[ 1 ]નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો જવાબ લખો :
(1)લોકસાહિત્ય એટલે .
(અ)લોકોનું સાહિત્ય (બ)લોકોએ બનાવેલાં ગીતો, વાર્તાઓ, કથાઓ
(ક)રાજાએ લોકો માટે રચેલું સાહિત્ય (ડ)લોકોએ રાજા માટે રચેલું સાહિત્ય
ઉત્તર
: લોકોએ બનાવેલાં ગીતો, વાર્તાઓ, કથાઓ

(2)‘હજારો વર્ષની…..... પ્યારા પ્રભુએ' પ્રાર્થના સાંભળી અદાલતના ન્યાયધીશની શું સ્થિતિ થઈ ?
(અ)ખીજાઈ ગયા (બ)ઊભા થઈ ગયા.
(ક)આશ્વાસન આપવા લાગ્યા (ડ)ખુદ ભાવવિભોર થઈ આંસુ સારવા લાગ્યા.
ઉત્તર :
ખુદ ભાવવિભોર થઈ આંસુ સારવા લાગ્યા.

(3)‘પહાડનું બાળક’ તરીકે ઓળખાતા સર્જક --------------- છે.
(અ)સુંદરમ્ (બ)મેઘાણી
(ક)ઉમાશંકર જોશી (ડ)રવીન્દ્રનાથ ટાગોર
ઉત્તર
: મેઘાણી

(4)રજા પડતાં જ ઝવેરચંદ કયા ગામ પહોંચી જતા ?
(અ)ચોટીલા (બ)ચોક
(ક)દાઠા (ડ)લાખાપાદર
ઉત્તર
: લાખાપાદર

(5)ઝવેરચંદે અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ ક્યાં કર્યો ?
(અ)બગસરામાં (બ)વઢવાણમાં
(ક)લાખાપાદરમાં (ડ)ચોટીલામાં
ઉત્તર :
વઢવાણમાં

(6)લાખાપાદર પોલીસથાણું ક્યાં આવેલું છે ?
(અ) વઢવાણમાં (બ)જકાતનાકા પર
(ક)ટોલનાકા પર (ડ)પાનકોરનાકા પર
ઉત્તર :
વઢવાણમાં

(7)હોશિયાર ઝવેરચંદને બગસરાની શાળામાં બધાં જ ઓળખે, કારણ કે ...
(અ)તે હંમેશાં પ્રાર્થના ગવડાવે. (બ)તે બહુ તોફાન કરે.
(ક)તે કોઈની સાથે બોલે જ નહિ. (ડ)તેમને વર્ગની બહાર ગમતું.
ઉત્તર :
તે હંમેશાં પ્રાર્થના ગવડાવે.

(8)મેઘાણીએ પોતાની પ્રથમ પઘરચનામાં કોના વખાણ કર્યા છે ?
(અ)જૈન ધર્મગુરુ (બ)શાળાના આચાર્ય
(ક)દાનવીર ચિમનાજી (ડ)પોતાના માતાપિતાના
ઉત્તર :
દાનવીર ચિમનાજી

(9)ચિમનાજીએ છોકરાઓને (વિદ્યાર્થીઓને) પ્રોત્સાહિત કરવા શું કર્યું ?
(અ)ફરી મળવા બોલાવ્યા. (બ)બીજાં ગીતો ગવડાવ્યાં.
(ક)પચીસ રૂપિયાનું ઇનામ આપ્યું. (ડ)બીજાં ગીતો લખાવ્યાં.
ઉત્તર :
પચીસ રૂપિયાનું ઇનામ આપ્યું.

(10)મિડલ-સ્કૂલ બાદ હાઈસ્કૂલમાં ક્યાં ભણવા ગયા ?
(અ)બગસરામાં (બ)વઢવાણમાં
(ક)અમરેલીમાં (ડ)જૂનાગઢમાં
ઉત્તર
: અમરેલીમાં

(11)કોલકાતામાં કોનાં કાવ્યોની અસર મેઘાણી પર થઈ ?
(અ)રવીન્દ્રનાથ ટાગોર (બ)શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય
(ક)બંકીમચંદ્ર (ડ)બિપીનચંદ્ર
ઉત્તર :
રવીન્દ્રનાથ ટાગોર

(12)કોલકાતાથી પાછા આવ્યા પછી તેમણે મિત્રો સાથે કઈ બાબતની મસલત કરી ?
(અ)કયા ક્ષેત્રમાં કામ કરવું (બ)કોની સાથે કામ કરવું
(ક)લેખનની બાબતમાં (ડ)પ્રવાસની બાબતમાં
ઉત્તર
: કયા ક્ષેત્રમાં કામ કરવું

(13)સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કોણે કહી ?
(અ)વાજસુરવાળા (બ)હડાળા દરબારે
(ક) મેઘાણીએ (ડ)અન્ય કોઈએ
ઉત્તર
: હડાળા દરબારે

(14)મેઘાણીને કોણે ગીતો સંભળાવ્યાં ?
(અ)ઢેલીબહેને (બ)પાંચ-છ મેરાણીએ
(ક)ગામની ચારણ કન્યાએ (ડ)બારોટોએ
ઉત્તર :
ઢેલીબહેને

(15)‘વેણીનાં ફૂલ’ મેઘાણી રચિત _______
(અ)બાળકાવ્ય સંગ્રહ છે. (બ)લોકગીત સંગ્રહ છે.
(ક)રાસડાં સંગ્રહ છે. (ડ)વાર્તા સંગ્રહ છે.
ઉત્તર
: બાળકાવ્ય સંગ્રહ છે.

(16) નીચેનામાંથી કઈ કૃતિ મેઘાણી રચિત નથી ?
(અ)કિલ્લોલ (બ)વેણીનાં ફૂલ
(ક)સૌરાષ્ટ્રની રસધાર (ડ)દરિયાલાલ
ઉત્તર
: દરિયાલાલ

(17)ભાઈ રહે છે ત્યાં ____________
(અ)બાગબગીચા ઘણા છે. (બ)નદી કિનારો છે.
(ક)ડુંગરા છે. (ડ)મોટું શહેર છે.
ઉત્તર :
ડુંગરા છે.

(18)ભાઈના પ્રદેશમાં કયાં ફૂલો થતાં નથી ?
(અ)ડોલર (બ)ગુલાબ (ક)મોગરો (ડ)આપેલ તમામ
ઉત્તર
: આપેલ તમામ

(19 )બહેનના માટે જોખમ ઉઠાવશે એવો ભાવ કઈ પંક્તિ દ્વારા રજૂ થાય છે ?
(અ)પ્હાડ તણે પેટાળ ઊગેલાં...
(બ)સાપ-વીટયા પીળા કેવડા હું મારી બેન સાટુ વીણનાર
(ક)મોઢડાં ન મચકોડજે, બાપુ !
(ડ)ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ.
ઉત્તર
: સાપ-વીટયા પીળા કેવડા હું મારી બેન સાટુ વીણનાર

(20)ભાઈ-ભાભી ભેગાં બેસીને..
(અ)ફૂલોને કૃષ્ણને માથે ચડાવશે. (બ)ફૂલોને જુદાં પાડશે.
(ક)ફૂલોનો હાર બનાવશે, (ડ)બેનીનો ચોટલો ગૂથ્યો
ઉત્તર
: બેનીનો ચોટલો ગૂથ્યો

(21)કાવ્યને આધારે કહો : બહેન ક્યાં રહેતી હશે અને ભાઈ ક્યાં રહેતો હશે ?
(અ)બહેન શહેરી વિસ્તારમાં અને ભાઈ ડુંગરાળ પ્રદેશમાં
(બ) બહેન ડુંગરાળ પ્રદેશમાં અને ભાઇ શહેરી વિસ્તારમાં
(ક) બહેન જંગલમાં અને ભાઈ ડુંગરા પર
(ડ)બહેન નદીકિનારે અને ભાઈ ખીણમાં
ઉત્તર :
બહેન શહેરી વિસ્તારમાં અને ભાઈ ડુંગરાળ પ્રદેશમાં

(22)બહેનના માટે જોખમ ઉઠાવશે એવો ભાવ કઈ પંક્તિ દ્વારા રજૂ થાય છે ?
(અ)પ્હાડ તણે પેટાળ ઊગેલાં...
(બ)સાપ-વીટયા પીળા કેવડા હું મારી બેન સાટુ વીણનાર
(ક)મોઢડાં ન મચકોડજે, બાપુ !
(ડ)ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ.
ઉત્તર :
સાપ-વીટયા પીળા કેવડા હું મારી બેન સાટુ વીણનાર

(23)‘સિંધુડા'નાં કાવ્યો સાંભળીને લોકો પર શું અસર થતી ?
(અ)‘સિંધુડા'નાં કાવ્યો સાંભળીને લોકોમાં દેશભક્તિ જાગૃત થતી.
(બ)લોકોમાં દેશદાઝનો ઉત્સાહ વધ્યો હતો.
(ક)લોકોમાં સાહસવૃત્તિ વધી હતી.
(ડ)લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો જુસ્સો આગની જેમ ભભૂકી ઊઠ્યો હતો.
ઉત્તર
: લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો જુસ્સો આગની જેમ ભભૂકી ઊઠ્યો હતો.

[ 2 ] કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(1)સિંધુડો ……………… જગાડનારાં કાવ્યોની ચોપડી છે. (પ્રેમ, શૌર્ય)
ઉત્તર :
શૌર્ય

(2) ……………… એ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો. (સિંધુડા, સત્યાગ્રહ)
ઉત્તર
: સિંધુડા

(3)‘સિંધુડા’ના સર્જક પર ……………… નો આરોપ મૂકવામાં આવ્યો. (આતંકવાદ, રાજદ્રોહ)
ઉત્તર
: રાજદ્રોહ

(4)‘સિંધુડા’ના સર્જકને ……………… વર્ષની સજા થઈ. (બે, ત્રણ)
ઉત્તર
: બે

(5)મેઘાણીનો જન્મ ……………… ગામમાં થયો હતો. (ચોટીલા, બાબરા)
ઉત્તર
: ચોટીલા

(6)ખોળાનો ખૂંદનાર ……………… નો ખૂંદનાર બનતો ગયો. (પહાડો, નગરો)
ઉત્તર :
પહાડો

(7)મેઘાણીએ પોતાની પ્રથમ પઘરચના ……………… કરી. (દસ વર્ષે, બારમા વર્ષે)
ઉત્તર
: બારમા વર્ષે

(8)માતાએ ……………… જેવા પુત્રને જન્મ આપ્યો છે માટે તે ધન્ય છે. (પરશુરામ, કર્ણ)
ઉત્તર
: કર્ણ

(9)હાઇસ્કૂલમાં મિત્રો તેમને ……………… નામે બોલાવતા. (વિલાપી, કલાપી)
ઉત્તર
: વિલાપી

(10)મેઘાણીની ચાલવાની છટા ……………… હતી. (સાદગીભરી, મરદાનગીભરી)
ઉત્તર
: મરદાનગીભરી

(11)તેમણે મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું તે અંગે ……………… કરી.(મસલત, સમજૂતી)
ઉત્તર
: મસલત,

(12)મેઘાણી નીચી મૂંડકી રાખીને ઝીણાં-ઝીણાં અક્ષરમાં લખ્યે જતા. આ વાક્યમાં ગામઠી શબ્દ ‘મૂડકીને’ બદલે ……………… વાપરી શકાય. (માથું, મો)
ઉત્તર
: માથું

(13)મેઘાણી ચારણોના નેસમાં ……………… નામના કવિ સાથે ગયા હતા. (દુલાભાયા કાગ, મહાદેવભાઈ દેસાઈ)
ઉત્તર
: દુલાભાયા કાગ,

(14)મેઘાણીનો લોકપ્રિય વાર્તાસંગ્રહ ……………… છે. (સૌરાષ્ટ્રની રસધાર, સૌરાષ્ટ્રના સંતો)
ઉત્તર
: સૌરાષ્ટ્રની રસધાર,

(15)ઈશ્વર આગળ ન્યાયનો દિવસ એટલે ……………… નો દિવસ. (કવાયત, કયામત)
ઉત્તર :
કયામત

(16) ……………… બહેનને પોતાને ઘેર આવવાનું કહે છે. (ભાઈ, બહેન)
ઉત્તર :
ભાઈ

(17)ભાઈ બહેનને પોતાના ઘેર તેની ……………… ગૂંથવા બોલાવે છે. (ચોટલી, વેણી)
ઉત્તર :
વેણી

[ 3 ]વાકય ખરાં છે કે ખોટાં તે કે X ની નિશાની કરીને જણાવો:
(1)‘લાખાપાદર’ એ ગામનું નામ છે.
ઉત્તર:
X

(2)વાત વાયુવેગે પ્રસરી ગઈ એટલે પવનવેગે પ્રસરી ગઈ.
ઉત્તર:

(3)સિંધુડાના સર્જકનું નામ ઝવેરચંદ મેઘાણી છે.
ઉત્તર
:

(4)ભારતની ગુલામ પ્રજાને લલકારતી વાત ‘છેલ્લી પ્રાર્થના’ છે.
ઉત્તર:
X

(5)કવિ પ્રભુના ચરણમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે.
ઉત્તર:
X

(6)મેઘાણીનાં માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળીદાસ હતું.
ઉત્તર:

(7)નદીઓના ઊંડા ધરા અને ડુંગરાની બખોલો ઝવેરચંદના બાળપણનાં સંગી હતાં.
ઉત્તર:


(8) મેઘાણીની વાર્તાનાં પાત્રો સાચુકલાં અને ખમીરવંતાં જોવા મળે છે.
ઉત્તર:


(9)બગવદરના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે.
ઉત્તર:


(10)‘ચારણકન્યા’ ગીત રચતાં-રચતાં મેઘાણી ગુસ્સાભેર સિંહની સામે દોડવા લાગ્યા.
ઉત્તર:


(11)‘કિલ્લોલ' એ કલાપી રચિત કાવ્યસંગ્રહ છે. ઉત્તર:
X

(12)મેઘાણીની વાર્તાનાં પાત્રો સાચુકલાં અને ખમીરવંતાં જોવા મળે છે. ઉત્તર:

(13)મેઘાણીના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા. ઉત્તર:

(14)ગોમુખી ગંગા ઝવેરચંદને ‘વાછરું ગાયને ખેચે’ તેમ ખેંચતાં.
ઉત્તર:
X

(15)ચિમનાજી છોકરાઓ પાસેથી પચીસ રૂપિયા ઈનામના લઈ આવ્યા.
ઉત્તર:
X

(16)બગસરામાં મેઘાણી કોઈક સગાને ત્યાં રહીને ભણતા હતાં.
ઉત્તર:

(17)ઢેલીબહેન એક મેરાણી હતાં.
ઉત્તર:

(18)‘ચારણકન્યા’ ગીત મેઘાણીએ દુલા ભાયા કાગ પરથી લખ્યું છે.
ઉત્તર:
X

(19)‘કયાંગયો પેલો લોકસાહિત્યવાળો ?’ આ વાક્ય દુલા ભાયા કાગે ઝવેરચંદ મેઘાણી માટે કહ્યું હતું.
ઉત્તર:
X

(20)ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896 ના રોજ ચોટીલામાં થયો હતો.
ઉત્તર:


(21)મોગરા, જૂ, ચમેલી જેવાં સુગંધીદાર ફૂલો ભાઈને ત્યાં થતાં નથી.
ઉત્તર
:

(22)ભાઈ રહે છે તે પ્રદેશમાં આવળ બાવળ જેવી વનસ્પતિ થતી નથી.
 ઉત્તર:
X

(23)મેઘાણીએ કવિતામાં માતાને કર્ણ જેવા દાનેશ્વરી પુત્રને જન્મ આપવા બદલ ધન્ય કહી છે.
 ઉત્તર:


(24)ઝવેરચંદના મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું અને તેમણે સ્વીકારી લીધું .
 ઉત્તર:


(25)પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ‘ચારણકન્યા’ ગીત લખ્યું.
 ઉત્તર:


(26)ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલતી હોય તેમ લખી છે .
 ઉત્તર:

(27)મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરાં એમ બધા માટે ગીતો,વાર્તાઓ લખ્યાં.
 ઉત્તર
: X

(28)હીરબાઈ, કાનિયો ઝાંપડો, જોગીદાસ ખુમાણ ,દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા જેમની વાતો મેઘાણીએ લખી.
 ઉત્તર:


(29)ઝવેરચંદે મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે.
 ઉત્તર:
X

(30)સિંધુડોનાં કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી 
જતો હતો.          ઉત્તર:

(31)ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા.
ઉત્તર:


(32)ઝવેરચંદ પહાડ, ઝરણાં, વનરાજી વચ્ચે મોટા થયા.
ઉત્તર:


[ 4 ] નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો :
(1)‘સિંધુડા’ની લોકો પર શી અસર થઈ ?
ઉત્તર
: સિંધુડાથી લોકોમાં દેશભક્તિ જાગૃત થઈ.

(2)‘સિંધુડો' કોણે જપ્ત કર્યો ? કેમ ?
ઉત્તર:
સિંધુડો અંગ્રેજ સરકારે જપ્ત કર્યો, કારણ કે સિંધુડાની કવિતાઓ સાંભળીને લોકોમાં દેશભક્તિનો પાનો ચઢતો હતો.

(3)મેઘાણી ‘સિંધુડા’નાં કાવ્યો કેવી રીતે ગાતા ?
ઉત્તર:
મેઘાણી ‘સિંધુડા'નાં કાવ્યો બુલંદ કંઠે ગાતા.

(4)‘છેલ્લી પ્રાર્થના’ ક્યારે કયા સ્થળે કોણે ગાઈ ?
ઉત્તર:
‘છેલ્લી પ્રાર્થના' મેઘાણીએ અદાલતમાં જ્યારે તેમને બે વર્ષની સજા ફટાકરવામાં આવી ત્યારે ગાઈ.

(5)પ્રજાની કથા (કથની) કેવી છે ?
ઉત્તર:
પ્રજાની કથની ભયાનક કલેજાં ચીરતી અને કંપાવતી છે.

(6)કવિ કોને પ્રાર્થના કરે છે ?
ઉત્તર:
કવિ પ્યારા પ્રભુને પ્રાર્થના કરે છે.

(7)કવિ પ્રભુના ચરણમાં શું સમર્પણ કરે છે ?
ઉત્તર:
કવિ મરેલાંનાં રુધિર અને જીવતાંનાં આંસુ પ્રભુના ચરણમાં સમર્પણ કરે છે.

(8)ઝવેરચંદને શેની લગની લાગેલી ?
ઉત્તર
: ઝવેરચંદને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની લગની લાગેલી.

(9)ઇંગ્લેંડમાં તેમને શો અનુભવ થયો ?
ઉત્તર:
ઇંગ્લેંડમાં મેઘાણીને સતત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ સંભળાયા કરતો હતો.

(10) જે રાતે ઢેલીબહેનના ગીતો મેઘાણીએ સાંભળ્યાં તે રાતને તેમણે ‘ગીતે મઢી રાત' કહી. આવા બીજા શબ્દસમૂહનો ઉપયોગ કરો.
ઉત્તર :
(1) રૂપલે મઢી ઈંઢોણી, (2) સોને મઢી ગાગર, (3) હીરે મઢી ચૂંદડી.

(11)“ક્યામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ‘ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો' એમ પડશે.’ આપેલ વાક્ય કોણ કોને કહે છે ?
ઉત્તર:
ઉમાશંકર જોશી મેઘાણીને કહે છે.

(12)“એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે.” આપેલ વાક્ય કોણ કોને કહે છે ?
ઉત્તર:
મેઘાણી ઉમાશંકરને કહે છે.

(13)મેઘાણીને કયાં કયાં ઉપનામ મળ્યાં હતાં ?
ઉત્તર
: મેઘાણીને ‘વિલાપી’ અને ‘જનકરાજા' ઉપનામ મળ્યાં હતાં.

(14)‘મારે ઘેર આવજે મેઘાણી'’ પાઠમાં કઈ વાત વાયુ વેગે પ્રસરી ગઈ?
ઉત્તર
: ‘મારે ઘેર આવજે મેઘાણી’ પાઠમાં ‘એ ... સિંધુડો જપ્ત ચ્યો ...' એ વાત વાયુ વેગે પ્રસરી ગઈ.

(15)લોકોમાં દેશભક્તિનો પાનો કોણે ચઢાવેલો? ક્યારે?
ઉત્તર:
ઈ.સ.1930ના સત્યાગ્રહના આંદોલનમાં ‘સિંધુડા’એ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો.

(16 ) ‘સિંધુડો’શું હતો ?
ઉત્તર:
‘સિંધુડો’ શૌર્ય જગાડનારાં કાવ્યોની ચોપડી હતી.

(17)સિંધુડો પરદેશી સરકારે શા માટે જપ્ત કર્યો?
ઉત્તર:
સિંધુડાએ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો, તેથી પરદેશી સ૨કારે જપ્ત કર્યો.

(18)‘છેલ્લી પ્રાર્થના' કવિતાના રચિયતા કોણ છે?
ઉત્તર:
‘છેલ્લી પ્રાર્થના' કવિતાના રચિયતા ઝવેરચંદ મેઘાણી છે.

(19)‘છેલ્લી પ્રાર્થના’માં કવિએ કોની વેદનાને ગૂંથી છે?
ઉત્તર:
‘છેલ્લી પ્રાર્થના'માં કવિએ પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી છે.

(20)કયા કાવ્યની પંક્તિઓએ ન્યાયાધીશની આંખો આંસુથી છલકાવી દીધી?
ઉત્તર:
ઝવેરચંદ મેઘાણીની ‘છેલ્લી પ્રાર્થના' કાવ્યની પંક્તિઓએ ન્યાયાધીશની આંખો આંસુથી છલકાવી દીધી.

(21)ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો?
ઉત્તર
: ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગસ્ટ, 1896ના રોજ ચોટીલામાં થયો હતો.

(22)ઝવેરચંદ મેઘાણીનાં માતાપિતાનાં નામ શાં હતાં?
ઉત્તર:
ઝવેરચંદ મેઘાણીનાં માતાનું નામ ધોળીબાઈ ને પિતાનું નામ કાળીદાસ હતું.

(23)ઝવેરચંદ મેઘાણીના બાળપણનાં સંગી કોણ હતાં?
ઉત્તર:
ઝવેરચંદ મેઘાણીના બાળપણનાં સંગી લાખાપાદરના પહાડભેદંતી નદીઓના ઊંડા ધરા અને ત્યાંના ડુંગરની બખોલો હતી.

(24)બગસરામાં હતા ત્યારે મેઘાણીની પ્રકૃતિ કેવી હતી?
ઉત્તર:
બગસરામાં હતા ત્યારે મેઘાણી શરમાળ અને ઓછાબોલા હતા.

(25)મેઘાણીની પહેલી પદ્યરચના કોના વિશેની હતી?
ઉત્તર:
મેઘાણીની પહેલી પદ્યરચના નૈધરવંશના વેલાજીના પુત્ર ચિમનાજી વિશેની હતી.

(26)મેઘાણીએ ગ્રૅજ્યુએશન કયા વિષયો સાથે પાસ કર્યું? ક્યારે?
ઉત્તર
: મેઘાણીએ ઈ. સ. 1916માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે ગ્રેજ્યુએશન પાસ કર્યું.

(27) મેઘાણીને પોતાનું જીવનકાર્ય શામાં દેખાયું?
ઉત્તર:
હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવનકાર્ય દેખાયું.

(28)મેઘાણીએ કોને કોને મળીને લોકગીતો ભેગાં કર્યાં?
ઉત્તર
: મેઘાણીએ ચારણો, બારોટો, ભરવાડો, ભજનિકો, કાઠીઓ, રાવણહથ્થા ભરથરીઓ, ઘરડી દાદીમાઓ તેમજ ગૃહિણીઓને મળીને લોકગીતો ભેગાં કર્યાં.

(29)કવિશ્રી દુલા ભાયા કાગ સાથે મેઘાણી ક્યાં ગયા હતા?
ઉત્તર:
કવિશ્રી દુલા ભાયા કાગ સાથે મેઘાણી ગીરમાં તુળસીશ્યામની નજીક ચારણોના એક નેસમાં ગયા હતા.

(30)બહેનના વાળ શોભતા ન હતા, કારણ કે...
ઉત્તર:
વાળમાં ફૂલો જ ન હતાં.

(31)ભાઈને ત્યાં શું નથી ?
ઉત્તર:
ભાઈને ત્યાં બાગબગીચાના રોપા નથી.

(32)ફૂલોનાં રૂપ અને સુગંધ વિશે ભાઈ શું કહે છે ? કેમ ?
ઉત્તર:
ભાઈ કહે છે કે, ફૂલોનાં રૂપ કે સુગંધ વિશે તે કંઈ જાણતો નથી. તે તો ડુંગરામાં રહેતો ગોવાળ છે.

(33)જંગલી ફૂલો ક્યાં શોભતાં હતાં ?
ઉત્તર:
જંગલી ફૂલો કૃષ્ણને માથે શોભતાં હતાં.

(34)વેણી, ગજરા કે હાર માટે કયાં ફૂલનો ઉપયોગ થાય છે ?
ઉત્તર:
વેણી, ગજરા કે હાર માટે મોગરા, ડોલર, જૂઈ, ચમેલી ઉપરાંત ગુલાબ, ગલગોટા, સેવંતીનાં ફૂલોનો ઉપયોગ થાય છે.

(35)બહેન ક્યાં રહેતી હશે ?
ઉત્તર:
બહેન શહેરમાં રહેતી હશે.

(36)ભાઈએ આ પહેલાં ક્યારે વેણી બનાવીને આપી હશે ?
ઉત્તર:
જ્યારે ભાઈ-બહેન નાનાં હશે ત્યારે ભાઈએ બહેન માટે વેણી બનાવી હશે.

(37)ભાઈ બચાવમાં બહેનને શું કહે છે ?
ઉત્તર:
ભાઈ બચાવમાં બહેનને કહે છે કે, ‘મોગરો, ડોલર, જૂઈ કે ચમેલી જેવાં ફૂલો મારે ત્યાં નથી. હું તો ડુંગરોમાં રહેનારો છું.’

(38)મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યાં હતાં ?
ઉત્તર:
મેઘાણીને ‘પહાડનું બાળક’, ‘વિલાપી’, ‘જનક રાજા’ તેમજ ‘રાષ્ટ્રીય શાયર’ ઉપનામ મળ્યાં હતાં

(39)ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બહેન શું વિચારશે ?
ઉત્તર:
ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બહેન ભાઈના પ્રેમનો અનુભવ વેણી દ્વારા કરશે ને એને પોતાના વાળમાં ભરાવશે.

(40)શુભ પ્રસંગે મહત્વ શાનું છે ? મોંઘી ભેટનું ? ફક્ત મળવા જવાનું કે ભાવનું ?
ઉત્તર:
શુભ પ્રસંગે મોંઘી ભેટ કે મળવા જવાનું મહત્વ નથી, પણ ભાવનું વિશેષ મહત્વ છે .

[ 5 ]નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :
(1)લોકો ધંધુકાની અદાલતમાં શા માટે ભેગા થવા લાગ્યા ?
ઉત્તર:
મેઘાણીને (સિંધુડાના સર્જકનો) રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા હતા. તેનો વિરોધ ક૨વા લોકો ધંધુકાની અદાલતમાં ભેગા થવા લાગ્યા.

(2)‘સિંધુડો’ બહાર પડ્યો ત્યારે આપણો દેશ કઈ પરિસ્થિતિમાં હતો ? કોણ રાજ કરતું હતું ?
ઉત્તર
: ‘સિંધુડો’ બહાર પડ્યો ત્યારે આપણો દેશ ગુલામીની સ્થિતિમાં હતો. અંગ્રેજો આપણા દેશમાં રાજ કરતા હતા.

(3)ઝવેરચંદનું બાળપણ ક્યાં પસાર થયું હતું ? શાથી ?
ઉત્તર
: ઝવેરચંદનું બાળપણ જુદાં જુદાં ગામોનાં ખેતર-પાદર, નદી-પર્વત-ઝરણાં વચ્ચે પસાર થયું હતું. તેમના પિતા પોલીસ-જમાદાર હોવાથી તેમની બદલી વારંવાર થતી હતી. તેથી તેમને જુદાં જુદાં ગામોમાં રહેવું પડતું હતું.

(4)‘ગાય વાછરુંને ખેંચે' તેમ ઝવેરચંદને કઈ બાબતો ખેંચતી હતી ?
ઉત્તર:
રજા પડતાં જ ગાય વાછરુંને ખેંચે તેમ ઝવેરચંદને લાખાપાદર ગામનું થાણું, ઊંચી ભેખડ પર આવેલો વોકળો, જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ખેંચતાં.

(5)સર્જક મેઘાણી ઉપર શા માટે રાજદ્રોહનો આરોપ મુકાયો?
ઉત્તર:
રાજ અંગ્રેજોનું હતું. સર્જક મેઘાણી એમની સામે, લોકોની સાથે, દેશભક્તિનાં ગીતો ગાતા હતા. લોકોમાં શો જાગે તે અંગ્રેજો સામે અહિંસક યુદ્ધ ફાટી નીકળે એવી દહેશતથી મેઘાણી પર રાજદ્રોહનો આરોપ મુકાયો.

(6)પિતાજીની બદલીઓની મેઘાણીના જીવન પર શી અસર થઈ ?
અથવા
મોટા થયા પછી મેઘાણી શા માટે ‘પહાડનું બાળક' તરીકે ઓળખાતા?
ઉત્તર:
મેઘાણીના પિતા પોલીસ જમાદાર હોવાથી તેમની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી રહી. તેથી મેઘાણીનું બાળપણ અને શિક્ષણ ડુંગરાળ પ્રદેશોમાં થયું. નવાં નવાં ગામ તેમજ ખેતર-પાદર, નદી- પર્વત, લોકો સાથે તેમની દોસ્તી થતી રહી. આમ ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બની ગયો. આથી મોટા થયા પછી મેઘાણી ‘પહાડનું બાળક' તરીકે ઓળખાતા.

(7)ઝવેરચંદને ‘ગાય વાછરુંને ખેંચે' એમ કોણ ખેંચતું હતું?
ઉત્તર:
રજા પડતાં જ લાખાપાદર ગામનું થાણું, ઊંચી ભેખડ પરનો વોંકળો-ચમનિયો તેમજ છુપાઈને જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ઝવેરચંદને ‘ગાય વાછરુંને ખેંચે’ એમ ખેંચતાં હતાં.

(8)બગસરામાં મેઘાણીને શાના પાઠ શીખવા મળ્યા?
ઉત્તર
: બગસરાની મિડલ-સ્કૂલમાં મેઘાણી પ્રથમ નંબરે રહેતા, પ્રાર્થના પોતે જ ગવડાવતા. જૈનોની પાઠશાળામાં ધર્મગુરુ કે દાતા આવે તો મેઘાણી જ કવિતા અને સ્તવનો ગાતા. આ સમયમાં જ મેઘાણીની રચેલી પદ્યરચના વિદ્યાર્થીસંઘે સમૂહમાં ગાઈ હતી. આમ, બગસરામાં મેઘાણીને કાવ્યગાન અને કાવ્યરચના કરવાના પાઠ મળ્યા.

(9)મેઘાણીએ પોતે પોતાનું ‘વિલાપી’ નામ કેમ સ્વીકાર્યું?
ઉત્તર:
મેઘાણી બગસરાની હાઇસ્કૂલમાં ભણતા હતા ત્યારે એમને કલાપીનાં કાવ્યોનો પરિચય થયો. કલાપીનાં કાવ્યો તેઓ દર્દભરી હલકથી ગાતા. સૌ મિત્રો ને સ્નેહીજનો એમને કલાપીને બદલે ‘વિલાપી’ કહેતા. મેઘાણીએ પોતે એ રીતે પોતાનું ‘વિલાપી’ નામ સ્વીકારી લીધું.

(10)લોકસાહિત્ય ભેગું કરવામાં મેઘાણીને શી અગવડો વેઠવી પડતી ?
ઉત્તર:
લોકસાહિત્ય ભેગું કરવામાં એ વખતે, આજના જેવી સગવડો નહોતી. રેકૉર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી, વાહનવ્યવહારની સગવડ નહોતી, મોટે ભાગે ઘોડે બેસીને કે ઊંટ
ઉપર બેસીને રખડપટ્ટી કરવી પડતી. ભોજનની પણ અગવડ વેઠવી પડતી.

(11)ઢેલીબહેન વિશે બે-ત્રણ વાક્યો લખો.
ઉત્તર
: ઢેલીબહેન જાતે મેરાણી હતાં, તેઓ બગવદર ગામનાં હતાં. તેમના કંઠે ઘણાં લોકગીતો હતાં, તેમણે મેઘાણીને ઓટલે ગોદડી પાથરીને બેસાડીને આવકાર આપ્યો. મધરાત સુધી તેમને કંઠસ્થ હતાં એટલાં ગીતો ગાઈને મેઘાણીને સંભળાવ્યાં.

(12)ઝવેરચંદ પોતાને “પહાડનું બાળક' કેમ માનતા હતા ?
ઉત્તર:
ઝવેરચંદ પોતાને ‘પહાડનું બાળક' માનતા હતા; કારણ કે તેમનું બાળપણ ડુંગરાળ પ્રદેશમાં વીત્યું હતું. તેમના પિતાજીની બદલી દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર જેવા ડુંગરાળ પ્રદેશોમાં થતી. તેથી બાળક ઝવેરચંદ પર્વતો સાથે દોસ્તી કરીને ફરતો.

(13)ઝવેરચંદ વૅકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા ?
ઉત્તર:
ઝવેરચંદ વૅકેશનમાં લાખાપાદર પહોંચી જતા, કારણ કે તેમને લાખાપાદર ગામની ઊંચી ભેખડ પર ઊભેલો વોકળો અને ગોમુખી ગંગા, ગાય વાછરુંને ખેંચે તેમ આકર્ષતાં હતાં. ત્યાંની નદીઓના ધરા અને ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા.

(14)ઉમાશંકર જોશીએ ઝવેરચંદને ‘લોકસાહિત્યવાળો' કહ્યા હતા, કારણ કે..
ઉત્તર
: તેમણે લોકસાહિત્યને શોધી શોધી નોંધવાનું, લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોકસાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું.

(15) ‘સિંધુડા’ના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી, કારણ કે...
ઉત્તર :
‘સિંધુડા’ના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી, કારણ કે ‘સિંધુડા'નાં ગીતો સાંભળીને લોકો અંગ્રેજ સરકારની સામે આગની જેમ ક્રોધે ભરાતા હતા. તેમનામાં દેશભક્તિનો પાનો ચઢતો હતો.

(16)કૉલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું, કારણ કે..
ઉત્તર:
કૉલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું, કારણ કે તેમનો પોશાક અન્ય વિદ્યાર્થીઓ કરતાં વિશિષ્ટ હતો. લાંબો સફેદ કોટ, પાની સુધીનું ધોતિયું, છોગું રાખીને બાંધેલો ફેંટો કે બેંગલોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર અને મર્દાનગીભરી ચાલ હતી.

(17)મેઘાણી બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા, કારણ કે...
ઉત્તર:
મેઘાણી બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા, કારણ કે લોકગીતો, રાસડા, વાર્તાઓ વગેરે લોાહિત્ય ભેગું કરવું અને લોકો સુધી પહોંચાડવું તેમાં તેમને આનંદ મળતો હતો. તેને તેમણે પોતાનું જીવનકાર્ય માન્યું હતું.

(18)કાવ્યની શરૂઆતમાં ભાઈ નાની વેણી બનાવવાનું શાથી કહે છે ?
ઉત્તર:
ભાઈ જ્યાં રહે છે ત્યાં દુકાળ પડ્યો છે. તેના લીધે ઝાડ, ફૂલ કંઈ જ બચ્યું નથી. અમુક ફૂલ મળશે તો તે બહેનની વેણી બનાવશે; આમ, ઓછાં ફૂલ હોવાને લીધે ભાઈ નાની વેણી બનાવવાનું કહે છે.

(19)બહેનને ગમતાં ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી ?
ઉત્તર:
ભાઈ ડુંગરાળ ગામમાં રહે છે, ત્યાં મોગરો ચમેલી જેવાં સુગંધીદાર - ઝીણાં ફૂલો ઊગતાં નથી. ત્યાં તો જંગલી ફૂલો જેવાં કે ગુલનાર, કેસૂડો, કરેણ જેવા સુગંધ વગરનાં પુષ્પો ઊગે છે. માટે ભાઈ બહેનને ગમતાં ફૂલ લાવી શકતો નથી.

(20)ભાઈ કાંટાવાળી વનસ્પતિનાં ફૂલ લેવાનું કેમ નક્કી કરે છે ?
ઉત્તર
: ભાઈ કાંટાવાળી વનસ્પતિનાં ફૂલ લેવાનું નક્કી કરે છે. કારણ કે ત્યાં કાંટાવાળી વનસ્પતિ થાય છે. આ જંગલી ફૂલોથી મોરલીધરનું મસ્તક કેવું શોભે છે !

(21)વેણી લાંબી શી રીતે થવાની છે ?
ઉત્તર:
ભાઈ બહેન માટે જંગલમાં જઈને જે મળે એ બધાં જ ફૂલો લઈ આવશે. તે પોતાની બહેન માટે અનેક કષ્ટ પણ સહન કરશે. પણ ફૂલો લઈ આવશે. આમ, આ બધાં ફૂલો ભેગાં કરીને જે વેણી બનાવશે તે લાંબી થવાની છે.

(22) ભાવનગર કૉલેજમાં મેઘાણીનું નામ ‘જનકરાજા' કેવી રીતે પડયું?
ઉત્તર :
ભાવનગર કૉલેજમાં મેઘાણી લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો છોગાળો ફેંટો કે બેંગલોરી ઘાટની ટોપી ને પગમાં સ્લિપર પહેરતા. તેમજ બેઠી દડીનું શરીર, ભીનો વાન, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મરદાનગીભરી ચાલવાની છટા આકર્ષક હતી, પણ તેઓ સ્વભાવે શરમાળ હતા. તેઓ ક્યારેક જ બોલતા.આથી ભાવનગર કૉલેજમાં તેઓનું નામ “જનકરાજા” પડી ગયું.

(23) ઢેલીબહેને મેઘાણી વિશે શું કહ્યું?
ઉત્તર:
ઢેલીબહેને મેઘાણી વિશે કહે છે: “ધોળાં ધોળાં લૂગડાંમાં મોટી મોટી આંખ્યું નીસી ઢાળીને મારે આંગણ ઈવડા ઈ ઊભા'તા. જોતાં જ આવકારો દેવાનું મન થાય ઇવો માણહ! મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી, ત્યાં પગે પડીને “હં... હં... હં. તમે અહીં ઉપર બેસો, નહીંતર હુંય નીચે બેસું.” એમ કહીને મનેય ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતાં'તાં તેની અરધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવ્યે જાય. એક પછી એક ગીત મધરાત સુધી ગાયાં.”

(24) કાગબાપુના શબ્દોમાં હીરબાઈની વીરતા વિશે નોંધ લખો
ઉત્તરઃ
કાગબાપુ હીરબાઈ વિશે લખે છેઃ “તુળસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા, ત્યાં રીડ થઈ. હાવજ ડણક્યો. હાકોટા થાવા માંડ્યા. રોળકોળ વેળા થઈ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોડકીને હાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડયા. વીસેક જણ હતા. જયાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારનીયે ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણકન્યા ચડીને હાવજ સામે સોટો વીઝતી હતી. હાવજ બે પગે સામો થઈ હોંકારા કરતો હતો. બાઈ હાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી. એ વખતે ‘ચારણકન્યા' ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”

14. ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં કરો.
ઉત્તર
: ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગસ્ટ, 1896ના રોજ ચોટીલામાં થયો હતો. એમના પિતાનું નામ કાળીદાસ હતું ને માતાનું નામ ધોળીબાઈ હતું. પિતા પોલીસ જમાદાર હતા. એમની નોકરીને કારણે અનેક ગામોમાં બદલીઓ થતી રહી. મોટા ભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોનાં ગામોમાં થઈ. તેથી ઝવેરચંદનું બાળપણ પહાડી પ્રદેશમાં વીત્યું. પોતે 'પહાડનું બાળક' તરીકે ઓળખાવવામાં ગૌરવ લેતા. બારેક વર્ષની કિશોર-અવસ્થાએ જ કાવ્ય લખ્યું હતું.
ભાવનગર કૉલેજમાં પ્રવેશ લીધો. પોશાક અને દેખાવને લીધે સૌનું ધ્યાન ખેંચાયું : લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, બગસરાનો છોગું રાખી બાંધેલો ફેંટો, બેંગલોરી ઘાટની ટોપી, પગમાં સ્લિપર, બેઠી દડીનું શરીર, ભીનો વાન, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મરદાનગીભરીચાલવાની આકર્ષક છટા.
ટાગોરની કવિતાની અસર થવાથી તેમણે પણ કાવ્યરચના કરવાની શરૂઆત કરી. કોલકાતાથી પાછા આવ્યા. લોકસાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવનકાર્ય દેખાયું. દુષ્કર કામ, જીવનનિષ્ઠાથી કર્યું. ઢેલીબહેન, ચારણકન્યા, હીરબાઈના પ્રસંગો પ્રેરણાદાયી છે. એ સિવાય જટો હલકારો, કાનિયો ઝાંપડો ને આપા શાદૂળ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ – કેટલાં ખમીરવંતાં પાત્રો એમની કલમે અવતાર પામ્યાં, જેમાં ‘સૌરાષ્ટ્રની રસધાર' એક અનોખો કથાસંગ્રહ છે.
આવા હતા આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણી

[ 6 ]જોડણી સુધારીને લખો :
(1)ઓફીસ – ઑફિસ
(2)તીપોઇ – ટિપોઈ
(3) સૂગંધિ – સુગંધી
(4)હીશાબ – હિસાબ
(5)નીરાંત – નિરાંત
 (6)નશીબ
– નસીબ
(7)બીલકુલ – બિલકુલ
(8)પ્લાસ્ટીક – પ્લાસ્ટિક
(9)વીશ્મય – વિસ્મય
(10)મશ્તીખોર – મસ્તીખોર
(11)અધભૂત– અદ્ભુત
 (12)કાબરચિતરિ
– કાબરચીતરી
(13)ભિનાસ – ભીનાશ
(14)દિકરિ – દીકરી
(15)યુધ્ધ – યુદ્ધ
(16)નીવેદન – નિવેદન
(17)ઑગષ્ટ – ઑગસ્ટ
(18)પ્રાથમીક – પ્રાથમિક 
(19)ધર્મગૂરૂ – ધર્મગુરુ
(20)વિધ્યાર્થી – વિધાર્થી
(21)ઊપનામ – ઉપનામ
(22)જુનાગઢ – જૂનાગઢ
 (23)કૌટુમબીક
– કૌટુંબિક
(24)રવિન્દ્રનાથ – રવીન્દ્રનાથ

[ 7 ]સમાનાર્થી શબ્દો લખો :
(1)આંચકો
– ધક્કો, ધ્રાસકો
 (2)માતા
– જનની, મમ્મી
(3)કાળજી – સંભાળ, દરકાર
(4)નજર – દૃષ્ટિ, ધ્યાન
(5)ચિંતા – ફિકર
(6)નસીબ – ભાગ્ય, કિસ્મત
(7)સુગંધી - ખુશબૂ, સુવાસ
(8)ભીંત – દીવાલ
(9)ડાયરી - રોજનીશી, નોંધપોથી
(10)ફોટો – છબી, તસવીર
(11)શંકા – સંદેહ, વહેમ
(12)એકદમ – ઓચિંતું, એકાએ
(13)સહેજ – થોડું, અલ્પ
(14)મ્હેર – કૃપા, દયા
(15)વાત – રાહ, પ્રતિક્ષા
(16)સાટુ – માટે, વાસ્તે
(17)વોકડી – વાછરડી
(18)તાસક – રકાબી
(19)નેસ – ઝૂપડું
(20)હાવજ – સિંહ

[ 8 ]વિરુદ્ધાર્થી શબ્દો લખો :
(1)રૂપાળું
× કદરૂપું
(2)દુ:ખી × સુખી
(3)ભીનું
× સૂકું
(4)નારાજ × રાજી
(5)જાણ
× અજાણ
(6)સહેજ
× વધારે
(7)સ્વસ્થ × અસ્વસ્થ
(8) સ્થિર × અસ્થિર
(9)કાળજી × બેકાળજી
(10)સુગંધી × દુર્ગંધી
(11)નસીબ × કમનસીબ
(12)સ્વજન × પરજન
(13)આળસુ × મહેતુ
(14)હિંસક × અહિંસક
(15)ગુલામી × આઝાદી
(16)છેલ્લી × પહેલી
(17)જૂની × નવી
(18)ઊંડા × છીછરાં
(19)નજીક × દૂર
 (20)વ્યવસ્થા
× અવ્યવસ્થા
 (21)ભીનો
× સૂકો
(22)ઉત્તમ × કનિષ્ટ
(23)સગવડ × અગવડ
(24)હતાશા × આશા
(25)આવકારો × જાકારો

[ 9 ]શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:
(1)આનંદ માટે કરેલી મશ્કરી
– ટીખળ
(2)ઉમેરીને બિનજરૂરી વધુ પડતું બોલ્યા કરવું – દોઢડહાપણ
(3)ભૂલવાની ટેવવાળા – ભૂલકણા
(4)ધીમા પવનમાં ઝાડ-વેલનાં પાન ફરફરતાં થતો અવાજ – મર્મર
(5)નવાઈ પમાડે તેવું અજાયબ – વિચિત્ર
(6)વસ્તુઓ મૂકવાની ખાનાંવાળી બનાવટ – કબાટ
(7)રોજેરોજની માહિતી નોંધવાની ચોપડી – ડાયરી, રોજનીશી
(8)બેંક સાથેની લેવડદેવડની નોંધ માટે ખાતેદારને મળતી ચોપડી – પાસબુક
(9)ચીજવસ્તુ રાખવાનું નાનું પાકીટ – પાઉચ
(10)ત્રણ પાયાવાળી ઘોડી – ટિપોઈ
(11)ઈશ્વર આગળનો ન્યાયનો દિવસ – કયામત
(12) અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વાંકું કરવું – મચકોડવું
(13)જીવતાનો ઘાત કરીને મેળવવામાં ન આવ્યું હોય તેવું – અહિંસક
(14)રાજા અને એના રાજ્યને નુકસાન થાય એ પ્રકારની તન અને મનની – રાજદ્રોહ
પ્રવૃત્તિ
(15) પાણી સુકાઈ ગયું હોય તેવો મોટો વહેળો – વોંકળો
(16) નદી, તળાવ વગેરેમાંનો ઊંડો ખાડો – ધરો
(17) સત્તા પાસે દાદ મેળવવા, હથિયાર લઈ સરકાર કે લોકોને ધાડ પાડી – બહારવટિયા
હેરાન કરનાર માણસો
(18) ભરથર વગેરે લોકગીતો ગાનારાઓનું બે તારનું નાનું વાદ્ય – રાવણહથ્થો
(19) લોકપરંપરાથી ઊતરી આવેલું, કોઈ અજાણ્યા ગીતકારે રચીને લોકોમાં – લોકગીત
વહેતું મૂકેલું ગાન
(20) ભેંસોનું ધણ – ખાડું
(21) હજી ન વિયાણી હોય તેવી નાની ગાય કે ભેંસ – વોડકી
(22) 'હો' એવા સ્વીકારનો ઉદ્ગાર – હોંકારો

[10]રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યપ્રયોગ કરો :
(1)ઊથલપાથલ કરી નાખવું
– ઊંધુંચતું કરી નાંખવું, તળે-ઉપર કરી નાખવું
વાક્ય: કાર્ટૂન નેટવર્ક ૫૨ ટોમ એન્ડ જેરીની જેમ છોટુને પણ ઘરમાં ઊથલપાથલ કરવાનું મન થયું.

(2)તાકી રહેવું – એકીટશે જોઈ રહેવું
વાક્ય: પપ્પા મને ઘડીક તાકી રહ્યા પછી દાઢી ખંજવાળતાં બોલ્યા.

(3)ડૂબી રહેવું – ખોવાઈ જવું
વાક્ય: મમ્મીની યાદમાં ક્યાંય સુધી મીની ડૂબી રહી.

(4)વેન લેવું – જીદ કે હઠ કરવી
વાક્ય: મીની જ્યારે દાળ-ભાત ખાવાની વેન લેતી ત્યારે તેના પપ્પા મૂંઝાતા.

(5)છાતીએ વળગાડવું – ભેટવું
વાક્ય: વળી, પપ્પા મને છાતીએ વળગાડી બોલ્યા, ‘ને આપણને રડાવ્યા કરે.’

(6)પાનો ચઢાવવો – પ્રોત્સાહન આપવું
વાક્ય : રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધાં પોતપોતાના મિત્રોને પાનો ચઢાવે છે.

(7)જપ્ત કરવું – બળજબરીથી લેવું
વાક્ય : મગનભાઈએ ગાડી ખરીદવા બૅન્કમાંથી લોન લીધી. લોનના હપતા ન ભરતાં બૅન્કે તેમની ગાડી જપ્ત કરી.

(8)કાનમાં ગૂંજવું – મનમાં સંભળાવું
વાક્ય : હેત્વીએ એટલું સરસ ગીત ગાયું કે તેના શબ્દો અને ધૂન હજી મારા કાનમાં ગૂંજે છે.

(9)ખજાનો ખોલવો – મૂલ્યવાન ભંડાર ખોલવો
વાક્ય : મારાં દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે. રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખૂલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય.

(10)આંખમાં પાણી આવી જવું – આંસુ નીકળી આવવાં
વાક્ય : અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું.

[ 11 ]ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો.
[અ] (1)સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરે.
(2)જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે.
(3)ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે.
(4) કોઈ વિસ્તાર કે વ્યક્તિને કોઈ ખાસ પ્રકારનું ગીત આવડે છે કે કેમ તે શોધે.
(5)સાંભળેલી વાત પરથી વાર્તા બનાવે.
(6)કોઈ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે.

ઉત્તર:
(1)સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરે.
(2)કોઈ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે.
(3)કોઈ વિસ્તાર કે વ્યક્તિને કોઈ ખાસ પ્રકારનું ગીત આવડે છે કે કેમ તે શોધે.
(4)જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે.
(5)ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે.
(6)સાંભળેલી વાત પરથી વાર્તા બનાવે.

[બ]આ ઘટનાઓ પાઠમાં કયા ક્રમે બને છે?
(1)પહેલો લેખ પ્રગટ થયો.
(2)કલાપીના કાવ્ય ગાનાર ‘વિલાપી’
(3)શેઠની પ્રશંસા કરતી પ્રાસવાળી સાદી રચના લખી.
(4)લોકસાહિત્યકાર કહેવાયા.
(5)પહાડી પ્રકૃતિમાં ઉછેર.
(6)લોકકથાઓ, લોકગીતો એકઠાં કર્યાં.
(7)કાવ્ય રચવાં શરૂ કર્યાં.

ઉત્તર:
(1)પહાડી પ્રકૃતિમાં ઉછેર.
(2)શેઠની પ્રશંસા કરતી પ્રાસવાળી સાદી રચના લખી.
(3)કલાપીના કાવ્ય ગાનાર ‘વિલાપી’
(4)પહેલો લેખ પ્રગટ થયો.
(5)કાવ્ય રચવાં શરૂ કર્યાં.
(6)લોકકથાઓ, લોકગીતો એકઠાં કર્યાં.
(7)લોકસાહિત્યકાર કહેવાયા.

[12]નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
(1)આત્મજા, ટીખળ, વિચિત્ર, કારણ, વિસ્મય, અવાજ
ઉત્તર
: અવાજ, આત્મજા, કારણ, ટીખળ, વિચિત્ર, વિસ્મય

(2)બેચેની, નવાઈ, ધ્યેય, લહેર, આનંદ, હેતુ, શાંતિ
ઉત્તર
: આનંદ, ધ્યેય, નવાઈ, બેચેની, લહેર, શાંતિ, હેતુ

(3)જનની, જનક, જતન, જંપ, જાણકાર, જરાક, જંતર
ઉત્તર:
જતન, જનક, જનની, જરાક, જંતર, જંપ, જાણકાર