાવવા ગઈ.
(32) શ્રીકૃષ્ણ કોને પોતાની શિબિરમાં લઈ ગયા?
ઉત્તર: શ્રીકૃષ્ણ અર્જુનને પોતાની શિબિરમાં લઈ ગયા.
(32)‘અપરાજેય’ પાઠના લેખકનું નામ શું છે?
ઉત્તર: ‘અપરાજેય’પાઠના લેખકનું નામ છે – ધ્રુવ ભટ્ટ.
[5]નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો:
(1)પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું ?
ઉત્તર: અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતાં તો આવડતું હતું; એટલે કે, છ કોઠાનું જ્ઞાન હતું, પરંતુ ભેદીને બહાર નીકળવાનું એટલે કે, સાતમા કોઠાનું જ્ઞાન ન હતું.
(2)પદ્મવ્યૂહ એટલે શું ?
ઉત્તર: પદ્મવ્યૂહ એટલે કમળના આકારમાં સૈનિકો ગોઠવાઈ જઈ દુશ્મનને ઘેરી હુમલો કરવાની યુદ્ધની એક વ્યૂહરચના; જેને ચક્રવ્યૂહ પણ કહેવાય છે.
(3)પદ્મવ્યૂહને જોઈ ધૃષ્ટદ્યુમ્નને શી ચિંતા થઈ ?
ઉત્તર: પદ્મવ્યૂહને જોઈ ધૃષ્ટદ્યુમ્નને ચિંતા થઈ કે, “જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય !''
(4)અભિમન્યુએ પદ્મવ્યૂહ બાબતે યુધિષ્ઠિરને શું કહ્યું ?
ઉત્તર: અભિમન્યુએ પદ્મવ્યૂહ બાબતે યુધિષ્ઠિરને કહ્યું કે, “કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ; પરંતુ મારા પદ્મપ્રવેશ પછી જો તેની પાંખડીઓ બિડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે.'
(5)સારથિએ અભિમન્યુને શું કહ્યું ?
ઉત્તર: સારથિએ અભિમન્યુને કહ્યું કે, “કુમાર, દ્રોણને હું જાણું છું. તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું.'
(6)અભિમન્યુની ઉંમર બીજા યોદ્ધાઓ કરતાં નાની છે, એવું કયા શબ્દ / વાક્યને આધારે કહી
શકાય ?
ઉત્તર: તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણમાત્રમાં ભેદી નાખ્યું.’ આ વાક્ય અને ‘તરુણ’ શબ્દને આધારે કહી શકાય.
(7) દ્રોણના ગર્વના ચૂરેચૂરા શી રીતે થયા ?
ઉત્તર: દ્રોણને એવો ગર્વ હતો કે પદ્મવ્યૂહ ભેદી શકાશે નહીં, પરંતુ તરુણ અભિમન્યુએ સ્વયં દ્રોણની હાજરીમાં પદ્મને ક્ષણમાત્રમાં ભેદી નાખ્યું એટલે દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા.
(8) દ્રૌપદીની આંખો છલકાઈ ગઈ.” આ વાક્ય શું દર્શાવે છે ? આનંદ કે દુઃખ ?
ઉત્તર: ‘દ્રૌપદીની આંખો છલકાઈ ગઈ.” આ વાક્ય આનંદ દર્શાવે છે. સ્વયં દ્રોણની હાજરીમાં અભિમન્યુએ પદ્મને ક્ષણમાત્રમાં ભેદી નાખ્યું. આ જોઈને દ્રોપદીની આંખમાં હર્ષનાં આંસુ આવે છે.
(9) છએ મહારથીઓએ અભિમન્યુ સાથે શું કર્યું ?
ઉત્તર: છએ મહારથીઓએ એકસાથે અભિમન્યુ પર હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિઃશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો.
(10)પુત્રને મરણ પામેલો જોઈને અર્જુનની સ્થિતિ કેવી થઈ ?
ઉત્તર: પુત્રને મરણ પામેલો જોઈને અર્જુન અવાચક નજરે જોઈ રહ્યો. તેની આંખો સુક્કી થઈ ગઈ. તે મૂઢ, હતાશ અને શોકમય થઈ નિ:શબ્દ ઊભો હતો. તેના હોઠ સહેજ હલતા હતા.
(11)શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત ?
ઉત્તર: જો અભિમન્યુએ માના ગર્ભમાં સાતમા કોઠાનું પૂર્ણ જ્ઞાન મેળવ્યું હોત અને તેના કાકાથી પાંડવોને પદ્મમાં પ્રવેશતાં જયદ્રથ રોક્યા ન હોત તો અભિમન્યુ બચી શક્યો હોત.
(12)સૈન્યને પદ્મવ્યૂહમાં જોઈને ધૃષ્ટદ્યુમ્નને શી ચિંતા થઈ?
ઉત્તર: કૌરવસેનાએ પદ્મવ્યૂહ ગોઠવ્યો હતો. ધૃષ્ટદ્યુમ્ન પાંડવ હતા, તેમણે આ પદ્મવ્યૂહ જોયો. એ પોતે યુદ્ધકળાના નિષ્ણાત પક્ષે હતા. તેમને થયું કે સાંજ સુધીમાં પાંડવસેના જો આ પદ્મવ્યૂહ ભેદી નહીં શકે તો મહાવિનાશ રેલાશે. તેથી તેમણે આ ચિંતા યુધિષ્ઠિર આગળ રજૂ કરી.
(13)છાતીસરસો ચાંપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું?
ઉત્તર: અભિમન્યુને છાતીસરસો ચાંપી યુધિષ્ઠિરે કહ્યું, “બેટા,અમે જ તને બોલાવ્યો છે, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે.'
(14)સારથિએ અભિમન્યુને ચેતવતાં શું કહ્યું?
ઉત્તર: સારથિએ અભિમન્યુને ચેતવતાં કહ્યું, ‘કુમાર, દ્રોણને હું જાણું છું. તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું.
(15)અર્જુને જળ લેતાં દ્રૌપદીને શું કહ્યું?
ઉત્તર: અર્જુને જળ લેતાં દ્રૌપદીને કહ્યું, યાજ્ઞસેની, હું તેમ કરીશ અને જો હું તેમ ન કરું તો આવતી કાલે રાત્રે જાતે ચિતા ખડકીને તેમાં બળી મરીશ,’
(16)સારથિની પીઠ થાબડતાં અભિમન્યુએ શું કહ્યું?
ઉત્તર: અભિમન્યુએ સારથિની પીઠ થાબડી કહ્યું, ‘સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રીકૃષ્ણનો ભાણેજ ને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે !
(17) અભિમન્યુને ગુમાવ્યાની અસર યુધિષ્ઠિર અને ભીમ પર શી થઈ?
ઉત્તર: અભિમન્યુને ગુમાવ્યાની ઘેરી અસર યુધિષ્ઠિર અને ભીમ પર થઈ. યુધિષ્ઠિર અર્જુનને જોઈને મોટા અવાજે રડી પડ્યા ને જાણે પોતે જ, એના હત્યારા હોય એવું અર્જુનને કહ્યું. પોતે આગળ કશું બોલી શક્યા નહિ. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રડતો હતો.
(18)જ્યારે કોઈ દીવો ન ધરે ત્યારે કવિ શું કરવાનું કહે છે ?
ઉત્તર: જ્યારે કોઈ દીવો ન ધરે, એટલે કે જ્યારે કોઈ સાથ ન આપે ત્યારે ઘનઘેરી તૂફાની રાતે આભની વીજળી થઈ પોતે સળગી જઈને સૌનો દીવો થજે; એવું કવિ કહે છે.
(19)અર્જુને શી પ્રતિજ્ઞા કરી? કેમ? ',
ઉત્તર: જ્યારે અભિમન્યુ વીજળીની ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળને ભેદીને આગળ વધ્યો ત્યારે અભિમન્યુની પાછળ જતાં પાંડવોને જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરીથી યથાવત્ બિડાઈ જવાને કારણે અભિમન્યુ પદ્મમાં એકલો ગયો. આમ, અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ હતો.
તેથી અર્જુને પ્રતિજ્ઞા લીધી કે “આવતી કાલે જયદ્રથ કોઈ પણના શરણમાં જાય પણ સૂર્યાસ્ત પહેલાં પોતે તેનો વધ કરશે અને જો તેમ ન કરું તો આવતી કાલે રાત્રે જાતે ચિતા ખડકીને તેમાં બળી મરીશ!''
(20)શ્રીકૃષ્ણ અર્જુનને પોતાની શિબિર પર શાથી લઈ ગયા?
ઉત્તર: શ્રીકૃષ્ણ અર્જુનને પુત્રના મૃત્યુનો શોક દૂર કરવા, મનને શાંત કરવા અને તેની પ્રતિજ્ઞા માટે તૈયાર કરવા માટે પોતાની શબિરમાં લઈ ગયા. ,,
(21)પદ્મ ભેદવાનું કાર્ય બહુ જ કઠિન છે એવું શાના પરથી શકાય ?
ઉત્તર : પદ્મ ભેદવાનું કાર્ય બહુ જ કઠિન છે, કારણ કે દેવો માટે પણ આ કાર્ય અસાધ્ય, દુષ્કર ગણાતું હતું. સ્વયં ઇન્દ્ર પણ આ પદ્મને ભેદવા માટે સમર્થ નહોતા.
(22) અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી?
ઉત્તર: અભિમન્યુએ સારથિને જે વાત કરી, તે મને ખૂબ ગમી. “... હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા. એક જ ૨થ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે!’’
(23) તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ? કેમ?
ઉત્તર : હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં, કેમ કે પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી હોય છે.
(24) યુદ્ધો રોકવાં જોઈએ? શા માટે?
ઉત્તર: હા, યુદ્ધ રોકવાં જોઈએ. યુદ્ધો વિનાશકારી હોય છે. યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે, એની અસરો લાંબા ગાળાની હોય છે ને માનવજીવનને ન પોષાય એવી ખોટ ભોગવવી પડે છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે. વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તોપણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે. ચીજવસ્તુઓની તંગી ઊભી થાય છે, તેમના ભાવનો વધારો થાય છે.
(25)યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે ?
ઉત્તર: યુદ્ધ રોકવા માટે દેશ-દેશ વચ્ચેના સંબંધોમાં પ્રેમ, ત્યાગ ને સહિષ્ણુતાનો પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. માનવધર્મ અને રાષ્ટ્રપ્રેમની સમજ નાગરિકોમાં કેળવાય એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ ઊભી કરવી જોઈએ.
(26) અભિમન્યુની બહાદુરી વિશેનાં વાક્યો શોધીને લખો.
ઉત્તર : અભિમન્યુની બહાદુરી વિશેનાં વાક્યો :
'પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રધુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે.'
'કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ; પરંતુ મારા પદ્મપ્રવેશ પછી જો તેની પાંખડીઓ બિડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે.’
મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે.’
'હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે !'
જે કાર્ય પૃથ્વી પર માત્ર ચાર જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણમાત્રમાં ભેદી નાખ્યું.
સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો.
પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો.
(6)ટૂંક નોંધ લખો:
(1) એકલવીર અભિમન્યુ (2) ચક્રવ્યૂહમાં અભિમન્યુ (3) અભિમન્યુના મૃત્યુની અસર
ઉત્તર: (1) એકલવીર અભિમન્યુઃ અભિમન્યુ માત્ર વીર નહોતો, પણ 'એકલવીર' યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતાં. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ છ-છ મહારથીઓને મહાત કરી દીધા, હરાવ્યા. એક વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યો. યુદ્ધ ને માનવતાનાં મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે, અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ.
(2) ચક્રવ્યૂહમાં અભિમન્યુ : અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી, કૌરવસેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા.
અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાયે અભિમન્યુને હણી નાખવા કહ્યું. છ મહારથીઓએ એકસાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિઃશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં, રણભૂમિમાં ઢળી પડ્યો.
(3) અભિમન્યુના મૃત્યુની અસર : અર્જુનની ગેરહાજરીમાં, કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોક ને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્રવિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડયા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચવા લાગ્યો. શ્રીકૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. અર્જુન મૂઢ, હતાશ ને શોકમગ્ન મુદ્રામાં નિઃશબ્દ થઈ ગયો. દ્રૌપદીએ જયદ્રથનો વધ કરવાની અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી. અર્જુને પ્રતિજ્ઞા લીધી, – 'આવતી કાલના સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ ન કરું તો જાતે ચિતા ખડકીને બળી મરીશ.'
[7] જોડણી સુધારીને લખો :
(1)રણભુમી – રણભૂમિ
(2)યૂધીસ્ઠીર – યુધિષ્ઠિર
(3)દ્વોપદિ – દ્રૌપદી
(4)અભીમનયૂ — અભિમન્યુ
(5)સીબીર – શિબિર
(6)આસીરવાદ – આશીર્વાદ
(7)વિજડિ – વીજળી
(8)દૂરયોધન – દુર્યોધન
(9)રથવીહિન – રથવિહીન
(10)દસ્ટી – દૃષ્ટિ
(11)પરતીગ્ના – પ્રતિજ્ઞા
(12)શારથી – સારથિ
(13)મુત્યૂ – મૃત્યુ
(14)ચીંતા – ચિંતા
(15)નીયમ – નિયમ
[8]સમાનાર્થી શબ્દો લખો :
(1)સામર્થ્ય = બળ, તાકાત
(2)શિબિર = તંબુ, છાવણી
(3)મૌન = મૂંગું, ચૂપ
ઉત્તર : અભિમન્યુની બહાદુરી વિશેનાં વાક્યો :
'પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રધુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે.'
'કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ; પરંતુ મારા પદ્મપ્રવેશ પછી જો તેની પાંખડીઓ બિડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે.’
મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે.’
'હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે !'
જે કાર્ય પૃથ્વી પર માત્ર ચાર જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણમાત્રમાં ભેદી નાખ્યું.
સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો.
પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો.
(6)ટૂંક નોંધ લખો:
(1) એકલવીર અભિમન્યુ (2) ચક્રવ્યૂહમાં અભિમન્યુ (3) અભિમન્યુના મૃત્યુની અસર
ઉત્તર: (1) એકલવીર અભિમન્યુઃ અભિમન્યુ માત્ર વીર નહોતો, પણ 'એકલવીર' યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતાં. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ છ-છ મહારથીઓને મહાત કરી દીધા, હરાવ્યા. એક વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યો. યુદ્ધ ને માનવતાનાં મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે, અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ.
(2) ચક્રવ્યૂહમાં અભિમન્યુ : અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી, કૌરવસેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા.
અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાયે અભિમન્યુને હણી નાખવા કહ્યું. છ મહારથીઓએ એકસાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિઃશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં, રણભૂમિમાં ઢળી પડ્યો.
(3) અભિમન્યુના મૃત્યુની અસર : અર્જુનની ગેરહાજરીમાં, કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોક ને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્રવિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડયા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચવા લાગ્યો. શ્રીકૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. અર્જુન મૂઢ, હતાશ ને શોકમગ્ન મુદ્રામાં નિઃશબ્દ થઈ ગયો. દ્રૌપદીએ જયદ્રથનો વધ કરવાની અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી. અર્જુને પ્રતિજ્ઞા લીધી, – 'આવતી કાલના સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ ન કરું તો જાતે ચિતા ખડકીને બળી મરીશ.'
[7] જોડણી સુધારીને લખો :
(1)રણભુમી – રણભૂમિ
(2)યૂધીસ્ઠીર – યુધિષ્ઠિર
(3)દ્વોપદિ – દ્રૌપદી
(4)અભીમનયૂ — અભિમન્યુ
(5)સીબીર – શિબિર
(6)આસીરવાદ – આશીર્વાદ
(7)વિજડિ – વીજળી
(8)દૂરયોધન – દુર્યોધન
(9)રથવીહિન – રથવિહીન
(10)દસ્ટી – દૃષ્ટિ
(11)પરતીગ્ના – પ્રતિજ્ઞા
(12)શારથી – સારથિ
(13)મુત્યૂ – મૃત્યુ
(14)ચીંતા – ચિંતા
(15)નીયમ – નિયમ
[8]સમાનાર્થી શબ્દો લખો :
(1)સામર્થ્ય = બળ, તાકાત
(2)શિબિર = તંબુ, છાવણી
(3)મૌન = મૂંગું, ચૂપ
(4)ટોળું = સમૂહ, જૂથ
(5)વિષાદ = શોક, ખેદ
(6)શિર = માથું, મસ્તક
(5)વિષાદ = શોક, ખેદ
(6)શિર = માથું, મસ્તક
(7)મૂઢ = મૂર્ખ, ઠોઠ
(8)પદ્મ = પંકજ, કમળ
(9)યુદ્ધ = લડાઈ, સંગ્રામ
(8)પદ્મ = પંકજ, કમળ
(9)યુદ્ધ = લડાઈ, સંગ્રામ
(10)પ્રતિજ્ઞા = કસમ, શપથ
(11)શત્રુ = વેરી, દુશ્મન
(12)સૈન્ય = લશ્કર, ફોજ
(11)શત્રુ = વેરી, દુશ્મન
(12)સૈન્ય = લશ્કર, ફોજ
(13)આજ્ઞા = હુકમ, આદેશ
(14)વંદન = નમસ્કાર,પ્રણામ
(15)ગર્વ = અભિમાન, ગુમાન
(16)સમુદ્ર = દરિયો, સાગર
(17)મુખ = વદન, ચહેરો
(18)ઉત્સાહ = ઉમંગ, આનંદ
(14)વંદન = નમસ્કાર,પ્રણામ
(15)ગર્વ = અભિમાન, ગુમાન
(16)સમુદ્ર = દરિયો, સાગર
(17)મુખ = વદન, ચહેરો
(18)ઉત્સાહ = ઉમંગ, આનંદ
(19)નાદ = ધ્વનિ, અવાજ
(20)ચિંતા = ફિકર, વિચાર
(21)આવડત = કુશળતા, કૌશલ્ય
(20)ચિંતા = ફિકર, વિચાર
(21)આવડત = કુશળતા, કૌશલ્ય
(22) આંખ = નેત્ર, ચક્ષુ
(23)નિયમ = રીત, ચાલ
(24)વેગ= ગતિ, ઝડપ
(23)નિયમ = રીત, ચાલ
(24)વેગ= ગતિ, ઝડપ
(25)કઠિન= સખત ,મુશ્કેલ
(26)દ્રષ્ટિ = નિરાસ,નાસીપાસ
(27)સિવાય = વિના, વગર
(26)દ્રષ્ટિ = નિરાસ,નાસીપાસ
(27)સિવાય = વિના, વગર
(28)ઘેરાવો = રોકાણ અટકાયત
(29)માનવતા = માણસાઈ, મનુષ્યતા
[9]વિરુદ્ધાર્થી શબ્દો લખો:
(1)આકાર x નિરાકાર
(2)પાર x અપાર
(૩)ભેદ x અભેદ
(4)આવડત x અણઆવડત
(5)આજ્ઞા x અવજ્ઞા
(6)વહાલું x દવલું
(7)વિદાય x આવકાર
(8)આશીર્વાદ x શાપ
(9)સારું x નઠારું
(10)ભય x અભય
(11)દેવ x દાનવ
(12)કઠિન x સરળ
(13)સમર્થ x અસમર્થ
(14)આનંદ x શોક
(15)અસહાયતા x સહાયતા
(16)કાબૂ x બેકાબૂ
(17)ઉત્સાહ x નિરુત્સાહ
(18)શાંત x અશાંત
(19)નિશ્ચલ x ચલિત
(20)અસ્ત x ઉદય
(21)વિનાશ x નિર્માણ
(22)વિશાળ x સંકુચિત
(23)છોડવું x સ્વીકારવું
(24)વિદાય x આવકાર
(25)સમર્થ x અસમર્થ
(26)કાબૂ x બેકાબૂ
(27)સહાયતા x નિસહાયતા
(28)સૂર્યાસ્ત x સૂર્યોદય
(29) શક્તિ x અશક્તિ
(30)આવડત x બિનઆવડત
[10] શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
(1)હરાવી ન શકાય તેવું – અપરાજેય
(2)લશ્કરી સૈનિકોને રોકાવવા માટેની જગ્યા – શિબિર
(3)જેનો કોઈ ઇલાજ ન હોય તેવું – અસાધ્ય
(4)પુત્ર ગુમાવ્યાનું તીવ્ર દુઃખ – પુત્રવિયોગ
(5)યુદ્ધ કરવા માટેનું મેદાન – રણભૂમિ
(6)ગોરા રંગના હોવું તે – ગૌરવર્ણ
(7)ચક્રાકારે ગોઠવેલી સૈન્યરચના – ચક્રવ્યૂહ
(8)ચક્ર જેવા આકારનું – ચક્રાકાર
(9)રથ હાંકનાર – સારથિ
(10)તદન ઓછી ઊંડી સપાટીવાળું (પાણીનું સ્થાન) – છીછરું
(11)કમળના આકારમાં ગોઠવાયેલું સજ્જ -સૈન્ય – પદ્મવ્યૂહ
(12)દ્રુપદ રાજા યજ્ઞસેનની પુત્રી, દ્રૌપદીનું નામ – યાજ્ઞસેની
(29)માનવતા = માણસાઈ, મનુષ્યતા
[9]વિરુદ્ધાર્થી શબ્દો લખો:
(1)આકાર x નિરાકાર
(2)પાર x અપાર
(૩)ભેદ x અભેદ
(4)આવડત x અણઆવડત
(5)આજ્ઞા x અવજ્ઞા
(6)વહાલું x દવલું
(7)વિદાય x આવકાર
(8)આશીર્વાદ x શાપ
(9)સારું x નઠારું
(10)ભય x અભય
(11)દેવ x દાનવ
(12)કઠિન x સરળ
(13)સમર્થ x અસમર્થ
(14)આનંદ x શોક
(15)અસહાયતા x સહાયતા
(16)કાબૂ x બેકાબૂ
(17)ઉત્સાહ x નિરુત્સાહ
(18)શાંત x અશાંત
(19)નિશ્ચલ x ચલિત
(20)અસ્ત x ઉદય
(21)વિનાશ x નિર્માણ
(22)વિશાળ x સંકુચિત
(23)છોડવું x સ્વીકારવું
(24)વિદાય x આવકાર
(25)સમર્થ x અસમર્થ
(26)કાબૂ x બેકાબૂ
(27)સહાયતા x નિસહાયતા
(28)સૂર્યાસ્ત x સૂર્યોદય
(29) શક્તિ x અશક્તિ
(30)આવડત x બિનઆવડત
[10] શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
(1)હરાવી ન શકાય તેવું – અપરાજેય
(2)લશ્કરી સૈનિકોને રોકાવવા માટેની જગ્યા – શિબિર
(3)જેનો કોઈ ઇલાજ ન હોય તેવું – અસાધ્ય
(4)પુત્ર ગુમાવ્યાનું તીવ્ર દુઃખ – પુત્રવિયોગ
(5)યુદ્ધ કરવા માટેનું મેદાન – રણભૂમિ
(6)ગોરા રંગના હોવું તે – ગૌરવર્ણ
(7)ચક્રાકારે ગોઠવેલી સૈન્યરચના – ચક્રવ્યૂહ
(8)ચક્ર જેવા આકારનું – ચક્રાકાર
(9)રથ હાંકનાર – સારથિ
(10)તદન ઓછી ઊંડી સપાટીવાળું (પાણીનું સ્થાન) – છીછરું
(11)કમળના આકારમાં ગોઠવાયેલું સજ્જ -સૈન્ય – પદ્મવ્યૂહ
(12)દ્રુપદ રાજા યજ્ઞસેનની પુત્રી, દ્રૌપદીનું નામ – યાજ્ઞસેની
[11] રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યપ્રયોગ કરો:
(1)મૌન સેવવું – મૂંગું રહેવું, ચૂપ રહેવું
વાક્ય: અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો.
(2)આંખોમાં આંખો પરોવવી – એકબીજાની સામે એકધારું જોવું
વાક્ય: અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખો પરોવીને બોલ્યો.
(3)શિરે હોવું – માથે હોવું, જવાબદારી સોંપાયેલી હોવી
વાક્ય: અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું દ્રૌપદીના શિરે હતું.
(4)રોમ રોમ સળગી ઊઠવું – ખૂબ ગુસ્સે થવું
વાક્ય: અભિમન્યુના વધના સમાચાર સાંભળતાં જ અર્જુનનું રોમ રોમ સળગી ઊઠ્યું.
(5)(ધાવું) ધસી જવું – દોડી આવવું
વાક્ય: યુધિષ્ઠિરે વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂહમાં ધસી જઈશું.
(6)આંખો સુક્કી થઈ જવી – નિસ્તેજ થઈ જવું
વાક્ય: અભિમન્યુના શોકમાં અર્જુનની આંખો સુક્કી થઈ ગઈ.
(7)આંસુ છલકાઈ જવા – આનંદ વિભોર થવું
વાક્ય:દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ.
(8)છાતી સરખું ચાંપવું – લાડથી પોતાની પાસે લેવો
વાક્ય: દ્રૌપદીએ અભિમન્યુને પોતાની પાસે બોલાવીને છાતી સરખો ચાંપ્યો.
(9)પીઠ થાબડવી – અભિમન્યુએ સારથીની પીઠ થાબડી કહ્યું કે ‘સુમિત,કદાચ સાંજે હું મારી મોટીમા નેચરણે વંદન કરવા પાછો ન ફરું.’
[12]નીચેનાં વાક્યો કોણ બોલે છે, તે જણાવો :
(1) ‘જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો .......... પાંડવ સૈન્યમાં મહાવિનાસ સર્જાય !’
ઉત્તર : ધૃષ્ટદ્યુમ્ન
(2) ‘સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે.’
ઉત્તર : દ્રૌપદી
(3) ‘આપે મને બોલાવ્યો?’
ઉત્તર : અભિમન્યુ
(4) ‘હા બેટા, અમે જ તને બોલાવ્યો છે ... ’
ઉત્તર : યુધિષ્ઠિર
(5) ‘બધા મહારથીઓ તારી સાથે જ રહીશું.’
ઉત્તર : ભીમ
(6) ‘એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવાનું હું છોડી દઉં છું.’
ઉત્તર : અભિમન્યુ
(7) ‘કુમાર, દ્રોણને હું જાણું છું... ’
ઉત્તર : સુમિત્ર
(8) ‘પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી.’
ઉત્તર : જયદ્રથ
(9) ‘પાર્થ, અમે તારા પુત્રના હત્યારા છીએ’
ઉત્તર : યુધિષ્ઠિર
(10) ‘યાજ્ઞસેની, હું તેમ કરીશ ...'
ઉત્તર : અર્જુન
[12]વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો.
(1) કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી તેથી પાંડવસેનાના સેનાપતિને ચિંતા થઈ.
(2) દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે.
(3) છ મહારથીઓ એકસાથે અભિમન્યુ પર તૂટી પડ્યા.
(4) અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું.
(5) અર્જુને જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી.
(6) હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો.
(7) અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી.
(8) શ્રીકૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા.
ઉત્તર : (1) કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી તેથી પાંડવસેનાના સેનાપતિને ચિંતા થઈ.
(2) દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે.
(3) અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી.
(4) અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું.
(5) હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો.
(6) છ મહારથીઓ એકસાથે અભિમન્યુ પર તૂટી પડ્યા.
(7) શ્રીકૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા.
(8)અર્જુને જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી.
[12] નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો.
(1)નિશ્ચય, નલિન, નિર્ધાર, નીરજ, નિઃશબ્દ, નિયમ
ઉત્તર: નલિન, નિયમ, નિર્ધાર, નિશ્ચય, નિઃશબ્દ, નીરજ,
(2)સોગંદ, સંકલ્પ, સોગન, સંગ્રામ, સદમો, સમ
ઉત્તર: સદમો, સમ, સંકલ્પ, સંગ્રામ, સોગન, સોગંદ
(3)પંકજ, કસમ, શપથ, કમળ, શિબિર, પ્રતાપ
ઉત્તર: કમળ, કસમ, પંકજ, પ્રતાપ, શપથ, શિબિર
0 Comments