(1) પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખુબ જ ગમી?
ઉત્તર – પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી મને આ વાત ખુબજ ગમી : બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતાં સરદાર કહે છે, “લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી, ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ, એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તે.”
(2) પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ-કઈ વિશેષતાઓ તારવી શકો?
ઉત્તર – પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ તારવી શકાય : (1) દૃઢ મનોબળ, દેશદાઝ અને દેશભક્તિ (2) વિધ્યાર્થીવયથી જ નીડરતા, નેતાગીરી અને દૃઢ સંકલ્પબળ (3) ભ્રાતૃપ્રેમ, બહારથી રુક્ષ, આખાબોલા, પણ અંદરથી કોમળ. (4) વાણીમાં જુસ્સો અને સચ્ચાઈથી રણકો. (5) વિનોદીવૃત્તિ, આઝાદી માટે જેલની યાતના વેઠવાની તત્પરતા. (6) શૂરવીર, લોખંડી પુરુષ, જનસમુદાયની નાડના પારખું, લોકસમુદાય પર મજબુત પકડ. (7) નૈતિકતા, વ્યવહારુ અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે તેવો પ્રેમ. (8) સાદું જીવન અને ઉચ્ચ વિચાર.
(3) દાંડીકુચ દરમિયાન સરદાર વલ્લભભાઈના ઉદ્દગારો વિષે જણાવો.
ઉત્તર – દાંડીકૂચ દરમિયાન સરદાર વલ્લભભાઈના ઉદ્દગારો ગુજરાતની પ્રજાને લોખંડી મનોબળ પૂરું પાડે એવા હતા. દુનિયાએ પહેલાં ક્યારેય જોયું ન હોય એવું ધર્મયુદ્ધ આપણે ખેલવાનું છે એમ કહીને તેમણે ગુજરાતીઓને ચેતવ્યા હતા કે મોતનો ભય લાગતો હોય એણે જાત્રાએ જતા રહેવું. પૈસા હોય એને પાલવે એમ વિચારીએ તો દેશ જ પલાયન થઈ જાય. શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે. ઈશ્વર સૌને સહાય કરે.
(4) સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી શા માટે કહેવાયા?
ઉત્તર – ભારત સ્વતંત્ર થતાં અને નાનાં-મોટાં દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને એક અખંડ ભારત દેશની રચના કરવાની હતી. આ કામગીરી અત્યંત કપરી હતી; કારણ કે કેટલાક રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતાં. સરદાર વલ્લભભાઈને આ કપરી પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી. તેઓ કેટલાક રાજાઓને સમજાવવામાં સફળ થયા, પણ કેટલાક રાજાઓએ સાથ ન આપ્યો ત્યારે તેમણે કડકાઈથી કામ લીધું. આમ, ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહી નાબૂદ કરવાનું કામ સરદારે કુનેહપૂર્વક પાર પાડ્યું અને તેઓ ભારતદેશને અખંડ બનાવવામાં યશસ્વી થયા. તેથી સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી કહેવાયા.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો.
(1) ‘વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ છે.’ – એમ લેખક શા માટે કહે છે?
ઉત્તર – અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ-વધારો નાખ્યો હતો. એ ખેડૂતો પર અન્યાય હતો. વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો. આ દ્રષ્ટીએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ હતું.
(2) વલ્લભભાઈને ‘સરદાર’નું બિરુદ કોણે અને ક્યારે આપ્યું?
ઉત્તર – ગાંધીજીએ વલ્લભભાઈને ‘સરદાર’નું બિરુદ આપ્યું. બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એક વાર ગાંધીજી આવેલા. એમને ભાસણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાસણ કરવાની ના પાડતાં કહેલું કે અહીંના ‘સરદાર’ વલ્લભભાઈ છે.
(3) વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા, એવું આપણે ક્યાં ઉદાહરણ પરથી કહી શકીએ?
ઉત્તર – વલ્લભભાઈ નાના હતાં ત્યારે એમને કાખબલાઈ થઈ હતી. વૈધરાજ એના ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માગતા હતાં. પણ કુમળા બાળકને જોઇને તેઓ વિસામણમાં પડી ગયા. આ સમયે વૈધરાજના હાથમાંથી ગરમ સળીયો લઈ એમણે જાતે જ ગાંઠ પર ડામ-દીધો. સૌ એમની નીડરતા જોઇને દંગ રહી ગયા હતાં. આમ વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતાં.
(4) વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાં પ્રગટ થાય છે?
ઉત્તર – વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઇને કાયદાનો અભ્યાસ કરવો હતો.આથી એમણે બચત કરી પૈસા ભેગા કર્યાં હતાં; પરંતુ એ પૈસાથી તેમણે મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન મોકલ્યા. આ ઘટનામાંથી વલ્લભભાઈનો મોટા ભાઈ માટેનો પ્રેમ કઈ પ્રગટ થાય છે.
(5) કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઇને મળેલા તારમાં ક્યાં ક્યાં સમાચાર હતાં? આ ઘટનામાં વલ્લભભાઈના વ્યક્તિત્વનું કયું પાસું પ્રગટ થયું છે?
ઉત્તર – વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. એ વખતે એક પ્યૂન તેમને તાર આપી ગયો એમાં એમનાં પત્નીના અવસાનના સમાચાર હતાં.તાર વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તાર ખિસ્સામાં મૂકી દીધો અને તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. આ ઘટના વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે .
(6) વલ્લભભાઈની રમુજવૃત્તિ ક્યા ક્યા પ્રસંગોએ જોવ મળે છે?
ઉત્તર - વલ્લભભાઈની રમુજવૃત્તિ આ પ્રસંગોએ જોવ મળે છે: એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો : ‘રચનાત્મક ગફલત’. એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદારે બીરબલની છટાથી કહ્યું ,” ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ!”
(7) વલ્લભભાઈએ વેઠેલી જેલયાત્રા વિષે જણાવો.
ઉત્તર – દાંડીયાત્રાના પાંચ દિવસ પહેલા અંગ્રેજ સરકારે વલ્લભભાઈની રાસ ગામમાંથી ધરપકડ કરી. તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખ્યા. તેમની આ પ્રથમ જેલયાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. એમાંની એક ઝલક જોઈએ તો વલ્લભભાઈને જેલમાં ચોર-લુંટારુંની જેમ રાખવામાં આવ્યા હતાં. તેમને સુવા માટે એક કામળો આપ્યો હતો. તેમને ખોરાકમાં બપોરે જાડા રોટલા ને દાળ, સાંજે રોટલા ને શાક આપતા.આ ખોરાક ઘોડા ખાય એવો હતો.
(8) ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં શું જણાવ્યું હતું?
ઉત્તર - ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું કે,”સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાઝ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો, પણ તેમણે મને જે માતૃપ્રેમથી તરબોળ કર્યો છે તેથી પ્રેમ જેવા ગુણ માટે હું સદાય તેમનો ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું હતું.”
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.
(1) વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ વિષે જણાવો.
ઉત્તર – વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતાં. દૃઢતા અને દેશભક્તિ તેમની નસેનસમાં ધબકતી હતી. ઈ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા.
(2) વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો?
ઉત્તર – વલ્લભભાઈ સ્વભાવે કડક હતા. તેઓ આખાબોલા હતા. તેમનો સ્વભાવ નાળીયેર જેવો ઉપરથી કઠણ અને બરછટ, પણ અંદરથી મીઠો અને કોમળ હતો.
(3) લેખકે ક્યા ત્રણ દેશભક્તોને ‘ત્રિમૂર્તિ’ કહ્યા છે? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિષે જણાવો.
ઉત્તર – લેખકે ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુને ‘ત્રિમૂર્તિ’ કહ્યા છે. ગાંધીજીએ સત્યનું, સરદારે પવિત્રતાનું અને નેહરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું.
(4) રજવાડાંના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે?
ઉત્તર – ભારતમાં અનેક નાનાં-મોટાં રજવાડાંઓ હતાં. આ રજવાડાના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર નહોતા. આથી રજવાડાંના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે.
(5) વિનોબાના મતે સરદાર વલ્લભભાઈની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર - વિનોબાના મતે સરદાર વલ્લભભાઈની લાક્ષણિકતા એ છે કે તેઓ સ્પષ્ટ બોલતા. તેઓ પ્રહાર કરતાં ત્યારે કોઇથી ડરતા નહિ. ભલે કોઈને ગમે તે લાગે. વળી, પોતાના ઉપર કોઈ વળતો પ્રહાર કરે તો તેથી જરાય ડગમગતા નહિ.
(6) ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના મતે સરદારની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર - ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના મતે સરદારની લાક્ષણિકતા એ છે કે તેઓ ખેડૂતોની ભાષામાં બોલતા ત્યારે તેમની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી. તેમની વાણીમાં વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન થતું.
(7) વલ્લભભાઈ પટેલની દીકરી મણિબહેન વિશે જણાવો.
ઉત્તર - વલ્લભભાઈ પટેલની દીકરી મણિબહેને એમના પિતાની ઉત્સાહથી સેવા કરી હતી. તેમને સાદગીનો ગુણ વારસામાં મળ્યો હતો. તેમની સાદગી એવી હતી કે તેઓ થીંગડું મારેલી સાડી પહેરવામાં પણ નાનમ અનુભવતા નહોતા.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) વલ્લભભાઈના જીવનમાં ભારતનાં સ્વાતંત્ર્યસંગ્રામની જેમ કોનું આગવું અને અનોખું મહત્વ છે?
ઉત્તર – વલ્લભભાઈના જીવનમાં ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની જેમ બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ છે.
(2) ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે?
ઉત્તર – ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે.
(3) ‘ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે’ એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે?
ઉત્તર - ‘ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે’ એમ ગાંધીજીએ કહ્યું છે; કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે.
(4) વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું?
ઉત્તર – વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું.
(5) વિદ્યાર્થી અવસ્થાથી જ વલ્લભભાઈમાં ક્યા ગુણોના બીજ પડ્યાં હતાં?
ઉત્તર – વિદ્યાર્થી અવસ્થાથી જ વલ્લભભાઈમાં નીડરતા, નેતાગીરી અને દૃઢ સંકલ્પબળ જેવા ગુણોનાં બીજ પડ્યાં હતાં.
(6) વલ્લભભાઈને નાનપણમાં થયેલી કાખબલાઈના ઈલાજ માટે ગામના વૈધરાજે કયો ઉપાય વિચાર્યો હતો?
ઉત્તર - વલ્લભભાઈને નાનપણમાં થયેલી કાખબલાઈના ઈલાજ માટે ગામના વૈધરાજે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનો ઉપાય વિચાર્યો હતો.
(7) વૈધરાજ લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માટે અવઢવ શા માટે અનુભવવા લાગ્યા હતા?
ઉત્તર - વૈધરાજ લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માટે અવઢવ શા માટે અનુભવવા લાગ્યા હતા, કારણ કે એ વખતે વલ્લભભાઈ સાવ નાનું કુમળું બાળક હતા.
(8) વૈધરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ બાળક વલ્લભભાઈએ શું કર્યું?
ઉત્તર - વૈધરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ બાળક વલ્લભભાઈએ જાતે જ પોતાની ગાંઠ પર ડામ દઈ દીધો.
(9) કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યાં?
ઉત્તર – કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યાં.
(10) વલ્લભભાઈના સ્વભાવને કોની ઉપમા આપવામાં આવી છે?
ઉત્તર - વલ્લભભાઈના સ્વભાવને નાળીયેરની ઉપમા આપવામાં આવી છે.
(11) વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત શી હતી?
ઉત્તર – વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત એ હતી કે તેઓ કોઈનાથી ડર્યા વગર ભલભલાને સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા.
(12) કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો?
ઉત્તર – વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો.
(13) વલ્લભભાઈને અમદાવાદની કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા?
ઉત્તર - વલ્લભભાઈને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા.
(14) વલ્લભભાઈને એક કવિએ આપેલું ‘વિર’નું વિશેષણ કઈ પંક્તિમાં છે?
ઉત્તર - વલ્લભભાઈને એક કવિએ આપેલું ‘વિર’નું વિશેષણ આ પંક્તિમાં છે : “રાજાઓના તાજ મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર!”
(15) આપણી રાષ્ટ્રભાષા હિંદીના ક્યા કવિએ સરદાર માટે અદ્દભુત કવિતાની રચના કરી છે?
ઉત્તર - આપણી રાષ્ટ્રભાષા હિંદીના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્દભુત કવિતાની રચના કરી છે.
પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) બારડોલીની લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું શું ગણાય છે?
ઉત્તર – શિરછોગું
(2) બારડોલીની લડત દરમિયાન વલ્લભભાઈ કોના સરદાર તરીકે ઓળખાયા?
ઉત્તર – ખેડૂતોના
(3) ગાંધીજીએ વલ્લભભાઈને શેનું બિરુદ આપ્યું હતું?
ઉત્તર – સરદારનું
(4) બારડોલીની સમગ્ર લડતનો દોર કોના હાથમાં હતો?
ઉત્તર – વલ્લભભાઈ પટેલના
(5) વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો?
ઉત્તર – નડિયાદમાં
(6) વલ્લભભાઈનું મૂળ વતન કયું હતું?
ઉત્તર – કરમસદ
(7) કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા દર્શાવે છે?
ઉત્તર – મોટા ભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવાનો.
(8) વલ્લભભાઈને જેલમાં મળવા કોણ-કોણ ગયા હતા?
ઉત્તર – મહાદેવભાઈ દેસાઈ અને આચાર્ય કૃપલાણી
(9) અંગ્રેજ સરકારે વલ્લભભાઈની ક્યા ગામમાંથી ધરપકડ કરી હતી?
ઉત્તર – રાસ
(10) જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે સાબરમતી જેલનો વિભાગ ક્યા નામથી ઓળખાય છે?
ઉત્તર – સરદાર સ્મૃતિ વિભાગ
(11) કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપમા આપી હતી?
ઉત્તર – હિંદ કી નીડર જબાન
(12) આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ નથી?
ઉત્તર – લાલબહાદુર શાસ્ત્રી
(13) વલ્લભભાઈ ક્યા નામથી વિશેષ જાણીતા છે?
ઉત્તર – લોખંડી પુરુષ
(14) ગાંધીજીના અંગત સચિવનું નામ જણાવો.
ઉત્તર – મહાદેવભાઈ દેસાઈ
(15) વલ્લભભાઈની દીકરીનું નામ શું હતું?
ઉત્તર – મણિબહેન
(16) વલ્લભભાઈની દીકરીને પિતા તરફથી વારસામાં શું મળ્યું હતું?
ઉત્તર – સાદગી
(17) વલ્લભભાઈનો જીવનમંત્ર શો હતો?
ઉત્તર – સાદું જીવન અને ઉચ્ચ વિચાર
પ્રશ્ન 6. કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
(1) રાજાઓના ............. મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર!
ઉત્તર – તાજ
(2) સરદાર જનસમુદાયની .............. ના ભારે પારખું હતા.
ઉત્તર – નાડ
(3) વલ્લભભાઈ ............. હતા.
ઉત્તર – સાદગીપ્રિય
(4) આપણા હાથેથી એક ..............સરકારને આપવી નથી.
ઉત્તર – દમડી
(5) તા.15-12-1995ના રોજ અખંડ ભારતના ........... નું અવસાન થયું.
ઉત્તર – શિલ્પી
પ્રશ્ન 7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) વલ્લભભાઈ પટેલ સમગ્ર દેશના લોકહૈયામાં ‘સરદાર’નું માનભર્યું સ્થાન પામ્યા હતાં.
ઉત્તર – ખરું
(2) વૈધરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દઈ દીધો.
ઉત્તર – ખોટું
(3) વલ્લભભાઈ તો નાળીયેર જેવા ઉપરથી કઠણ અને અંદરથી કોમળ હતા.
ઉત્તર – ખરું
(4) છાવણી જેવી જિંદગી ગાળવી ન પોસાય.
ઉત્તર – ખોટું
(5) આજે તમે દાળ બનાવી હતી, તેવી ખાટી, ખાટી દાળ.
ઉત્તર - ખોટું
(6) આપણા દેશની ત્રિમૂર્તિ – ગાંધી, સરદાર અને આચાર્ય કૃપલાણી.
ઉત્તર – ખોટું
(7) આપણી રાષ્ટ્ર્ભાસાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્દભુત કવિતા રચી છે.
ઉત્તર – ખરું
પ્રશ્ન 8. નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે પાંચ – છ વાક્યો લખો.
(1) બારડોલીની લડત
ઉત્તર – અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ-વધારો લાગુ પાડ્યો. આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ પટેલ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા. આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શિરછોગું ગણાય છે. આ લડત શરૂ થયા પછી એક જાગ્રત નેતા તરીકે વલ્લભભાઈએ ખેડૂતોને ચેતવણી આપી હતી કે ખેડૂતોને લગનમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડ્યે ઘરને તાળાં મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે. ગરીબ, તવંગર સૌએ સંપીને લડાઈમાં જોડાવું પડશે. બારડોલીની લડતથી વલ્લભભાઈ ‘ખેડૂતોના સરદાર’ તરીકે ઓળખવા લાગ્યા.
(2) નીડર વલ્લભભાઈ
ઉત્તર – વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. નાનપણમાં તેમને કાખબલાઈ થયેલી. વૈધરાજે એનો ઈલાજ કરવા માટે લોખંડના ધગધગતા સળિયાનો ડામ દેવા વિચાર્યું, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિસામણમાં પડી ગયા. આ સમયે વૈધરાજના હાથમાંથી ગરમ સળીયો લઈ આ બાળકે જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. જોનારાં સૌ દંગ રહી ગયા. એમની નીડરતાનું દર્શન ભારતનાં તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું.
(3) અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ
ઉત્તર – ભારતમાં અનેક નાનાં-મોટાં રજવાડાં હતાં. ભારતના તમામ રાજાઓનાં રાજ્યોનાં વિલીનીકરણની કપરી અને મહત્વની કામગીરી સરદારને સોંપાઈ; પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી. આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. અનેક રાજાઓને સમજાવ્યા. જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું. અંતે ભારતનાં તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધાં અને રાજાશાહીને નાબૂદ કરી. આમ, દેશને અખંડતા આપવામાં યશસ્વી બન્યા. આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા.
પ્રશ્ન 9. નીચે આપેલા પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણોનો ઉલ્લેખ કરો.
(1) વૈધરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વૈધરાજ અવઢવ અનુભવવા લાગ્યા. આ સમયે વૈધરાજના હાથમાંથી સળીયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો.
ઉત્તર – નીડરતા
(2) વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યાં હતાં; પરંતુ એમણે પહેલાં મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા.
ઉત્તર – ભ્રાતૃભાવ
(3) એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો: ‘રચનાત્મક ગફલત’. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ. બિરબલની છટાથી બોલી ઊઠ્યા: ”ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી, તેવી દાઝેલી દાળ!”
ઉત્તર – વિનોદ
પ્રશ્ન 10. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો.
1. 'અખંડ ભારતના શિલ્પી' પાઠના લેખકનું નામ જણાવો .
ઉત્તર : 'અખંડ ભારતના શિલ્પી' પાઠના લેખકનું નામ રાઘવજી માધડ છે .
1. 'અખંડ ભારતના શિલ્પી' પાઠના લેખકનું નામ જણાવો .
ઉત્તર : 'અખંડ ભારતના શિલ્પી' પાઠના લેખકનું નામ રાઘવજી માધડ છે .
2. આ પાઠનું સાહિત્ય સ્વરૂપ શું છે ?
(A) વાર્તા
(B) ચરિત્રલેખ ✓
(C) આત્મકથાખંડ
(D) ડાયરી
3. બારડોલીની લડત વલ્લભભાઈની સિદ્ધિઓનું એક શિરછોગું ગણાય છે .(√ કે X )
ઉત્તર: ✓
4.“વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે ” – એમ લેખક શા માટે કહે છે ?
ઉત્તર : અંગ્રેજોએ ખેડૂતો પર અન્યાયરૂપી મહેસૂલ - વધારો નાખ્યો હતો . વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો . આ દૃષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ હતું .
5. બારડોલીની સમગ્ર લડતનો દોર ......... ના હાથમાં હતો.
ઉત્તર : વલ્લભભાઈ
6. વલ્લભભાઈને ‘ સરદાર'નું બિરુદ કોણે અને ક્યારે આપ્યું ?
ઉત્તર : ગાંધીજીએ વલ્લભભાઈને ‘ સરદાર ' નું બિરુદ આપ્યું . બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા . એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ‘ ના ’ પાડતાં કહેલું કે અહીંના ‘ સરદાર ' વલ્લભભાઈ છે .
7. વલ્લભભાઈ લોકોના હૈયામાં કેવું સ્થાન પામ્યા હતા ?
ઉત્તર : બારડોલી લડતમાં વલ્લભભાઈના પ્રદાનના કારણે તેમને ‘ સરદાર ' નું બિરુદ મળ્યું . પછી તેઓ માત્ર ખેડૂતના સરદાર ન રહેતાં . સમગ્ર દેશના લોકહૈયામાં માનભર્યું સ્થાન પામ્યા હતા .
8. વલ્લભભાઈનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ?
ઉત્તર : વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં તા. 31-10-1875ના રોજ થયો હતો .
9. વલ્લભભાઈનું વતન ખેડા જિલ્લાનું કયું ગામ હતું ?
9. વલ્લભભાઈનું વતન ખેડા જિલ્લાનું કયું ગામ હતું ?
(A) કરમસદ ✓
(B) મહેમદાવાદ
(C) ડાકોર
(D) ગણેશપુરા
10. વલ્લભભાઈના પિતાનું નામ જણાવો .
ઉત્તર : વલ્લભભાઈના પિતાનું નામ ઝવેરભાઈ પટેલ હતું.
11. ઝવેરભાઈની વિગતે માહિતી આપો.
ઉત્તર : વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા . દ્રઢતા અને દેશભક્તિ તેમની નસેનસમાં ધબકતી હતી . ઈ.સ. 1857 માં સ્વતંત્રતા સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા.
12. ગાંધીજીની દષ્ટિએ સાચું જીવન કોનું છે ?
ઉત્તર : ગાંધીજીની દષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે.
13. વલ્લભભાઈએ ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી . ( √ કે X) છે .
ઉત્તર :√
14. વલ્લભભાઈએ બાળપણમાં કઈ વાત આત્મસાત્ કરી હતી ?
ઉત્તર: “ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે . ” આ વાત વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત્ કરી હતી.
15. વલ્લભભાઈએ પ્રાથમિક અને ઉચ્ચશિક્ષણ ક્યાં મેળવ્યું હતું ?
ઉત્તર: વલ્લભભાઈએ ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.
16.વિદ્યાર્થીવયથી જ વલ્લભભાઈમાં કયાં ગુણબીજ પહેલાં હતાં ?
ઉત્તર : વિઘાર્થીવયથી જ વલ્લભભાઈમાં નીડરતા , નેતાગીરી અને દઢ સંકલ્પબળ જેવા ગુણોનાં બીજ પડયા હતાં.
17. વલ્લભભાઈને થયેલી કાખબલાઈ માટે વૈધરાજે કયો ઉપાય વિચાર્યો હતો ?
ઉત્તર : વલ્લભભાઈને થયેલી કાખબલાઈના ઇલાજ માટે ગામના વૈધરાજે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દૈવાનો ઉપાય વિચાર્યો હતો .
18. વૈદ્યરાજ શા માટે અવઢવ અનુભવવા લાગ્યા હતા ?
ઉત્તર : વૈઘરાજ લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માટે અવઢવ અનુભવવા લાગ્યા હતા . કારણ કે એ વખતે વલ્લભભાઈ સાવ નાનું કુમળું બાળક હતા .
19. વલ્લભભાઈએ વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો . (√કે×)
ઉત્તર : √
20. વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા , એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ ?
ઉત્તર : વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાખબલાઈ થઈ હતી , વૈદ્યરાજ એમના ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માગતા હતા પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા. પરંતુ તેમણે જાતે જ ગાંઠ પર ડામ દીધો . સૌ એમની નીડરતા જોઈને દંગ રહી ગયા હતા . આ ઘટના પરથી કહી શકાય કે તે બાળપણથી જ નીડર હતા .
21. વલ્લભભાઈએ બચત કરી કેમ પૈસા ભેગા કર્યા હતા ?

ઉત્તર : વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા .
22. વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે
ઉત્તર : વિદેશ જવા માટે બચત કરીને ભેગા કરેલા પૈસા વલ્લભભાઈએ પોતાના મોટાભાઈને લંડન જવા માટે આપી દીધા , આ ઘટનામાં તેમનો ભાઈ માટેનો પ્રેમ જોવા મળે છે.
23. વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુર્યથી એક સફળ ..........તરીકેની નામના મેળવી હતી .
ઉત્તર : વકીલ
24. કોર્ટની કાર્યવાહી દરમિયાનમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા ?

ઉત્તર : વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યારે એક તેમને તાર આપી ગયો એમાં એમના પત્ની ના અવસાનના સમાચાર હતા તાર વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તાર ખિસ્સામાં મૂકી દીધો અને તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા આ ઘટના વલ્લભભાઈ ની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે.
25. વલ્લભભાઈનું વ્યક્તિત્વ નાળિયેર જવું હતું. વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત જણાવો.
ઉત્તર : વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત એ હતી કે તેની કોઈનાથી પણ ડરતા નહી, ભલભલા શરમ વિના સાથે અને શેર શરમ વિના સંભળાવી દેતા.
27. કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો ?
ઉત્તર : વલ્લભભાઈની વાણીમાં જોશ - જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો .
28. પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈ ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી ?
ઉત્તર : મને આ વાત ખૂબ ગમી; બારડોલીની લડત માટે ખેડૂતોનો ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતાં સરદાર કહે છે, “લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. કાલ સવારે ઊઠીને તમારે સૂરજ) ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી, ખેતરમાં કરતાં રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ, એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તે."
29.સરદાર પટેલ કયો નિશ્ચય કાયમ રાખવાનું કહે છે ? કેમ ?
ઉત્તર : સરદાર પટેલે અંગ્રેજ સરકારને આપણા હાથેથી એક દમડી પણ આપવી નથી, એ નિશ્વય કાયમ રાખવાનું કહે છે . કારણ કે જો એ ન થાય તો જીવ્યુ ન જીવ્યુ થઈ જશે અને તાલું કો કાયમના માટે બોજમાં પડશે.
30. વલ્લભભાઈ વીર હતા એટલા જ ........હતા.
ઉત્તર: વિનોદી
31. વલ્લભભાઈના વિનોદના ઘણા પ્રસંગો શેમાં નોંધાયા છે ?
ઉત્તર : વલ્લભભાઈના વિનોદના ઘણા પ્રસંગો મહાદેવભાઈની ડાયરીમાં નોંધાયા છે ,
32. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો....
(A) ભાવાત્મક ગફલત
(B) સાંવેગિક ગફલત
(C) રચનાત્મક ગફલત ✓
(D) ઔપચારિક ગફલત

33. વલ્લભભાઈની રમૂજવૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે ?
ઉત્તરઃ વલ્લભભાઈની રમૂજવૃત્તિ આ પ્રસંગમાં જોવા મળે છે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો ‘રચનાત્મક ગફલત’. એમને આ શુદા વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય ? પણ સરદારે બિરબલની છટાથી કહ્યું, “ન સમજ્યા ? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ !"
34. વલ્લભભાઈ એ......... પણ. વેઠી હતી.
ઉત્તર: જેલયાત્રા
35. વભભાઈની ધરપકડ ક્યારે કરવામાં આવી ?
ઉત્તર : વલ્લભભાઈની ધરપકડ દાંડીયાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી કરી હતી.
36. વલ્લભભાઈની જેલયાત્રા વિશે માહિતી આપો .
ઉત્તર : દાંડીયાત્રાના પાંચ દિવસ પહેલાં રાસ ગામમાંથી વલ્લભભાઈની અંગ્રેજ સરકાર દ્વારા ધરપકડ કરી તેમને અમદાવાદની સાબરમતી. સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. તેમની જેલયાત્રાનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં જોવા મળે છે. તેની એક ઝલક આવી છે : વલ્લભભાઇન ચોર લૂંટારો ની જેમ રાખવામાં આવ્યા હતા. તેમને સુવા માટે એક કામળો આપ્યો હતો. તેમને ખોરાકમાં જાડા રોટલા ને દાળ અને સાંજે રોટલાને શાક આપતા. આ ખોરાક ઘોડા ખાય એવો હતો.
37. વલ્લભભાઈની જેલયાત્રાનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં જોવા મળે છે . ( ✓કે X )
ઉત્તર: ✓
38. વલ્લભભાઈની મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સાથે થયેલ મુલાકાતના અંશો જણાવો.
ઉત્તર : આચાર્ય કૃપલાણીજી વલ્લભભાઈ સાથેના મુલાકાતના અંશો આ મુજબ છે :
“તમને કેવી રીતે રાખે છે ?”
“ચોર - લૂટારાની જેમ મને રાખે છે."
”સૂવાને માટે શું ?"
"એક કાળો કામળો છે, તેની ઉપર આળોટીએ છીએ.” ખોરાકનું કેમ છે ?”
“ખોરાકનું તો શું પૂછવું ? બપોરે કંઈક જાડા રોટલા ને દાળ , સાંજે રોટલા ને શાક એમ આપે છે . ઘોડાને ખપે તેવું જ હોય છે . "
39. જેલયાત્રા દરમિયાન વલ્લભભાઈને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?
ઉત્તર : જેલયાત્રા દરમિયાન વલ્લભભાઈને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા .
40. સરદારને જ્યાં રાખવામાં આવ્યા હતા તે વિભાગને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
ઉત્તરઃ સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને 'સરદાર સ્મૃતિ વિભાગ'તરીકે ઓળખવામાં આવે છે.
41. કવિ હરિવંશરાય બચ્ચને વભભાઈને શાની ઉપમા આપી છે ? શા માટે ?
ઉત્તર : કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને ‘ હિંદ કી નીડર જબાન'ની ઉપમા આપી છે ; કારણ કે તેમણે સરદાર માટે લખેલી એક કવિતા દ્વાર જાણવા મળે છે કે તેઓ દરેક પક્ષને જાણી - ચકાસીને તેનો નીડરતાથી ભેદ ખોલતા . સત્ય ભલે કઠોર હોય તો પણ બોલી દેતા.
42. સરદાર જનસમુદાયની નાડના પારખુ ન હતો (✓ કે X )
ઉત્તર: ✓
43. .......... પર વલ્લભભાઈની જબરદસ્ત પકડ હતી.
ઉત્તર: લોકસમુદાય
44.વલ્લભભાઈની બુદ્ધિચાતુર્યનાં દર્શન શેમાં થતાં હતાં ?

ઉત્તર : સરદાર જનસમુદાયની નસને પારખતા હતા. તેમની લોકસમુદાય પર જબરદસ્ત પકડ હતી. જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમનાં બુદ્ધિચાતુર્યનાં દર્શન થતાં હતાં.
45. લોખંડી મનોબળ ધરાવતા વલ્લભભાઈના દાંડીકૂચ દરમિયાનના ઉદગારો કયા હતા ?
ઉત્તર : દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળ ધરાવતા સરદારના ઉદ્ગારો આ પ્રમાણે હતો : "‘ હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે , જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય . બધાં ગુજરાતીઓને ટકોર મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે . પૈસા હોય તે પાલવે તો દેશપલાયન થાય . શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે . ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધનાં મંડાણ કરશે . પ્રભુ સૌનું કલ્યાણ કરે . ઈશ્વર સહુને સહાય કરે . ”
46. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. ( ✓ કે X )
ઉત્તર : ✓
47. લેખકે કયા ત્રણ દેશભક્તોને ‘ત્રિમૂર્તિ' કહ્યા છે ? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો.
ઉત્તર : લેખકે ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુ-એમ ત્રણ પ્રખર દેશભક્તોને ત્રિમૂર્તિ કહ્યા છે. ગાંધીજીએ સત્યનું, સરદારે પવિત્રતાનું અને નહેરુએ સોંદર્યનું મહિમાગાન કર્યું.
48. સરદારનાં કયાં ઉદાહરણો ઇતિહાસનાં સોનેરી પાને લખાઈને પડ્યાં છે ?
ઉત્તર : સરદારનાં નૈતિકતા, દઢ મનોબળ અને વ્યવહારુપણાનાં અનેક ઉદાહરણો ઇતિહાસના પાને લખાઈને પડ્યાં છે.
49. સરદારની કઈ ભૂમિકાને ઇતિહાસ ક્યારેય ભૂલી નહિ શકે ?
ઉત્તરઃ સરદારની ભારતના ગૃહપ્રધાન તરીકેની ભૂમિકાને ઇતિહાસ ક્યારેય પણ ભૂલી નહીં શકે .
50. રજવાડાંના વિલીનીકરણની જવાબદારી કપરી શા માટે હતી ?
ઉત્તરઃ રજવાડાંના વિલીનીકરણની જવાબદારી કપરી હતી; કારણ કે ભારતમાં નાનાં - મોટાં અનેક રજવાડાંઓ હતાં. આ રજવાડાંના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તેઓ પોતાનાં રજવાડાં છોડવા તૈયાર નહોતા.
51. વિનોબાના મતે સરદારના સ્વભાવની લાક્ષણિકતા કઈ હતી ?
ઉત્તર : વિનોબાના મતે ‘ સરદાર સ્પષ્ટ બોલતા હતા. પ્રહાર કરતાં તે ડરતા નહિ. ભલે કોઈને ગમે તે લાગે. વળી, વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા.
52. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ સરદાર માટે શું લખે છે ?
ઉત્તર : ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ સરદાર માટે લખે છે, “ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક હતી. અને વિરોધીઓનો વિનાશ કરી નાંખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું.”
53. ગાંધીજીએ સરદારના છૂપા સ્વરૂપને છતું કરતાં શું જણાવ્યું હતું ?
ઉત્તર : ગાંધીજીએ સરદારના એક અત્યંત છૂપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું “સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાઝ અને અનંત ધીરજના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે, તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું.”
54. વલ્લભભાઈનો જીવનમંત્ર કયો હતો ?
ઉત્તર : ‘ સાદું જીવન અને ઉચ્ચ વિચાર ’ એ વલ્લભભાઈનો જીવનમંત્ર હતો.
55. વલ્લભભાઈનો જીવનમંત્ર મેને વારસામાં મળ્યો હતો ?
ઉત્તર : વલ્લભભાઈનો જીવનમંત્ર તેમની પુત્રી મણિબહેનને પણ વારસામાં મળ્યો હતો.
56. મણિબહેન પટેલ વિશે માહિતી આપો .
ઉત્તર : વલ્લભભાઈ પટેલની દીકરી મણિબહેને એમના પિતાની ઉત્સાહથી સેવા કરી હતી. તેમને સાદગીનો ગુણ વારસામાં મળ્યો હતો. તેમની સાદગી એવી હતી કે તેઓ થીગડું મારેલી સાડી પહેરવામાં પણ નાનમ અનુભવતાં નહોતાં.
57. અખંડ ભારતના શિલ્પીનું નિધન ક્યારે થયું હતું ?

ઉત્તર : અખંડ ભારતના શિલ્પીનું નિધન તા . 15-12-1950ના રોજ થયું હતું.
58. ચરોતરના નાનકડા ગામના વતની એવા વલ્લભભાઈએ દેશનાં કયાં પદો પર સેવા આપી છે ?
ઉત્તર : ચરોતરના નાનકડા ગામના વતની એવા વલ્લભભાઈએ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપી છે.
59. પાઠના આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો ?
ઉત્તર : પાઠના આધારે વલ્લભભાઈની વિશેષતા આ મુજબ તારવી શકાય :

(1) દઢ મનોબળ, દેશદાઝ અને દેશભક્તિ
(2) વિદ્યાર્થી વયથી જ નીડરતા, નેતાગીરી અને દેઢ સંકલ્પબળ
(3) ભાતૃપ્રેમ, બહારથી રૂક્ષ, આખાબોલા પણ અંદરથી કોમળ
(4) વાણીમાં જુરસો અને સચ્ચાઈનો રણકો
(5) વિનોદવૃત્તિ
(6) શૂરવીર લોખંડી પુરુષ
(7) જનસમુદાયના નાડપારખુ અને તેમના પર મજબૂત પકડ
(8) સાદું જીવન અને ઉચ્ચ વિચાર
(9) જેલયાતના વેઠવાની તત્પરતા.
* વ્યાકરણ *
પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનર્થી શબ્દો લખો.
(1) નામના = કીર્તિ, પ્રતિષ્ઠા
(2) છાવણી = પડાવ
(3) ચેતવણી = સૂચના, તાકીદ
(4) ગફલત = ભૂલ
(5) ખોળિયું = દેહ
(6) ધરપકડ = ગિરફતારી
(7) આંદોલન = ચળવળ
(8) યાતના = કષ્ટ, દુઃખ
(9) મનસૂબો = ઈચ્છા, ઇરાદો
(10) ધૈર્ય = ધીરજ
(11) દોર = સૂત્ર
(12) લશ્કર = સેના
(13) બચપણ = શૈવ
(14) ભ્રાતૃ = ભાઈ
(15) તવંગર = અમીર
(16) નવાઈ = આશ્ચર્ય
(17) કાયમ = હંમેશાં
પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
(1) વેળા * કવેળા
(2) ઈલાજ * નાઈલાજ
(3) શરમ * બેશરમ
(4) તવંગર * ગરીબ, રંક
(5) નાનપ * મોટપ
(6) સ્મૃતિ * વિસ્મૃતિ
(7) નૈતિકતા * અનૈતિકતા
(8) સર્જન * વિસર્જન
(9) શૂરવીર * કાયર
(10) અખંડ * ખંડિત
(11) ઉત્તમ x અધમ
(12) નિશ્ચય x અનિશ્ચય
(13) ગુણ x અવગુણ
(14) કાયર x નીડર
(15) જાગ્રત x અજાગ્રત
પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો.
(1) સિરછોગુ – શિરછોગું
(2) બીરૂદ – બિરુદ
(3) ભ્રાતરુભાવ – ભ્રાતૃભાવ
(4) રાષ્ટરભાસા – રાષ્ટ્ર્ભાષા
(5) બુધિચાતુરાય – બુદ્ધિચાતુર્ય
(6) પવિત્ર્ય – પાવિત્ર્ય
(7) વિલિનીકરણ – વિલીનીકરણ
(8) કૂનેહપુરવક – કુનેહપૂર્વક
(9) દાડિયાતરા – દાંડીયાત્રા
(10) શચીવ – સચિવ
(11) હરીવંસરાયબચ્ચન – હરિવંશરાય બચ્ચન
(12) ત્રિમુરતી – ત્રિમૂર્તિ
(13) નિશચય – નિશ્ચય
(14) ગેર વ્યાજબી – ગેરવાજબી
(15) વલભભાઈ - વલ્લભભાઈ
(16) ખેડુતપૂત્ર - ખેડૂતપુત્ર
(17) ધરમયુધ – ધર્મયુદ્ધ
(18) વિશેશણ – વિશેષણ
(19) પ્રતીષ્ઠા – પ્રતિષ્ઠા
(20) સ્મૃતી – સ્મૃતિ
પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો.
(1) સ્વતંત્રતાસંગ્રામ – સ્વતંત્રતા મેળવવા માટેનો સંગ્રામ – મધ્યમપદલોપી
(2) દેશભક્તિ – દેશ માટેની ભક્તિ – તત્પુરુષ
(3) ભ્રાતૃભાવ – ભાઈ માટેનો ભાવ – તત્પુરુષ
(4) બુદ્ધિચાતુર્ય – બુદ્ધિનું ચાતુર્ય – તત્પુરુષ
(5) રાષ્ટ્રભાષા – રાષ્ટ્રની ભાષા – તત્પુરુષ
(6) ધર્મયુદ્ધ – ધર્મ માટે ખેલાતું યુદ્ધ – મધ્યમપદલોપી
(7) જીવનમંત્ર – જીવનનો મંત્ર – તત્પુરુષ
(8) શિરછોગું = તત્પુરૂષ
(9) રામકૃષ્ણ = દ્વન્દ્વ
પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
(1) જીવનમંત્ર , ધર્મયુદ્ધ , કરમસદ , દેશભક્તિ , નીડર , બારડોલી.
ઉત્તર – કરમસદ , જીવનમંત્ર , દેશભક્તિ , ધર્મયુદ્ધ , નીડર , બારડોલી.
(2) લોખંડી, કરમસદ, વૈદ્યરાજ, શિરછોગું, વિશેષણ, જીવનમંત્ર, ગુણ
ઉત્તર - કરમસદ , ગુણ , જીવનમંત્ર , લોખંડી , વિશેષણ , વૈદ્યરાજ , શિરછોગું
પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોમાંથી વિરુક્ત શબ્દ શોધીને લખો.
(1) નસેનસ (2) ધગધગતા (3) સરદાર (4) શેહ-શરમ (5) એકરાગ (6) ડગમગ (7) આંદોલન
ઉત્તર – (1) નસેનસ (2) ધગધગતા (3) શેહ-શરમ (4) ડગમગ
પ્રશ્ન 7. નીચેના રુઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો.
(1) પરસેવો પાડવો – સખત મજૂરી કરવી
વાક્ય : જે પરસેવો પાડીને કામ કરે છે તેને મહેનતનું ફળ મળે છે.
(2) આત્મસાત્ત થઈ જવું – એકરૂપ થઈ જવું
વાક્ય : સેજલ નવલકથા વાંચવામાં એટલી આત્મસાત્ત થઈ જાય છે કે એને બીજું કાંઈ સૂઝતું નથી.
(3) એકરાગ થવું – સંપીને રહેવું
વાક્ય : શાળાના સૌ વિદ્યાર્થીઓએ એકરાગ થઈને નવરાત્રિનો કાર્યક્રમ કર્યો.
(4) એક ખોળિયે પ્રાણ હોય એમ વર્તવું – સંપીને રહેવું
વાક્ય : આઝાદીની લડત વખતે ગાંધીજીના એક શબ્દે સૌ એક ખોળિયે પ્રાણ હોય એમ વર્ત્યા હતા.
(5) તાજ મુકાવવા – સત્તા છોડાવવી
વાક્ય : સત્તાધારી પક્ષનો તાજ મુકાવવા વિરોધ પક્ષો પુષ્કળ પ્રયત્નો કરે છે.
(6) પકડ હોવી – વશમાં હોવું, કાબૂમાં હોવું
વાક્ય : જો શિક્ષકની વિદ્યાર્થીઓ પર મજબૂત પકડ હોય તો જ તેઓ શિક્ષકને શાંતિથી સંભાળે.
(7) ટકોરા મારીને કહેવું – આગ્રહપૂર્વક ચેતવણી આપવી
વાક્ય : પિતાએ મનોજને ટકોરા મારીને કહ્યું હતું કે સ્કૂટર ઝડપથી ચલાવતો નહિ.
(8) પાર પાડવું – સફળતાપૂર્વક પૂરું કરવું
વાક્ય : શાળામાં વિદ્યાર્થીઓએ સાથે મળીને સંગીતસ્પર્ધાનો કાર્યક્રમ સારી રીતે પાર પાડ્યો.
(9) છતું કરવું – ઉઘાડું કરવું, જાહેર કરવું
વાક્ય : ચેતને પરીક્ષામાં કરેલી ચોરી છતી થઈ.
(10) પ્રેમથી તરબોળ કરવું – ખુબ પ્રેમ આપવો
વાક્ય : મા હંમેશા પોતાના સંતાનને નિઃસ્વાર્થ પ્રેમથી તરબોળ કરી દે છે.

(11) નાડ પારખવી - મન જાણવું
વાક્ય : સંરધર પટેલ જનસમુદાયની નાડ પારખતા હતા.
(12) દંગ રહી જવું - ચકિત થઈ જવું
વાક્ય : વલ્લભભાઈની નીડરતા જોઈ સહું દંગ રહી ગયા .
(13) ગફલત કરવી - ભૂલ કરવી
વાક્ય : ઉતાવળે કામ કરવાથી ગફલત થઈ જાય .
(14) યાતનાઓ વેઠવી - મુશ્કેલી સહન કરવી
(14) યાતનાઓ વેઠવી - મુશ્કેલી સહન કરવી
વાક્ય : ગુલામ ભારતમાં લોકો ખૂબ જ યાતના વેઠતા હતા .
(15) કુનેહપૂર્વક પાર પાડવું - ચતુરાઈપૂર્વક કામ પાર પાડવું
(15) કુનેહપૂર્વક પાર પાડવું - ચતુરાઈપૂર્વક કામ પાર પાડવું
વાક્ય : વલ્લભભાઈએ રજવાડાંઓનું કામ કુનેહપૂર્વક પાર પાડ્યું હતું .
પ્રશ્ન 8. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) માથા પરની કલગી – શિરછોગું
(2) બગલમાં થતું ગુમડું – કાખબલાઈ
(3) ખરાબ કે સારું લાગશે એની પરવા કર્યાં વગર સાચું કહી દેનારું – આખાબોલું
(4) નાનું છાપું કે ચોપાનિયું – પત્રિકા
(5) આકાશ સુધી પહોંચનાર – ગગનભેદી
(6) લોખંડ જેવું દૃઢ મનોબળ ધરાવતો પુરુષ – લોખંડી પુરુષ
(7) જીવનનો મુખ્ય આદર્શ – જીવનમંત્ર
(8) દેશપ્રત્યેની લાગણી - દેશભક્તિ
(9) લશ્કરને રહેવા માટેનો પડાવ - છાવણી
પ્રશ્ન 9. નીચે આપેલા વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવો.
(1) ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું ‘સરદાર’નું બિરુદ આપ્યું હતું.
ઉત્તર – સાદું વાક્ય
(2) નાળીયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે.
ઉત્તર - સંયુક્ત વાક્ય
(3) લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય.
ઉત્તર – સંકુલ વાક્ય
(4) ખૂબ જ મુશ્કેલ આ કાર્ય હતું છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું.
ઉત્તર – સંયુક્ત વાક્ય
(5) જ્યાં સજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક સાથે લેવાનું બન્યું ત્યાં કડપ પણ દાખવ્યો.
ઉત્તર – સંકુલ વાક્ય, સંયુક્ત વાક્ય
(6) વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહિ.
ઉત્તર – સંકુલ વાક્ય
(7) ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર’ તેમનો જીવનમંત્ર હતો.
ઉત્તર – સાદું વાક્ય
(8) મણિબહેનની સાદગી પણ એવી કે થીંગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતાં નહોતાં.
ઉત્તર – સંયુક્ત વાક્ય
(9) મારી પ્રજા સુખી રહો.
ઉત્તર - સાદું વાક્ય
(10) અતિથિ માટે ખુરશી રખાઈ છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે.
ઉત્તર - સંયુક્ત વાક્ય
(11) વલ્લભભાઈ ખેડા જિલ્લાના વતની હતા.
ઉત્તર - સાદું વાક્ય
0 Comments