પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
(1) કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે?
ઉત્તર –
કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે. અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે. ઘર, નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં જે કઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવી જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે.

(2) કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે?
ઉત્તર –
કવિ નીચે જણાવેલ વાતની શરૂઆત કરવાનું કહે છે:
1-જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ.
2-દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ.
3-બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ.
4-જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર
બનાવવાની શરૂઆત કરીએ.
5-જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનાર પેઢીને
ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નનો બે વાક્યોમાં ઉત્તર લખો.

(1) દુઃખો વિશે કવિ શું કહે છે?

ઉત્તર – કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું હારી જવું? આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.

(1) કવિ શું મહેકતું કરવાનું કહે છે?

ઉત્તર – કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે.

(2) કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે?

ઉત્તર – કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવીજ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે.

(3) કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે?

ઉત્તર – કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે.

(4) કવિ આવનારી કાલને શું આપવા માંગે છે?

ઉત્તર – કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે.

(5) કવિ કાવ્ય માં શેની વાત કરવાનું કહે છે?
ઉત્તર - 
આ કાવ્યમાં કવિ આવનારી નવી ખુશી ની નવી શરૂઆત કરવાનું કહે છે.

(6) કવિ કોનાથી હારવાની ના પાડે છે?
ઉત્તર - 
કવિ દુઃખોથી હારવાની ના પાડે છે.

(7) દુઃખો વિશે કવિ શું કહે છે?
ઉત્તર -
 કવિ દુઃખો વિશે કહે છે કે શું દર વખતે દુઃખ આવી પડે તો આપણે તેનાથી હારી જવાનું? આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ.

પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) ‘શરૂઆત કરીએ’ કાવ્યમાં કવિ કહે છે કે ..........

ઉત્તર – આવતી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ.

(2) કવિ કોને હરાવવાની વાત કરે છે?

ઉત્તર – દુઃખોને

(3) કવિ ઘર, નગર અને સમગ્ર જગતને કેવું કરવાની વાત કરે છે? 

ઉત્તર – રળિયાત

(4) પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે?

ઉત્તર – બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર.

(5) જે મળ્યું છે એને કવિ શું કરવા ઈચ્છે છે?

ઉત્તર – સૌથી સવાયું કરવા

(6) ‘શરૂઆત કરીએ’ કાવ્યનું સ્વરૂપ કયું છે?

ઉત્તર – ગઝલ  

(7) પ્રસ્તુત ગઝલ કયા કાવ્યસંગ્રહ માંથી લેવામાં આવી છે?
ઉત્તર - જીવવાનો રિયાઝ    

(8) કવિ કોની માત કરવાનું છે?
ઉત્તર - દુઃખને 

પ્રશ્ન 5. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

(1) આવનારી સૌ ............ ની વાત કરીએ.

ઉત્તર – ખુશી

(2) .............., અંદરથીય એવી જાત કરીએ.

ઉત્તર – દોસ્ત

પ્રશ્ન 6. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં ટે જણાવો.
(1) હર વખત શું માત થઈ જવું દુશ્મનોથી?
ઉત્તર –
ખોટું

(2) આવનારી કાલને સોગાત કરીએ.
ઉત્તર
– ખરું

પ્રશ્ન 6. નીચેની પંક્તિઓ સમજાવો.
(1) હર વખત શું માત થઈ જાવું દુઃખોથી?
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.
અથવા
હર વખતે શું માત થઈ જવું દુઃખોથી?’- આ પંક્તિના ઉત્તરમાં કવિ શું કહે છે?
ઉત્તર -
જીવનમાં અનેક વાર દુઃખો આવે છે તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી. હિંમતથી એનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ.

(2) બ્હારથી દેખાય જેવી સ્વચ્છ-સુંદર,
દોસ્ત,અંદરથીય એવી જાત કરીએ.
ઉત્તર
- માણસ ભલેને એના શારીરિક રૂપ-રંગ અને દેખાવથી સુંદર લાગતો હોય, પણ તેને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને પણ ગુણોરૂપી સૌંદર્યથી સુંદર બનાવવાની વાત કરે છે. એનાથી માણસ આંતર-બાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે.

પ્રશ્ન 7. કાવ્યમાં આવતા વાત, શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો.
ઉત્તર
– (1) માત (2) જાત (3) રળિયાત (4) સોગાત

પ્રશ્ન 8. નીચે એક પંક્તિ આપી છે તેના આધારે બીજી નવી પંક્તિની રચના કરો.
રોજ સવારે ફરવા જઈએ,

રોજ ઈશ્વરને પ્રાર્થના કરીએ,
રોજ નિયમિત લેસન કરીએ,
રોજ કસરત કરીએ.

પ્રશ્ન 9. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો:
(1) આવનારી સૌ........દુઃખોને માત કરીએ.
ઉત્તર:
 આવનારી સૌ ખુશીની વાત કરીએ
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ
હર વખત શું વાત થઇ જવું દુઃખોથી?
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

(2) હોઈએ ત્યાં .......... સોગાત કરીએ.
ઉત્તર: 
હોઈએ ત્યાં મહેકતું કરી એ બધુંયે,
ઘર નગર આખું જગત રળિયાત કરીએ.
જે મળ્યું એને કરી સૌથી સવાયુ,
આવનારી કાલને સોગાત કરીએ. 

                                                                    * વ્યાકરણ *

પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.

(1) ખુશી
= આનંદ
(2) શરૂઆત = આરંભ
(3) દુઃખ = આપત્તિ
(4) મ્હેકતું = સુવાસિત, મધમધતું
(5) દોસ્ત = મિત્ર
(6) સવાયું = ચડિયાતું
(7) માત = પરાજિત
(8) રળિયાત = સુંદર
(9) સોગાત = ભેટ 

પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
(1) ખુશી
* નાખુશી
(2) શરૂઆત * અંત
(3) દુઃખ * સુખ
(4) સ્વચ્છ * મેલું
(5) અંદર * બહાર
(6) કાજ * આજ

પ્રશ્ન 3. નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો.
(1) રળિયાત
= સુંદર
વાક્ય : પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત બનાવે છે.
(2) સોગાત = ભેટ
વાક્ય : પ્રિયાને એના જન્મદિવસ પર ઘણી સોગાત મળી.
(3) માત = હારેલું
વાક્ય : વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય.

પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
(1) સુંદર, સૌ, સવાયું, સોગાત, શરૂઆત, સ્વચ્છ 

ઉત્તર – શરૂઆત, સવાયું, સુંદર, સોગાત, સૌ, સ્વચ્છ