પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) જાનૈયાઓએ ગોદડાં-લૂંટ શા માટે ચલાવી?
ઉત્તર – જાનૈયાઓને દરબારગઢમાં ઉતારો આપ્યો હતો. કાતિલ ઠંડી હતી તેમ છતાં જાનમાં આવેલા પચાસ માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી ત્રીસ ગોદડી વેવાઈએ આપેલી. આટલી ગોદડીમાં પચાસ માણસને ક્યાંથી પૂરું થાય? આથી કાતિલ ઠંડીમાં ઠુંઠવાવું ન પડે એટલે જાનૈયાઓએ ગોદડાંની લૂંટ ચલાવી.
(2) વરરાજા સાથે આવેલા યુવાવર્ગે ઈચ્છાકાકાને હેરાન કરવાનું શા માટે નક્કી કર્યું?
ઉત્તર – ઈચ્છાકાકા વરના બાપ હોય એમ વરરાજા સાથે આવેલા યુવાવર્ગ પર રુઆબ કરતા હતા. ‘જેતલસરના જંકશન પર ચા મોંઘીદાટ હોય, વેવાઇને માંડવે જઈને ચા પીશું’ એમ કહીને આખી જાનને તેમણે ચા વિનાની રાખી. આથી રોષે ભરાયેલા યુવાવર્ગે ઈચ્છાકાકાને હેરાન કરવાનું નક્કી કર્યું.
(3) જાનમાં આવેલા યુવાનોની ધિંગામસ્તી અને ઠઠ્ઠામશ્કરી વર્ણવો.
ઉત્તર – જાનમાં આવેલા યુવાનોએ બબ્બે ગોદડાં બગલમાં દબાવીને ઉતારાના મનગમતા ખૂણામાં મૂકી દીધાં. કાતિલ ઠંડીમાં ઠુંઠવાવું ન પડે એ માટે તેમણે ગોદડાં-લૂંટ ચલાવી. તેમને જમવાનો લોભ નહોતો, પણ ગાદલાં-ગોદડાં સંભાળવાની ચિંતા હતી. આથી ખાધું ન ખાધું કરીને સીધા ઉતારે આવીને તે પોતપોતાના ડબલ ગોદડાં ઓઢીને સૂઈ ગયા અને નાક ઘરડઘરડ બોલાવા લાગ્યા. ઈચ્છાકાકા રાતના ત્રણના ટકોરે આવ્યા ત્યારે તેમના માટે સુવાની જગ્યા રહી નહોતી અને એક પણ ગોદડું રાખ્યું નહોતું. ઈચ્છાકાકા ઠંડીમાં કેવા હેરાન થાય છે એ જોવા તેઓ ઊંઘ્યા જ નહિ. ગોદડાંમાં મોં સંતાડીને તેઓ મૂછમાં હસતા હતા.
(4) ઈચ્છાકાકાની હેકડી ક્યારે બેસી ગઈ?
ઉત્તર – ઈચ્છાકાકાને ઠંડીમાં હૂંફ ન મળે એ માટે યુવાનોએ એક પણ ગોદડું રાખ્યું નહોતું. આથી ઈચ્છાકાકાએ એક તુક્કો અજમાવ્યો. એમણે પોતાની બાજુમાં સૂતેલા એક જણના વાંસા ઉપરનું પહેરણ ઊંચું કરીને ત્યાં પોતાની જીભ ફેરવી. પેલાને એમ લાગ્યું કે વાંસામાં કૂતરું કરડી ગયું છે. ઈચ્છાકાકાને હેડકી ઊપડી હોય એમ તેઓ હ...ક હ...ક....ક....ક... કરવા લાગ્યા. આથી ગભરાઇને એ બહાર નીકળી ગયો. ઈચ્છાકાકાની હેડકીનો અવાજ સાંભળી બીજો યુવાન પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો. એક અનુભવીએ યુવાનોને કહ્યું કે હડકવા ઊપડેલા દરદીને માથે ગોદડાં નાખી દઈએ તો એના ભારથી દરદી ઊભો ન થઈ શકે અને બીજા કોઈને કરડે નહિ. આથી સૌએ પોતપોતાનાં ગોદડાં ઈચ્છાકાકાને ઓઢાડી દીધાં. એનાથી ઈચ્છાકાકાને હૂંફ મળી એટલે તેમની હેડકી બેસી ગઈ.
- GRAMMAR
- STD 3
- _ENV
- _HINDI
- _GUJARATI
- STD 4
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 5
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 6
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- STD 7
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCI.
- STD 8
- _GUJARATI
- _SANSKRIT
- _SOCIAL SCI.
- _ENGLISH
- _SCIENCE
- _HINDI
- STD 9
- _GUJARATI
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- _ENGLISH
- _HINDI
- _SANSKRIT
- STD 10
- _SCIENCE
- _SOCIAL SCI.
- _ENGLISH
- _GUJARATI
- _SANSKRIT
- STD 11
- _GUJARATI
- _ENGLISH
- _ACCOUNT
- _STATISTICS
- _ECONOMICS
- _BA
- STD 12
- _ECONOMICS
0 Comments