પ્રશ્ન 1. નિચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.

(1) અંજન કેવી વ્યથા અનુભવે છે?
ઉત્તર
– અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતાં સતત ટોકતા રહે છે અને વઢે છે. તે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટા જેવાં રમવાનાં સાધનો લઈ લે છે. આથી તેનો આનંદ મરી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે. અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે તેને તાવ આવ્યો. એની મા માને છે કે એના બાપુ તેને ખીજાયા ન હોત તો તે માંદો ના પડત, તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે, પણ અંજન માને કે બહેનને દોષિત ગણતો નથી. એ તો પોતાના નસીબનો જ વાંક કાઢે છે.

(2) શું નિખિલરાયનું અંજન પ્રત્યેનું વર્તન યોગ્ય છે? – પાઠના આધારે લખો.
ઉત્તર
– નિખિલરાય હંમેશાં અંજનને ટોકતા રહે છે. તેઓ એને એની મનગમતી પ્રવૃત્તિ કરવા દેતા નથી. તેઓ એની કુતૂહલવૃત્તિને દબાવી દે છે. અંજનનાં આંગળાં અને કપડાં પર શાહીના ડાઘ જોઇને નિખિલરાય અંજનને થપ્પડ લગાવી દે છે અને કહે છે, ‘કેમ? કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું?’ આથી ડરને લીધે તેને તાવ આવી જાય છે. પિતા તેને રમવા દેતા નથી. તેની પાસેથી તેનાં રમકડા લઈ લે છે. તેની માને પણ અપમાનિત કરે છે. અંજન કેવળ ભણે અને બીજું કાંઈ જ ન કરે એવું તેઓ ઈચ્છે છે. બાળક સાથે આવું વર્તન કરવાથી બાળકનો વિકાસ રૂંધાઈ જાય છે. એ હંમેશા ભયભીત રહે છે. આમ, નિખિલરાયનું અંજન પ્રત્યેનું વર્તન બિલકુલ યોગ્ય નથી.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો.
(1) અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે?
ઉત્તર
– ‘લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રંગ થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે........’ અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે. આ બધું યાદ રાખવાની મહેનત કરે છે, પણ એમાં એ ફાવતો નથી.

(2) અંજન કઈ વાતથી હેરાન થઈ જાય છે?
ઉત્તર
– અંજન કોઈ પણ વિષયને ગોખીને યાદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ ફાવતો નથી. એક વિષય પાકો કરે છે ત્યાં બીજું મગજમાંથી નીકળી જાય છે. તેને ગોખણીયા ભણતર પર ચીડ ચડે છે. દરેક વિષય ગોખવામાં એટલો બધો સમય વીતી જાય છે કે રમવા માટે સમય જ મળતો નથી. આથી તે હેરાન થઈ જાય છે.

(3) નિખિલરાય અંજનને વાંચવા માટે શી ચેતવણી આપે છે? શા માટે?
ઉત્તર
– અંજનને બે રંગોની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નહિ તેની ખાતરી કરવી હતી. નિખિલરાયને તેની આ પ્રવૃત્તિ પસંદ નહોતી. તેઓ માને છે કે આ તો રંગારાનું કામ છે. આથી તેઓ અંજનને વાંચવા બેસાડે છે અને ચેતવણી આપે છે કે દસ વાગ્યા પહેલાં તેણે ખુરશીમાંથી ઊઠવું નહી. જો એ આઘોપાછો થશે તો તેઓ તેના પગ કાપી નાખશે.

(4) અંજનના શિક્ષકે નિખિલરાયને અંજન વિશે ફરિયાદ કરી હતી?
ઉત્તર
– અંજનના શિક્ષકે નિખિલરાયને અંજન વિષે ફરિયાદ કરી હતી કે અંજન પહેલા નંબરનો ઠોઠ છે. તેનું મન ભીંતોમાં ભમતું હોય છે. તે ફાવે ત્યારે ઊંઘી જાય છે અને ઊંઘતો ન હોય ત્યારે દરેક બાંકડા પર પોતાનું નામ લખીને બાંકડા બગાડે છે.

(5) નિખિલરાયે અંજન પ્રત્યે કડક વલણ અપનાવવાનું શા માટે નક્કી કર્યું?
ઉત્તર
– અંજનનું ભણવામાં કે વાંચવામાં ધ્યાન નહોતું. શાળાના શિક્ષકની પણ ફરિયાદ હતી કે અંજન ભણવામાં પહેલા નંબરનો ઠોઠ છે. તે કોઈ ને કોઈ અડપલાં કરતો રહે છે. નિખિલરાય માને છે કે અંજનની બહેન કિન્નરી અને મા તેનું ઉપરાણું લઈને તેને બગાડે છે. આથી નિખિલરાયે અંજન પ્રત્યે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું.

(6) નિખિલરાયે ભણવા બાબતે અંજનને કડક શબ્દોમાં શું કહ્યું?
ઉત્તર
- નિખિલરાયે ભણવા બાબતે અંજનને કડક શબ્દોમાં શું કહ્યું કે જો તેને તોફાન કરવાં હોય તો તે તેના મોસાળ પાછો ચાલ્યો જાય. અહીં રહેવું હોય તો ભણવામાં ધ્યાન આપવું પડશે. જો તે મસ્તી કરશે તો મારા હાથનો માર ખાવો પડશે. આટલું કહીને નિખિલરાયે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટા વગેરે રમવાનાં સાધનો લઈ લીધાં અને સાઈકલ પર બેસવાની પણ મનાઈ કરી દીધી.

(7) ભણતર અંગેના ભાસ્કરરાયના વિચારો જણાવો.
ઉત્તર
- ભણતર અંગે ભાસ્કરરાયના વિચારો આ પ્રમાણે છે : પાઠ્યપુસ્તકો કેવળ મોઢે કરવાથી કોઈની ગરીબાઈ દૂર થતી નથી. ગોખણપટ્ટી કરીને પાસ થનારા કેટલાય લોકો ગામમાં રખડતા ફરે છે. રાજા રામ એના વર્ગમાં હંમેશા પહેલા પાંચની અંદર રહેતો હતો, પણ એ માંડ પાંત્રીસ રૂપરડીની નોકરી કરે છે! અને પેલો છેલ્લે બાંકડે પડી રહેતો રામલાલ લોખંડના ધંધામાં કેટલું કમાયો! એમાંથી તેણે બંગલો બંધાવ્યો છે.

(8) અંજન વિશે ભાસ્કરરાયનો શો અભિપ્રાય હતો?
ઉત્તર
– અંજન વિશે ભાસ્કરરાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે એટલે એને રૂંધી ન નખાય, એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ. જ્યાં એનું વ્યક્તિત્વ હણાઈ નહિ, પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકાર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યોમાં લખો.
(1) નિખિલરાયને અંજનની કેવી પ્રવૃતિઓ ગમતી નથી?
ઉત્તર
– અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજે દિવસે બાટલી તોડે છે. આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યાં અને આખા ઘરમાં ડાઘા પાડ્યા. નિખિલરાયને અંજનની આ બધી પ્રવૃતિઓ ગમતી નથી.

(2) કંકાસથી કંટાળી ગયેલો અંજન શું વિચારે છે?
ઉત્તર
– કંકાસથી કંટાળી ગયેલો અંજન વિચારે છે કે તે હસતો નથી એટલે મા રડ્યા કરે છે! તે બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે! પણ ટે શું કરે? તેનો આનંદ મરી ગયો છે! જાણે ચેતન જ જતું રહ્યું!

(3) શું સંભાળીને અંજનનો ચહેરો ઊતરી જાય છે? શા માટે?
ઉત્તર
– ‘ભાસ્કરકાકા એમની પેટીમાં એટલાં રમકડાં લઈને આવ્યા છે કે રાત-દિવસ રમ્યા જ કરીએ!’ કિન્નરીના આ શબ્દો સંભાળીને અંજનનો ચહેરો ઊતરી જાય છે; કારણ કે તેના બાપુએ તેને રમવાની મનાઈ કરી છે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) અંજનની શાહીનો ખડિયો કેવી રીતે ઢોળાય ગયો?
ઉત્તર
– ટેબલ પર હાથ અડકતાં અંજનથી લાલ શાહીનો ખડિયો ઢોળાઈ ગયો.

(2) વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતાં શું થાય છે?
ઉત્તર
- વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતાં અંજનનાં હાથ અને કપડાં ખરાબ થઈ જાય છે.

(3) નિખિલરાયનો મિજાજ ક્યારે બગડે છે?
ઉત્તર
– અંજનનાં આંગળાં અને કપડાં પર ડાઘ જોઇને નિખિલરાયનો મિજાજ બગડે છે.

(4) અંજન કિન્નરી પર ખિજાયા પછી કઈ લાગણી અનુભવે છે?
ઉત્તર
- અંજન કિન્નરી પર ખિજાયા પછી બહેનને દુભાવ્યાની લાગણી અનુભવે છે.

(5) અંજનને કઈ વાતની ખાતરી કરવી હતી?
ઉત્તર
– અંજનને લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ તો જાંબુડો રંગ થાય કે નહિ તેની ખાતરી કરવી હતી.

(6) અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ કાઢીને નિખિલરાયને સોંપે છે?
ઉત્તર
- અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા, ભમરડો અને જાળ કાઢીને નિખિલરાયને સોંપે છે.

(7) અંજનની માંદગી વિશે તેની મા શું માનતી હતી?
ઉત્તર
- અંજનની માંદગી વિશે તેની મા શું માનતી હતી કે અંજનને તેના પિતા બહુ વઢ્યા એટલે અંજન માંદો પડ્યો હતો.

(8) અંજન માંદો પડ્યો એમાં કિન્નરીને પોતાનો વાંક કેમ લાગે છે?
ઉત્તર
- અંજન માંદો પડ્યો એમાં કિન્નરીને પોતાનો વાંક કેમ લાગે છે; કારણ કે કિન્નરીએ અંજનને પજવ્યો ન હોત તો તેના બાપુને કંઈ ખબર પડત નહિ અને તે અંજનને લડત નહિ.

(9) અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે?
ઉત્તર
- અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે.

(10) અંજન આનંદમાં આવી કિન્નરીને કેમ બાઝી પડે છે?
ઉત્તર
– ભાસ્કરરાય નિખિલરાયને કહેવાના છે કે તેઓ અંજનને અને કિન્નરીને વઢે નહિ, પણ રમવા દે. કિન્નરીના આ શબ્દો સાંભળી અંજન આનંદમાં આવી જાય છે અને તે કિન્નરીને બાઝી પડે છે.

(11) અંજનને કોલસામાંથી શું શોધવું હતું?
ઉત્તર
- અંજનને કોલસામાંથી સાકર શોધવી હતી.

પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) પીળા રંગમાં લાલ રંગ મેળવીએ તો કયો રંગ બને?
ઉત્તર
– જાંબુડો

(2) બ્લોટિંગ પેપર વડે ડાઘ સાફ કરવા જતાં અંજનના ક્યા અવયવ ખરડાઈ છે?
ઉત્તર
– આંગળાં

(3) વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતાં શું ખરડાઈ છે?
ઉત્તર
– હાથ અને કપડાં

(4) નિખિલરાય અંજન પર પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે?
ઉત્તર
– થપ્પડ મારીને

(5) અંજનને તાવ આવવાનું કારણ ભાસ્કરરાય શું માને છે?
ઉત્તર
– પિતાની બીક

(6) ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા ?
ઉત્તર
– રમકડાં

(7) અંજન શેમાંથી સાકર શોધતો હતો?
ઉત્તર
– કોલસામાંથી

પ્રશ્ન 6. ખાલી જગ્યા પૂરો.
(1) અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતાં ............. રંગ બન્યો.
ઉત્તર
– જાંબુડો

(2) કિન્નરી અંજનને ............. એ પુછવા આવી હતી.
ઉત્તર
– સત્તર સત્તા કેટલા

(3) અંજન ..............ને મદદ કરવાનું કિન્નરીને કહે છે.
ઉત્તર
– મા

(4) ભાસ્કરકાકા બાળકો માટે ............... લાવ્યા હતા.
ઉત્તર
– રમકડાં

(5) અંજન કોલસામાંથી ............... શોધવા પ્રયત્ન કરે છે.
ઉત્તર
– સાકર

પ્રશ્ન 7. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) હું તે ગણિત ગોખું કે ગુજરાતી ગોખું?
ઉત્તર
– ખોટું

(2) તે તદ્દન રઢિયાળ છોકરો થઈ ગયો છે!
ઉત્તર
– ખરું

(3) અંજન પૈડું અને સળિયા, ભમરડો અને જાળ નિખિલરાયને સોંપે છે.
ઉત્તર
– ખરું

(4) બાળકોનાં ભવિષ્ય એમનાં દાદા-દાદી જ રગદોળે છે.
ઉત્તર
– ખોટું

(5) દાકતરસાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો.
ઉત્તર
– ખરું

(6) ભાસ્કરરાય એમની પેટીમાં નવાં કપડાં લાવ્યાં છે!
ઉત્તર
– ખોટું

(7) અંજનનું જીવન જ્યાં હણાય નહિ, પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો.
ઉત્તર
– ખરું

પ્રશ્ન 8. આ વાક્ય ક્યા પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો.

(1) પણ ભાઈ, દવા પીધા વિના તે કાંઈ ચાલે?
ઉત્તર
– અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે, પણ અંજન દવા પીવાની ના પાડે છે. તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે અંધારા આવે છે. આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે.

(2) બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રાગદોળે છે.
ઉત્તર
– નિખિલરાયને અંજનની ફરિયાદ અને નકામી પ્રવૃતિઓથી ગુસ્સો આવે છે. તેઓ અંજનને ધમકાવે છે. એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને મા બોલાવે છે ત્યારે નિખિલરાય અંજનને ઉપરનું વાક્ય કહે છે.

(3) પણ પીળા રંગનું શું થશે?
ઉત્તર
– લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહિ એની ખાતરી કરવા અંજને બ્લોટિંગના લાલ ડાઘામાં વાદળી શાહી ભેળવી. એનાથી જાંબુડો રંગ થયો. તે વખતે તેને વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે?

પ્રશ્ન 9. નીચે આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તાલેખન કરો.
(1) શીર્ષક : સંપ ત્યાં જંપ
ઉત્તર
– એક હાથી હતો. પહાડ જેવો તગડો હતો. એને પીપળાનાં પાન બહુ ભાવે. એક દિવસ એ પીપળાના ઝાડ પાસે આવ્યો ત્યારે એક ડાળ પર મકોડાની હાર પસાર થતી હતી. હાથીભાઈ તો મોટાં અને કુણા પાન ખાવામાં મશગૂલ થઈ ગયા. મકોડાઓએ તેમને વિનંતી કરી, “હાથીભાઈ, બે ઘડી ઊભા રહો. અમે ડાળ પરથી ઊતરી જઈએ પછી તમે આરામથી પાન ખાજો.” પણ હાથીભાઈએ ગર્વથી કહ્યું, “ તમે મને રોકનાર કોણ?” એમ કહીને હાથીએ સૂંઢની ડાળી તોડી નાખી. મકોડાઓ હાથીથી બચવા ઝાડ પરથી ભૂસકા મારવા માંડ્યા. એમાં કેટલાંક બચ્ચાં હતાં. કેટલાક ઘરડા હતા. હાથીએ તો કોઈની પરવા કરી નહિ. હાથીએ તો મોટી ડાળ પર સૂંઢ વીંટીને જરાક જોર કર્યું ત્યાં કડક કરતી ડાળ તૂટી. મકોડાઓ ભાગંભાગ કરી ભૂસકા માર્યા. એમાં કેટલાકને વાગ્યું, કેટલાક અથડાયા. કેટલાક પછડાયા. કેટલાક તો મરી ગયા. હાથી તો પેટ ભરીને પાન ખાધાં પછી ડોલતો-ડોલતો ચાલવા લાગ્યો.
મકોડાઓએ હાથીભાઇને બરાબર પાઠ ભણાવવાનો વિચાર કર્યો. હાથીભાઈ પીપળાનાં પાન ખાઇને તલાવડીમાં પેઠા અને પાણીમાં છબછબિયાં કરવા માંડ્યા. હાથીભાઈ તો ગેલમાં આવી ગયા. પાણી પીને હાથી તલાવડીમાંથી બહાર નીકળીને જાંબુના એક ઝાડ નીચે છાંયમાં સૂઈ ગયા. હાથી ઘસઘસાટ ઊંઘતો હતો. એવામાં એક, બે, દસ, સો, હજાર જેટલા મકોડાઓ ગાતાં-ગાતાં આવ્યા અને “ હાથીડા રે હાથીડા ,
“વેર લેવા આવ્યા છીએ;
ચટકા ચટકા લાવ્યા છીએ.....”
એમ ગાતાં-ગાતાં થોડીવારમાં મકોડાઓ આવીને હાથીના શરીરના જુદા જુદા ભાગો પર ગોઠવાઈ ગયા. એક, દો, તીન એમ અવાજ કરતાં જ મકોડાઓ તે હાથીને ડંખ મારવા લાગ્યા. હાથી જાગી ગયો. હાથી કૂદતો જાય, પૂંછડી ઉલાળતો જાય, કાન ફફડાવતો જાય અને ઉંહકારા કરતો જાય, પણ મકોડા સાંભળે જ નહિ. તેઓ તો ડંખ ઉપર ડંખ અને ચટકા ચટકા મારતા જ જાય.
હાથીભાઈએ મકોડાઓની માફી માગી. હવે કદી આવી ભૂલ નહિ કરું એની ખાતરી આપી ત્યારે બધા મકોડાઓ હાથીભાઈના શરીર પરથી ઊતર્યા. હાથી તલાવડી તરફ દોડ્યો, પણ હાથીએ તલાવડીમાં માછલીઓને પણ પરેશાન કરી હતી એટલે બધી માછલીઓ તેના કાનમાં ગલીપચી કરવા લાગી. હાથી તો કૂદાકૂદ કરે, પણ માછલીઓ હાથીને છોડે નહિ. હાથીએ માછલીઓની પણ માફી માગી ત્યારે માછલીઓ આઘીપાછી થઈ ગઈ.
આમ, મકોડાઓએ અને માછલીઓએ સંપથી હાથીને બરાબર પાઠ ભણાવ્યો.

પ્રશ્ન 10. તમે વાંચેલાં પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો.
ઉત્તર
– મેં વાંચેલાં પુસ્તકો પૈકી મને તારક મહેતાનું ‘દુનિયાને ઊંધા ચશ્માં’ પુસ્તક ગમ્યું, કારણ એમાં દરેક પ્રસંગમાંથી સતત હાસ્ય પેદા થાય છે. એ વાંચીને મારું મન હળવું ફૂલ થઈ જાય છે.

પ્રશ્ન 11. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો.
1. ‘સાકરનો શોધનારો' પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તર :
 'સાકરનો શોધનારો' પાઠના લેખકનું નામ યશવંત પંડ્યા છે.

2. આ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
ઉત્તર :
 'સાકરનો શોખનારો' પાઠનો સાહિત્ય પ્રકાર એકાંડી છે.

3. એકાંકી નાટક એટલે ...
(A) બે એ કવાળું નાટક
(B) એક અંકવાળું નાટક    ✓
(C) ત્રણ અંકવાળું નાટક
(D) ચાર અંકવાળું નાટક

4. ‘સાકરનો શોધનારો' એકાં કી ત્રણ દશ્યોમાં વહેંચાયેલું છે. (✓ કે X )
ઉત્તર : 


5. અંજનના અભ્યાસખંડના હાલનું વિસ્તૃત વર્ણન કરો.
ઉત્તર : અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. ખુરશીમાં, જાજમ ઉપર, જોડા સાથે, જ્યાં ને ત્યાં ચોપડીઓને નોટબુકો રખડતી પડી છે, ટેબલ ઉપર મોજું છે, મેલાં અને ધોયેલાં કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. એક - બે કીતાબ, બે - ત્રણ પેન્સિલ, રબર વગેરે છૂટાંછવાયાં ૨ખડે છે. 

6. અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે ?
ઉત્તર :
 લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જ ભૂરો થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે... અંજન આવી રીતે રંગ મેળવવાની મથામણ કરે છે પણ કંઈ યાદ રાખવામાં ફાવતું નથી.

7. અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતાં ...... રંગ મળ્યો.
ઉત્તર : 
 જાંબુડો

8. અંજન કઈ બાબત પર માસ્તર પર ચિડાય છે ?
ઉત્તર :
 રંગ મેળવણીની મથામણ કરતાં અંજન કઈ યાદ ન રહેતાં માસ્તર પર ચિડાય છે કે માસ્તર આમ ગોખવ્યા કરે એ ખોટું. યાદ તે કેટલું રહે? હું ગણિત ગોખું કે ઇતિહાસ, કડકડાટ કરું ને પાછું ભૂલી જવાય. આમ હેરાન થવાનું . 

9. ‘આવું ભણતર તે કોણે કર્યું હશે ?' આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
 આ વાક્ય અંજન બોલે છે .

10. અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો ? 
ઉત્તર : ખુરશીમાં બેસતી વખતે ટેબલ પર હાથ અડકતાં અંજનથી શાહીનો ખડિયો ઢોળાય છે .

11. અંજન શેના વડે ડાઘા સાફ કરે છે ?
(A) બ્લોટિંગ    

(B) પેપર
(C) રૂમાલ
(D) કાપડ

12. ડાઘા સાફ કરવા જતાં અંજનનાં આંગળાં ખરડાય છે. ( ✓ કે X )
ઉત્તર :
 ✓

13. જંબુડો રંગ મેળવવા અંજન ક્યો ઉપાય વિચારે છે ? 
ઉત્તર : જાંબુડો રંગ મેળવવા અંજન ટેબલ પર ઢોળાયેલ લાલ શાહી પર વાદળી શાહીનો ખડિયો બ્લૉટિંગ પર ઊંધો વાળીને જે જોવામાં આવે તો આ ક્યારેય નહીં ભુલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. આમ, જાંબુડો રંગ મેળવવા અંજનઆ ઉપાય વિચારે છે.

14 . રંગ મેળવણીમાં અંજનના હાથની સાથે.............પણ સારી પેઠે ખરડાય છે.
ઉત્તર :
 કપડાં

15. આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો. – “ પણ પીળા રંગનું શું થશે ? ”
ઉત્તર :
 લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહિ એની ખાતરી કરવા અંજને બ્લોટિંગ લાલ ડાઘમાં વાદળી શાહી ભેળવી. એનાથી જાંબુડો રંગ થયો. તે વખતે તેને વિચાર આવ્યો : “પીળા રંગનું શું થશે ?"

16. કિન્નરી અંજનને ......... કેટલા પૂછવા આવી હતી .
ઉત્તર :  
સત્તર સત્તા

17. અંજન કિન્નરીથી શું સંતાડે છે ?
ઉત્તર :
 અંજન કિન્નરીથી ડાઘા સંતાડતો હતો.

18. 'તું તો હમણાં કૂદકો મારતો હતો.' આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે ? તે જણાવો.
ઉત્તર : 
આ વાક્ય કિન્નરી બોલે છે અને અંજનને કહે છે. 

19. અંજન કિન્નરી પર શા માટે ખિજાયો ?
ઉત્તર : અંજન કિન્નરી ને હું વાંચું છું તું જા એવું કહે છે, ત્યારે કિન્નરી કહે છે કે હમણાં તો તું કૂદકા મારતો હતો. આ સાંભળી અંજન કિન્નરીને રૂમમાંથી બહાર કાઢવા ખિજાય છે, અને કહે છે કે હું કુદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું.

20. અંજન કિન્નરી પર ખિજાયા પછી કઈ લાગણી અનુભવે છે ?
ઉત્તર : 
અંજન કિન્નરી પર ખિજાયા પછી બહેનને દુભવ્યાની લાગણી અનુભવે છે.

21. અંજનની હાલત જોઈ કિન્નરી કોને બોલાવાની વાત કરે છે ? કેમ ?
ઉત્તર :
 અંજની હાલત જોઈ કિન્નરી તેમના બાપુને બોલાવવાની વાત કરે છે, કારણકે અંજની રંગ મેળવણી કરતા તેના કપડા અને આંગળા પણ સારી રીતે ખરડાય છે તે બતાવવા માટે બોલાવાનું કહે છે.

22. અંજન કિન્નરીના ‘સત્તર સત્તા કેટલા સો થાય' નો શો જવાબ આપે છે ?

(A) બાણું સો
(B) ઓગણીસું સો     
(C) અઢાર સો
(D) પંદર સો

23. “ કેમ રે ? - શાના ધમપછાડા ચલાવ્યા છે ? ” આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે ?
ઉત્તર :
 નિખિલરાય અંજન અને કિન્નરીને કહે છે.

24. અંજન અને કિન્નરીના પિતાનું નામ જણાવો.
ઉત્તર :
 અંજન અને કિન્નરીના પિતાનું નામ નિખિલરાય છે. 

25. અંજનના હાથ અને કપડાં વિશે નિખિલરાયને કોણ જણાવે છે ?
ઉત્તર : 
અંજનના હાથ અને કપડાં વિશે નિખિલરાયને કિન્નરી જણાવે છે.

26. નિખિલરાયનો મિજાજ કેમ બગડે છે ? 
ઉત્તર : અંજને આંગળાં અને કપડાંનો ડાધ સંતાડવાની મહેનત લીધી પણ તે નકામી જાય છે. ડાધ જોતાં જ નિખિલરાયનો મિજાજ બગડે છે.

27. અંજનની કઈ પ્રવૃત્તિ તેના પિતાને ગમતી નથી ?
ઉત્તર :
 અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે, તો બીજે દિવસે બાટલી તોડે છે. આજે શાહી ઢોળી અને કપડા બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પડ્યા નિખિલરાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી.

28. અંજન કેમ ઢીલોઢસ થઈ જાય છે ?
ઉત્તર : 
નિખિલરાયને ગુસ્સો ઊભરાતાં તે અંજનને થપ્પડ ચોડી દે છે. આથી અંજન ઢીલોઢસ થઈ જાય છે.

29. હું લાલ શાહીમાં ...... ભેળવવા ગયો.
ઉત્તર : 
વાદળી

30. અંજનને વાંચવા માટે નિખિલરાય કઈ ચેતવણી આપે છે ? શા માટે ?
ઉત્તર : 
અંજનને બે રંગોની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નહિ તેની ખાતરી કરવી હતી. નિખિલરાયને તેની આ પ્રવૃત્તિ પસંદ નહોતી. તેઓ માને છે કે આ તો રંગારાનું કામ છે. આથી તેઓ અંજનને વાંચવા બેસાડે છે અને ચેતવણી આપે છે કે દસ વાગ્યા પહેલાં તેણે ખુરશીમાંથી ઊઠવું નહીં. જો એ આઘોપાછો થશે તો તેઓ તેના પગ કાપી નાખશે.

31. "બાપુ, મા કહે છે કે તમે અંજુને મારશો મા.” આ વાક્ય કોણ બોલે છે ? કોને કહે છે ?
ઉત્તર :
 આ વાક્ય કિન્નરી બોલે છે અને તેના પિતાજીને કહે છે.

32. નિખિલરાયના મતે અંજનને કોણે બગાડ્યો છે ? 
ઉત્તર : નિખિલરાયના મતે અંજનને તેની માતાએ જ બગાડ્યો છે.

33. નિખિલરાયને અંજનના શિક્ષકે કઈ ફરિયાદ કરી હતી ? 
ઉત્તર : અંજનના શિક્ષકે નિખિલરાયને અંજન વિશે ફરિયાદ કરી હતી કે અંજન પહેલા નંબરનો ઠોઠ છે. તેનું મન ભીંતોમાં ભમતું હોય છે. તે ફાવે ત્યારે ઊંધી જાય છે અને ઊંઘતો ન હોય ત્યારે દરેક બાંકડા પર પોતાનું નામ લખીને બાંકડા બગાડે છે.

34. અંજન માટે કોણ કડક વલણ અપનાવે છે ? શા માટે ?
ઉત્તર :
 અંજન માટે નિખિલરાય કડક વલણ અપનાવે છે, કારણ કે અંજનનું ભણવામાં કે વાંચવામાં ધ્યાન નહોતું, શાળાના શિક્ષકની પણ ફરિયાદ હતી. કે અંજન ભણવામાં પહેલા નંબરનો ઠોઠ છે. તે કોઈને કોઈ અડપલાં કરતો રહે છે. નિખિલરાય માને છે કે અંજનની બહેન કિન્નરી.અને મા તેનું ઉપરાણું લઈને તેને બગાડે છે. આથી નિખિલરાય અંજન માટે કડક વલણ અપનાવે છે.

35. ભણવા માટે નિખિલરાય અંજનને કયા શબ્દોમાં ચેતવણી આપે છે ?
ઉત્તર : 
ભણવા માટે નિખિલરાય અંજનને કડક શબ્દોમાં ચેતવણી આપે છે કે જો તેને તોફાન કરવાં હોય તો તે તેના મોસાળ પાછો ચાલ્યો જ્ય , અહીં રહેવું હોય તો ભણવામાં ધ્યાન આપવું પડશે. જો તે મસ્તી કરશે તો હાથનો માર ખાવો પડશે . આટલું કહીને નિખિલરાયે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટાં વગેરે રમવાનાં સાધનો લઈ લીધાં અને સાઇકલ પર બેસવાની પણ મનાઈ કરી દીધી.

36. અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ કાઢીને નિખિલરાયને સોપે છે ?
ઉત્તર :
 અંજન ટેબલના ખાનામાંથી પૈડું, સળિયા, ભમરડો અને જાળ કાઢીને નિખિલરાયને સોંપે છે.

37. ટેબલની તપાસ દરમિયાન બીજી કઈ કઈ વસ્તુ મળે છે ?
ઉત્તર :
 ટેબલની તપાસ દરમિયાન થોડીક ખીલીઓ અને નાની હથોડી મળે છે.

38. અંજન હથોડી લેવા માટે કર્યું કારણ આપે છે ?
ઉત્તર : 
અંજન હથોડી લેવાનું કારણ બતાવે છે કે ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા એટલે સમા કરવા માટે લીધી હતી.

39. અંજુ, ચાલ, ........ બોલાવે છે.
ઉત્તર : 
મા

40. આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો - "બાળકોનાં ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે ! ”
ઉત્તર :
 નિખિલરાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે. તેઓ અંજનને ધમકવે છે. એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને મા બોલાવે છે, ત્યારે નિખિલરાય અંજનને આ વાક્ય કહે છે.

41. માંદગીની અવસ્થામાં અંજનની સ્થિતિ કેવી થાય છે ? 
ઉત્તર : માંદગીની સ્થિતિમાં અંજનનો પ્રફુલ્લિત ચહેરો પીળો પડી જાય છે. આંખોનું તેજ જરા હણાવું લાગે છે.

42. કિન્નરી રમવા જવાની કેમ ના પાડે છે ?
ઉત્તર : 
અંજન બીમાર પડ્યો તેમાં કિન્નરીને પોતાનો વાંક લાગે છે. કારણ કે કિન્નરીએ અંજનને પજવ્યો ન હોત તો.તેના બાપુને કાંઈ ખબર ન પડત. અને અંજનને ન લડત. તેથી તે પોતાને જવાબદાર માનતી હોવાથી રમવા જવાની ના પાડે છે.

43. અંજન પોતે બીમાર પડવાનું શું કારણ આપે છે ? 
ઉત્તર : અંજનના મતે તે તડકામાં ખૂબ જ રમ્યો હોવાથી બીમાર પડ્યો છે.

44. અંજનની માના મતે અંજન બીમાર પડવાનું શું કારણ હતું ?
ઉત્તર : 
અંજનની માના મતે અંજનના પિતાજીના કારણે તે બીમાર પડ્યો છે . અંજનની માનું માનવું છે કે પેલા દિવસે તેમણે ગુસ્સો ન કર્યો હોત અંજનની તબિયતને કશું ન થાત.

45. અંજન બીમાર પડ્યો એમાં કિન્નરીને પોતાનો વાંક કેમ લાગે છે ?
ઉત્તર : 
અંજન માંદો પડ્યો તેમાં કિન્નરીને પોતાનો વાંક લાગે છે; કારણ કે કિન્નરીએ અંજનને પજવ્યો ન હોત તો તેના બાપુને કંઈ ખબર પડત ઉત્તર અને તે અંજનને લડત નહિ. 

46. અંજન પોતાની માંદગી માટે નસીબને દોષિત ગણે છે.(✓કેX)
ઉત્તર : 


47. અંજન દવા પીવાની કેમ ના પાડે છે?
ઉત્તર :
 દવા કડવી લાગતી હોવાથી અંજન પીવાની ના પાડે છે અને તેના કારણે આંખે અંધારાં આવતાં હોવાનું પણ એક કારણ અંજન દવા નહિ પીવાનું બતાવે છે.

48. આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો. – “પણ ભાઈ, દવા પીધા વિના તે કાંઈ ચાલે?''
ઉત્તર : 
અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે, પણ અંજન દવા પીવાની ના પાડે છે. તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એના આંખે અંધારાં આવે છે. આ સાંભળીને કિન્નરી અંજનને આ વાક્ય કહે છે. 

49. નિખિલરાય દાક્તર સાહેબને કેમ તેડાવે છે ? 
ઉત્તર : અંજનની તબિયત વધારે બગડે છે તેમજ અઠવાડિયામાં તે લાશ જેવો થઈ જાય છે. રોજ તાવ ચડે છે. ક્યારેક ચડ - ઊતર કરે છે. તેથી નિખિલરાય દાક્તર સાહેબને તેડાવે છે. 

50. સુરેન્દ્રનાથના મતે કઈ બાબતમાં આળસ ન કરવી જોઈએ ?
ઉત્તર :
 સુરેન્દ્રનાથના મતે તબિયત સાચવવામાં અને દાક્તર સાહેબને તેડાવવાની બાબતમાં આળસ ન કરવી જોઈએ.

51. નીચેની પંક્તિ સમજાવો : ‘હરિ ભજ્યા વિના વૈકુંઠ મળતું હશે !'
ઉત્તર : 
હરિનું ભજન કરવાથી આપણને વૈકુંઠ મળે છે ... સ્વર્ગ મળે છે. તેવી જ રીતે કોઈ પણ કામ કરવા માટે સખત મહેનત અને લગન હોય તો તે સિદ્ધ થાય છે, પણ જો મહેનત જ ન કરીએ તો તેનું ફળ પ્રાપ્ત થતું નથી.

52. અંજન કિન્નરીનેને..... મદદ કરવાનું કહે છે.
ઉત્તર :
 માં 

53. કંકાસથી કંટાળી ગયેલો અંજન શું વિચારે છે ?
ઉત્તર :
 કંકાસથી કંટાળી ગયેલો અંજન વિચારે છે કે તે હસતો નથી એટલે મા રડ્યા કરે છે ! તે બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે ! પણ તે શું કરે ? તેનો આનંદ મરી ગયો છે ! જાણે ચેતન જ જતું રહ્યું!

54. અંજનનો ચહેરો કેમ ઊતરી જાય છે ?
ઉત્તર :
 ભાસ્કર કાકા એમની પેટીમાં એટલાં રમકડાં લઈને આવ્યા છે કે રાત - દિવસ રમ્યા જ કરીએ ! કિન્નરીના આ શબ્દો સાંભળીને અંજનનો ચહેરો ઉતરી જાય છે; કારણ કે તેના બાપુ તેને રમવાની મનાઈ કરી છે.

55. ભાસ્કર કાકા માને શું કહેતા હતા ?
ઉત્તર :
 ભાસ્કરકાકા માને કહેતા હતા કે તે બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહિ, મારે નહીં પણ, બસ રમવા જ દે.

56. અંજન કિન્નરીને કેમ બાઝી પડે છે ?
ઉત્તર :
 ભાસ્કરરાય નિખિલરાયને કહેવાના છે કે તેઓ અંજનને અને કિન્નરીને વઢે નહિ, પણ રમવા દો. કિન્સ આનંદમાં આવી જાય છે અને તે કિન્નરીને બાઝી પડે છે. 

57. ભાસ્કરરાયના મતે અંજનને શેનો તાવ હતો ?
ઉત્તર : 
ભાસ્કરરાયના મતે અંજનને નિખિલરાયની બીકનો તાવ હતો.

58. ભાસ્કરકાકા બાળકો માટે...... લાવ્યા હતા.
ઉત્તર: 
રમકડાં

59. નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ પોતાના બચાવમાં બહાનું કાઢે છે. ( ✓ કે X)
ઉત્તર : 
✓ 

60. મહિના દહાડા પહેલાં અંજન શાનો ભૂક્કો કરતો હતો ?

(A) સાકરનો
(B) હીરાનો
(C) કોલસાનો     ✓
(D) માટીનો

61. અંજન કોલસામાંથી....... શોધવા માગે છે.
ઉત્તર:
 સાકર 

62. ભાસ્કરરાયના ભણતર વિશેના વિચારો જણાવો. 
ઉત્તર : ભણતર વિશેના ભાસ્કરરાયના વિચારો કંઈક આવા છે : પાઠ્યપુસ્તકો કેવળ મોઢે કરવાથી કોઈની ગરબાઈ દૂર થતી નથી, ગોખણપટ્ટી કરીને પાસ થનાર કેટલાય લોકો ગામમાં રખડતા ફરે છે. રાજારામ એના વર્ગમાં હમેશાં પહેલા પાંચ ની અંદર રહેતો હતો. પણ એ માંડ પાંત્રીસ રૂપરડીની નોકરી કરે છે ! અને પેલો છેલ્લે બાંકડે પડી રહેતો રામલાલ લોખંડના ધંધામાં કેટલું કમાયો ! એમાં. તેણે બંગલો બંધાવ્યો છે.

63. ભાસ્કરરાયનો અંજન વિશે કેવો અભિપ્રાય છે ?
ઉત્તર : 
અંજન વિશે ભાસ્કરરાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે એટલે એને રુંધી ન નંખાય, એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ. જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહિ પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે.

64. અંજન ઉમંગથી કેમ ઊછળી પડે છે ?
ઉત્તર :
 નિખિલરાય અંજનને રમકડે રમવાની પરવાનગી આપે છે , તેથી અંજન ઉમંગથી ઊછળી પડે છે.

65. અંજન કેવી વ્યથા અનુભવે છે ?
ઉત્તર :
 અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતાં સતત ટોકતા રહે છે અને વઢે છે. તે અંજન પાસેથી પૈડું - ભમરડો, લખોટા જેવાં રમવાનાં સાધનો લઈ લે છે. આથી તેનો આનંદ મરી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે. અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે તાવ આવ્યો, એની મા માને છે કે એના બાપુ વઢ્યા ન હોત તો તે માંદો ન પડત, તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે. પણ અંજન બહેનને દોષિત ગણતો નથી. એ તો પોતાના નસીબનો જ વાંક કાઢે છે.

66. પાત્ર પરિચય આપો : નિખિલરાય

ઉત્તર : નિખિલરાય એ અંજન અને કિન્નરીના પિતા છે . તેમનો સ્વભાવ કડક છે. નિખિલરાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે. તે અંજનને એનું મનગમતું કામ કરતાં સતત ટોકતા રહે છે . એની કુતૂહલવૃત્તિને દબાવી દે છે . ભણવાની બાબતમાં તેઓ અંજનને સતત કડક શબ્દોમાં ઠપકો આપે છે. તેના કારણે અંજન સતત ભયમાં રહે છે અને તે માંદો પડે છે. આમ , નિખિલરાયનું વર્તન બિલકુલ યોગ્ય નથી લાગતું.


                                                    * વ્યાકરણ *

પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનર્થી શબ્દો લખો.
(1) જાજમ = શેતરંજી
(2) ટેબલ = મેજ
(3) મહેનત= પરિશ્રમ
(4) ભગિની = બહેન
(5) સંતાડવું = છુપાવવું
(6) હાથ = હસ્ત
(7) ઢીલોઢસ = નરમ
(8) કંકાસ = કલેશ
(9) હુન્નર= કસબ
(10) માવતર = માતા - પિતા
(11) આંખ = નેત્ર
(12) માતા= જનની
(13) પ્રફુલ્લ = આનંદિત
(14) માંદો = બીમાર
(15) ઉત્તર= જવાબ
(16) નસીબ = ભાગ્ય
(17) અંધકાર = અંધારું
(18) હેરાન = પરેશાન
(19) ગમગીન = ઉદાસ
(20) અવતાર = જન્મ
(21) રાવ = ફરિયાદ
(22) અડપલું = અટકચાળું
(23) કલેશ = સંતાપ, કંકાસ

પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
(1) મેલું
* સ્વચ્છ
(2) ગરીબાઈ * શ્રીમંતાઈ
(3) કડક * નરમ
(4) સુંવાળું * ખરબચડું
(5) માંદું * સાજું
(6) અશક્તિ * શક્તિ
(7) અજવાળું * અંધારું
(8) મીઠો * કડવો
(9) અભિમાન * નિરભિમાન
(10) કાળું * ધોળું
(11) તડકો * છાયડો
(12) ખાલી * ભરેલું 
(13) જવાબ * સવાલ
(14) સારી * ખરાબ
(15) સુધારવો * બગાડવો
(16) તોફાની * શાંત

પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો.
(1) અભયાસ – અભ્યાસ
(2) જાંબૂડો – જાંબુડો
(3) બલોટીંગ - બ્લૉટિંગ
(4) કુદકો - કૂદકો
(5) કીનનરી - કિન્નરી
(6) ફરીયાદ - ફરિયાદ
(7) ખડીયો - ખડિયો
(8) રેઢીયાળ - રેઢિયાળ
(9) માસતર - માસ્તર
(10) હથોળી - હથોડી
(11) નીખીલરાય - નિખિલરાય
(12) સુરેનદરનાથ - સુરેન્દ્રનાથ
(13) વૈકઢ - વૈકુંઠ
(14) પ્રફૂલ - પ્રફુલ્લ
(15) તબીયત - તબિયત
(16) અઠવાડીયુ - અઠવાડિયું
(17) ખુસમીજાજ - ખુશમિજાજ
(18) ખુરસી – ખુરશી
(19) શુસોભીત
 – સુશોભિત
(20) બુધિ – બુદ્ધિ
(21) ઊજાગરા – ઉજાગરા

પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો.
(1) અભ્યાસખંડ
– અભ્યાસ માટેનો ખંડ = તત્પુરુષ
(2) ભાઈબહેન – ભાઈ અને બહેન = દ્વન્દ્વ
(3) વીજળીપંખો – વીજળીથી ચાલતો પંખો – મધ્યમપદલોપી
(4) ઉલ્લાસભર્યો – ઉલ્લાસથી ભર્યો – તત્પુરુષ
(5) મહાદેવ - કર્મધારય
(6) આગગાડી - મધ્યમપદલોપી
(7) માતાપિતા - દ્વન્દ્વ
(8) નવરાત્રિ - દ્વિગુ 

પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
(1) નિખિલરાય, છૂટાંછવાયાં, મિજાજ, વાદળી, અંજન, બારી, કિન્નરી.
ઉત્તર –
અંજન, કિન્નરી, છૂટાંછવાયાં, નિખિલરાય, બારી, મિજાજ, વાદળી.

(2) ટેબલ , ખુરશી , અભ્યાસ , પ્રભુ , માહિતી , આંસુ
ઉત્તર : 
અભ્યાસ , આંસુ , ખુરશી , ટેબલ , પ્રભુ , માહિતી 

પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો.

(1) કડકડાટ – રવાનુકારી
(2) ખાલીખમ - દ્વિરુક્ત
(3) બરાબર - દ્વિરુક્ત
(4) માવતર – ................
(5) કકળાટ – રવાનુકારી
(6) તાકીતાકીને – દ્વિરુક્ત
(7) નિયમસર – ..............
(8) કડકો – રવાનુકારી
(9) ઢીલોઢસ – દ્વિરુક્ત
(10) છાનામાના – દ્વિરુક્ત
(11) છૂટાંછવાયાંદ્વિરુક્ત 
(12) ખરેખરદ્વિરુક્ત  
(13) ગુપચુપ દ્વિરુક્ત 
(14) દોઢડાહ્યોદ્વિરુક્ત  
(15) ધડી-ચકીદ્વિરુક્ત 
(16) ચોટે-ચૌટેદ્વિરુક્ત
(17) ધમપછાડારવાનુકારી
(18) કિલકરવાનુકારી

પ્રશ્ન 7. નીચેના રુઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો.
(1) ગાલ લાલ કરવા
– તમાચો મારવો
વાક્ય : દીકરાને મોડી રાત્રે દારૂના નશામાં આવેલો જોઇને પિતાએ એના ગાલ લાલ કરી નાખ્યા.

(2) મિજાજ બગડવો – ગુસ્સે થવું.
વાક્ય : વાસંતીએ લેસન કર્યું નહોતું તેથી શિક્ષકનો મિજાજ બગડ્યો.

(3) ઉપરાણું તાણવું – તરફદારી કરવી, પક્ષ લેવો
વાક્ય : દીકરો ખોટાં કામ કરીને આવે ત્યારે મા-બાપે એનું ઉપરાણું તાણવું ન જોઈએ.

(4) માથે મોત ભમવું – મરણનો ભય હોવો
વાક્ય : અશોકને દેશમાં જવાની ના પાડી, પણ એને માથે મોત ભમતું હશે એટલે ધરતીકંપ થતાં એ દટાઈ ગયો.

(5) મોંમાં આંગળાં નાખીને બોલાવવું – પરાણે બોલાવવું
વાક્ય : કેટલાક લોકો એવા મીંઢા હોય છે કે એમનાં મોંમાં આંગળાં નાખીને બોલાવોને તો ય ન બોલે.

(6) વધારે ધાવું – મદદે આવવું
વાક્ય : રેલવે અકસ્માત થતાં આજુબાજુના લોકો ઘાયલોની વહારે ધાયા.

(7) આંખો કાઢવી – બીક બતાવવી
વાક્ય : પોલીસે આંખો કાઢી એટલે ચોરે પોતાનો ગુનો કબુલ કરી લીધો.

(8) મગજ ચસકી ન જવું – મગજ ખસી ન જવું, ગાંડપણ ન આવવું
વાક્ય : વિમલેશભાઈના સંસ્કારોને કારણે સુખ-સમૃદ્ધિમાં પણ એમનાં સંતાનોનાં મગજ ચસકી ગયાં નહોતાં.

(9) મોંમાં મગ ભરવા – ચુપ રહેવું
વાક્ય : નિલેશને એના પિતાએ એની પરીક્ષાના પરિણામ વિશે પૂછ્યું, પણ એ તો મોંમાં મગ ભરીને બેસી રહ્યો.

(10) કકળાટ કરવો – રડારોળ કરવી, કંકાસ કે કજીયો કરવો
વાક્ય : સુજ્ઞાબહેનના પાડોશી આખો દિવસ બસ કકળાટ કર્યાં કરતા હોય છે.

(11) ચહેરો પીળો પડી જવો – ચહેરો ફિક્કો થઈ જવો
વાક્ય : પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલ મહેન્દ્રનો ચહેરો પીળો પડી ગયો.

(12) આંખે અંધારા આવવા – ચક્કર આવવાં
વાક્ય : મુકેશ દોડીદોડીને એટલો થાકી ગયો હતો કે એને આંખે અંધારા આવી ગયાં.

(13) લાશ થઈ જવું – ખુબ નબળા થઈ જવું
વાક્ય : કેન્સરના રોગને લીધે કમલાનું શરીર લાશ થઈ ગયું હતું.

(14) મામલો બગડવો – પરિસ્થિતિ ખરાબ થવી
વાક્ય : બે જૂથ વચ્ચે નાની એવી વાતમાં મામલો બગડ્યો અને સૌ મારામારી પર આવી ગયા.

(15) આનંદ મરી જવો – નિરુત્સાહી થઈ જવું
વાક્ય : અચાનક લગ્નમંડપમાં જ દહેજ બાબતે બોલાચાલી થતાં સૌનો લગ્નનો આનંદ મરી ગયો.

(16) ચહેરો ઊતરી જવો – મોઢા ઉપર ઉદાસીનો ભાવ દેખાવો
વાક્ય : સાસરેથી આવેલી દીકરીનો ચહેરો ઊતરી ગયેલો જોઇને મા વિચારમાં પડી ગઈ.

(17) આંખ આડા કાન કરવા – વાત ધ્યાનમાં ન લેવી
વાક્ય : શિક્ષક વર્ગમાં કોઈ સલાહ આપે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ આંખ આડા કાન કરે છે.

(18) દળદર ફિટવું – ગરીબાઈ દૂર થવી
વાક્ય : ખૂબ મહેનત કરીએ, પ્રામાણિકતા અને લગનથી ધંધો કરીએ તો જ દળદર ફિટે છે.

(19) આડું જોઈ જવું – અણગમો દેખાડવો
વાક્ય : પિતાએ પરિમલને ઓફિસે આવીને કામે લાગી જવા કહ્યું તો એ આડું જોઈ ગયો.

(20) કાને અથડાવવું – શબ્દો સંભળાવા
વાક્ય : બે શિક્ષકો પ્રિન્સિપાલની નિંદા કરતા હતા એ શબ્દો એમના કાને અથડાયા.

(21) આંખ આડા કાન કરવા - વાત ધ્યાનમાં ન લેવી
વાક્ય : ઠોઠ વિદ્યાર્થી શિક્ષકની કોઈ પણ બાબતે આંખ આડા કાન કરે છે.

(22) મન ભીંતોમાં ભમવું – મન કોઈ જગ્યાએ સ્થિર ન થવું 
વાક્ય : રંગમિજાજી વ્યક્તિનું મન ભીંતોમાં ભમતું હોય છે. 


પ્રશ્ન 9. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) બરુની કલમ
– કિત્તો
(2) શાહી ચૂસનારો કાગળ – બ્લોટિંગ
(3) ભણવામાં ‘ઢ’ – ઠોઠ
(4) ખાટલાની ચોખટ – ઈસ
(5) ભગવાન વિષ્ણુનો લોક – વૈકુંઠ
(6) મોટાં પુસ્તકો – થોથાં
(7) ધણી વિનાનું - નધણિયાણું , રેઢિયાળ
(8) મોઢે કરવા માટે વારંવાર બોલવું - ગોખવું

પ્રશ્ન 10. નીચે આપેલા વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવો.
(1) એક પાકું કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલીખમ થઈ જાય છે!
ઉત્તર
– સંયુક્ત વાક્ય

(2) મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે?
ઉત્તર
– સાદું વાક્ય

(3) માંદલો અંજન પથારીમાં પડ્યો છે.
ઉત્તર
– સાદું વાક્ય

(4) તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા.
ઉત્તર
– સંકુલ વાક્ય

(5) બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવોય કેમ?
ઉત્તર
– સંયુક્ત વાક્ય

(6) હું અહીં આવી ત્યારે તેઓ માને એમ જ કહેતા હતા.
ઉત્તર
– સંકુલ વાક્ય

(7) અંજન આવે છે. 
ઉત્તર : સાદું વાક્ય

(8) હું વાંચું છું. 
ઉત્તર : સાદું વાક્ય