(1) શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની શી-શી સેવા કરતી હતી?
ઉત્તર – રુક્મિણી શ્રીકૃષ્ણના પગ દબાવતી હતી, શ્રીવૃંદા તેમને પંખો નાખતી હતી, ભદ્રાવતિએ હાથમાં અરીસો પકડ્યો હતો. જાંબુવતી જળની ઝારી લઈને ઊભી હતી. સત્યા શ્રીકૃષ્ણને કેસર, ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી. કાલિંદી અગર દૂર કરતી હતી, લક્ષ્મણા તંબોળ લાવી હતી અને સત્યભામા એ પાનનું બીડું શ્રીકૃષ્ણને ખવડાવતી હતી. આમ, શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી.
(2) ‘દ્વારે ઊભેલા દ્વિજ’ વિશે દાસી શ્રીકૃષ્ણને શું જણાવે છે?
ઉત્તર – દાસી દોડતી શ્રીકૃષ્ણ પાસે આવે છે અને જણાવે છે, “હે સ્વામી, મહેલના દરવાજે એક બ્રાહ્મણ ઊભો છે. આજ સુધી આ મહેલમાં આવેલા ઘણા ઋષિમુનિઓને મેં જોયા છે, પણ આ દ્વિજ નથી નારદ, નથી વશિષ્ઠ કે નથી વામદેવ. એ નથી દુર્વાસા, નથી અગત્સ્ય, નથી વિશ્વામિત્ર કે નથી અત્રિ ઋષિ. એના હાથમાં કોઈનો પત્ર નથી. ચહેરા પરથી એ દુઃખી અને દરિદ્ર દેખાય છે. એની પાસે ફક્ત એક તંબુપાત્ર છે. એની જટા ભૂખરી છે અને શરીર ભસ્મ ખરડાયેલું છે. ભૂખરૂપી સ્ત્રી એને વરી હોય એમ લાગે છે; કારણ કે એનું શરીર ભૂખને કારણે સુકાય ગયું છે. એને જોવા શેરીમાં થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે. એણે પ્રણામ કરીને કહેવડાવ્યું છે કે એમનું નામ સુદામા છે.”
(3) સુદામાના આગમનના સમાચારની શ્રીકૃષ્ણ પર શી અસર થઈ?
ઉત્તર – સુદામાના આગમનની જાણ થતાં જ શ્રીકૃષ્ણ ‘હેં હેં’ કરતાં સફાળા ઊઠયા અને દોડ્યા. પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહિ. દોડતાં દોડતાં તેમનું પીતાંબર પગમાં ભરાઈ જતું હતું. તેમના હૈયામાં આનંદ માતો નહોતો. એમને દોડવાથી શ્વાસ ચડતો હતો. તેઓ હાંફી રહ્યા હતા. ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરીથી બેઠા થતા. સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં શ્રીકૃષ્ણને એક પળ જુગ જેવી લાગતી હતી.
(4) શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર – શ્રીકૃષ્ણ અને સુદામાનું મિલન ચારે વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા. સુદામાએ હાથ પકડીને શ્રીકૃષ્ણને ઊભા કર્યાં. એમને હૈયા સરસા ચાંપ્યા. એમને ગાઢ આલિંગનમાં લીધા. શ્રાવણ મહિનામાં જેમ છાપરાં પરથી વરસાદનાં પાણીની ધાર પડે તેમ એ વખતે સુદામાને જોતાં જ શ્રીકૃષ્ણની આંખમાંથી આંસુ વહેતાં હતાં. સુદામાએ શ્રીકૃષ્ણનાં આંસુ લુછ્યાં. શ્રીકૃષ્ણે સુદામાના હાથમાંથી તંબુપાત્ર લઈ લીધું અને કહ્યું,”તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું. હવે મારા મહેલને પાવન કરો.”
(5) સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી?
ઉત્તર – સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઇને સત્યભામા મજાક કરતાં બોલ્યાં, “આ શા ફૂટડા શ્રીકૃષ્ણના મિત્ર સુદામા! આવા દરિદ્ર અને કદરૂપા સુદામાને મળવા શ્રીકૃષ્ણ શું જોઇને દોડી ગયા? બંનેની નાનપણની માયા ભારે કહેવાય. બંને મિત્રોની જોડી જોવા જેવી છે. શ્રીકૃષ્ણે શરીરે સુગંધી લેપ લગાડ્યો છે, જયારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે. કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર ડરી જશે.”
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો.
(1) સોળ હાજર સ્ત્રીઓ શ્રીકૃષ્ણને કઈ રીતે રીઝવે છે?
ઉત્તર - ચંગ, મૃદંગ અને ઉપંગ જેવાં વાજિંત્રોના તાલે ભાતભાતનાં વસ્ત્રો પહેરેલી કેટલીક સ્ત્રીઓ ગાંધર્વનૃત્ય કરી રહી છે. કેટલીક સ્ત્રીઓ શ્રીમંડળવીણાના સૂરે શ્રીકૃષ્ણના ગુણગાન ગાઈ રહી છે. કોઈ હાથનાં કંકણ ખણકાવે છે. કોઈ ચંચળ સ્ત્રી શ્રીકૃષ્ણનું ચિત્ત ચોરી લે છે. આમ, આ બધી સ્ત્રીઓ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા ઈચ્છે છે અને તેમનો સાથ ઝંખે છે.
(2) સુદામા દરિદ્ર અને કંગાળ હતા એમ તમે શા પરથી કહી શકો?
ઉત્તર – સુદામા શ્રીકૃષ્ણને દરવાજે આવી પહોંચ્યા ત્યારે તેમનો ચહેરો દુઃખી અને દરિદ્ર દેખાતો હતો. એમની પાસે એક તંબુપાત્ર સિવાય બીજું કાંઈ નહોતું. એમની જટા રાખથી ભૂખરી થઈ ગઈ હતી. ભસ્મથી ખરડાયેલું એમનું શરીર ભૂખને લીધે સુકાઈ ગયું હતું. જાણે તેઓ ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા ન હોય!
(3) શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરો.
ઉત્તર – શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે. તેઓ રાજમહેલમાં હિંડોળાખાટ પર સૂતા છે. તેમને આઠ પટરાણીઓ છે. એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે. ત્યાં જાતજાતનાં વાજિંત્રો વાગે છે. વાજિંત્રોના તાલે અન્ય મુગ્ધા બાલકિશોરી, શ્યામછબીલી, હંસગામિની, ગજગામિની, મૃગનયની રાણીઓ નાચગાન કરીને શ્રીકૃષ્ણને રીઝવે છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો.
(1) શ્રીકૃષ્ણને રીઝવતી સોળ હજાર સ્ત્રીઓની વિશેષતા શી છે?
ઉત્તર – શ્રીકૃષ્ણને રીઝવતી સોળ હજાર સ્ત્રીઓમાંથી કોઈ મુગ્ધા બાલકિશોરી છે તો કોઈ શ્યામછબીલી યુવતી છે. કોઈની ચાલ હંસના જેવી છે તો કોઈ ગજગામિની છે. કોઈ સ્ત્રી ચંચળ છે તો કોઈ નૃત્યકળામાં પ્રવીણ છે.
(2) ‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!’ આખ્યાનખંડમાં ક્યા ક્યા ઋષિઓનાં નામોનો ઉલ્લેખ છે?
ઉત્તર - ‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!’ આખ્યાનખંડમાં આ ઋષિઓનાં નામોનો ઉલ્લેખ છે: નારદજી, દુર્વાસા, અગત્સ્ય, વિશ્વામિત્ર, વશિષ્ઠ, અત્રિ અને વામદેવ.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) શ્રીકૃષ્ણને કેટલી પટરાણીઓ હતી?
ઉત્તર – શ્રીકૃષ્ણને આઠ પટરાણીઓ હતી.
(2) સુદામાના આગમનના સમાચાર શ્રીકૃષ્ણને કોણે આપ્યા?
ઉત્તર - સુદામાના આગમનના સમાચાર એક દાસીએ શ્રીકૃષ્ણને આપ્યા.
(3) દાસીનાં વચન સાંભળી શ્રીકૃષ્ણે સુદામા વિષે શું કહ્યું?
ઉત્તર – દાસીનાં વચન સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું, ”આ તો મારો બાળમિત્ર સુદામો મારા જેવા દુખિયાનો વિસામો છે.
(4) દાસીના મુખેથી સુદામો નામ સાંભળતાં જ જાદવરાયે કેવો ભાવ દર્શાવ્યો?
ઉત્તર - દાસીના મુખેથી સુદામો નામ સાંભળતાં જ જાદવરાયે ‘હેં હેં’ કહીને આશ્ચર્યના ભાવ દર્શાવ્યા.
(5) શ્રીકૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે?
ઉત્તર – જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ-સ્પર્શ કરશે એ રાણીને શ્રીકૃષ્ણ સૌથી વધારે વહાલી ગણશે.
(6) શ્રીકૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું?
ઉત્તર - શ્રીકૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી તંબુપાત્ર લઈ લીધું.
(7) પૂજાની સામગ્રી લઈને ઊભેલી સોળ હજાર નારીઓ એકબીજાને શું કહે છે?
ઉત્તર - પૂજાની સામગ્રી લઈને ઊભેલી સોળ હજાર નારીઓ એકબીજાને કહે છે, “આજે તો સુદામાને જોવાનો આનંદ લઈએ અને દિયરનાં દર્શન કરીએ.”
(8) શ્રીકૃષ્ણે સુદામાનું સ્વાગત કઈ રીતે કર્યું?
ઉત્તર – શ્રીકૃષ્ણે સુદામાને પોતાની શય્યા પર બેસાડ્યા અને પોતે તેને પંખો નાખવા લાગ્યા.
પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) ‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!’ આખ્યાનખંડમાં કઈ સ્ત્રીનો ઉલ્લેખ નથી?
ઉત્તર – કમલાક્ષી
(2) હિંડોળાખાટમાં કોણ પોઢ્યું છે?
ઉત્તર – શ્રીકૃષ્ણ
(3) નીચે જણાવેલાં વાજિંત્રોમાંથી કાવ્યમાં ક્યા વાજિંત્રનો ઉલ્લેખ નથી?
ઉત્તર – તબલાં
(4) ‘મૃદંગ’ શબ્દનો અર્થ દર્શાવો.
ઉત્તર – બંને બાજુ વગાડી શકાય એવું એક વાદ્ય
(5) શ્રીકૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવાં આંસુ ક્યારે વહેવા લાગ્યાં?
ઉત્તર – સુદામાને જોઇને
(6) ‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!’ આખ્યાનખંડમાં શ્રીકૃષ્ણના ક્યા નામનો ઉલ્લેખ નથી?
ઉત્તર – નંદકિશોર
(7) ‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!’ કાવ્યમાં શાનો મહિમા થયો છે?
ઉત્તર – શ્રીકૃષ્ણ-સુદામાની મૈત્રીનો
પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
(1) હું દુખિયાનો .................રે.
ઉત્તર – વિસામો
(2) ધર્યું ................ ભદ્રાવતી નારી રે.
ઉત્તર – દર્પણ
(3) ખળકાવે ...............મોરી રે.
ઉત્તર – કંકણ
(4) ............. સ્ત્રીએ તે વરિયો રે.
ઉત્તર – ક્ષુધારૂપિણી
(5) બાઈ ............... નું સુખ લીજે રે.
ઉત્તર – લોચન
પ્રશ્ન 7. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) સત્યભામા તંબોળને લાવે રે, લક્ષ્મણા બીડી ખવરાવે રે.
ઉત્તર – ખોટું
(2) દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તંબુપાત્ર છે પાસે રે.
ઉત્તર – ખરું
(3) ઊઠી ધાયા નંદરાય રે, ચાખડી નવ પહેરી પાય રે.
ઉત્તર – ખોટું
(4) આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પૂન્ય રે.
ઉત્તર – ખરું
(5) ભલી જોવા સરખી જોડી રે, હરિને સોંઘો, આને રાખોડી રે.
ઉત્તર – ખરું
પ્રશ્ન 8. નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો.
(1) પિંગલ જટા ને ભસ્મે ભરિયો રે, ક્ષુધારૂપિણી સ્ત્રીએ તે વરિયો રે.
ઉત્તર – કૃષ્ણની દ્વારિકાનગરીના મહેલના દરવાજે આવીને એક બ્રાહ્મણ ઊભો છે. એ ચાલીને આવ્યો હશે એટલે રસ્તાની ધૂળ ઊડતાં એના માથાની જટા ભૂખરી થઈ ગઈ છે. એણે શરીરે ભસ્મ ચોળી છે, સુદામા જાણે ભૂખરુપી સ્ત્રીને પરણ્યા હોય એમ એમનો દેહ ભૂખથી કૃશ થઈ ગયેલો દેખાય છે.
(2) આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પૂન્ય રે.
ઉત્તર – સુદામા આવ્યા છે એમ જાણીને શ્રીકૃષ્ણ પોતાના બાળમિત્રને મળવા સફાળા ઊભા થઈને દોડે છે. શ્રીકૃષ્ણ જતાં જતાં પટરાણીઓને કહેતા જાય છે કે સુદામાનો અતિથિસત્કાર કરવા માટે પૂજાથાળ તૈયાર કરો. પટરાણીઓને પોતાના બાળમિત્રનો મહિમા સમજાવતાં શ્રીકૃષ્ણ કહે છે, “મારા આ બાળમિત્ર સુદામાના પુણ્યપ્રતાપથી જ હું આ રાજ્યાસનનું સુખ ભોગવી રહ્યો છું.” એમ કહીને કવિ પ્રેમાનંદે શ્રીકૃષ્ણના સુદામા પ્રત્યેનાં મૈત્રી અને પૂજ્યભાવ વ્યક્ત કર્યાં છે.
* અન્ય પ્રશ્નોત્તર *
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તરો તમારી રીતે વિચારીને લખો.
(1) તમને કેવો મિત્ર ગમે? શા માટે?
ઉત્તર – જેનામાં સાચો મિત્રપ્રેમ, વફાદારી, પ્રામાણિકતા, શિક્ષણ પ્રત્યે રુચિ, ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે. એવો મિત્ર જ હંમેશા મૈત્રી નિભાવી શકે છે અને સુખદુઃખમાં આપણી સાથે રહે છે. એ ક્યારેય દગો દેશે નહિ અને ભણવામાં પણ આપણને સાથ આપશે.
(2) તમારા ઘેર આવેલ અતિથિનું સન્માન-સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર – મારા ઘેર આવેલ અતિથિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે. એને મીઠો આવકાર આપવામાં આવે છે. એને પ્રેમથી ચા-પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે.
* વ્યાકરણ *
પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનર્થી શબ્દો લખો.
(1) સેજ્યા = શય્યા, પથારી
(2) અંબર = વસ્ત્ર
(3) મરાલ = હંસ
(4) દ્વિજ/વિપ્ર = બ્રાહ્મણ
(5) ક્ષુધા = ભૂખ
(6) ભસ્મ = રાખ
(7) કંદર્પ = કામદેવ
(8) ઉપહાર = ભેટ
(9) મોજડી = પાવડી, પાદુકા
(10) લોચન = આંખ, નયન
પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
(1) પાસે * દૂર
(2) ગોરી * કાળી
(3) પુણ્ય * પાપ
(4) દેવ * દાનવ
(5) પવિત્ર * અપવિત્ર
(6) સંગત * અસંગત
પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો.
(1) રૂક્ષ્મણી – રુક્મિણી
(2) હીંડોળો – હિંડોળો
(૩) શિષ – શીર્ષ
(4) વસીસ્ટ – વશિષ્ઠ / વસિષ્ઠ
(5) દૂરવાસા – દુર્વાસા
(6) અગસ્તય – અગત્સ્ય
(7) બાહમણ – બ્રાહ્મણ
(8) સહસ્તર – સહસ્ત્ર
(9) તૂમ્બીપાત્ર – તુંબીપાત્ર
(10) શુદામા – સુદામા
પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો.
(1) મેનકા-ઉર્વશી – મેનકા અને ઉર્વશી – દ્વન્દ્વ
(2) પ્રેમાલિંગન – પ્રમથી ભર્યું આલિંગન – મધ્યમપદલોપી
(3) જાદવરાય – જાદવોનો રાય – તત્પુરુષ
(4) હિંડોળાખાટ – ખાટ જેવો હિંડોળો – કર્મધારય
(5) હંસગતિ – હંસના જેવી જેની ગતિ છે તે – બહુવ્રીહિ
(6) ગજગામા – ગજના જેવું જેનું ગમન છે તે – બહુવ્રિહી
(7) મૃગનેણી – મૃગનાં જેવાં જેનાં નેણ છે તે – બહુવ્રિહી
(8) રણછોડ – રણ છોડી જનાર – ઉપપદ
અથવા
- રણમાંથી છોડાવનાર – ઉપપદ
(9) પીતાંબર – પીત અંબર – કર્મધારય અથવા પીત છે અંબર જેનું તે – બહુવ્રિહી
(10) વાંકાબોલી – વાંકું બોલનારી – ઉપપદ
પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
(1) દાસત્વ, છબીલોજી, શય્યા, વાંકાબોલી, જાદવરાય, હંસગતિ, ગજગામા
ઉત્તર – ગજગામા, છબીલોજી, જાદવરાય, દાસત્વ, વાંકાબોલી, શય્યા, હંસગતિ
પ્રશ્ન 6. (અ) નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો.
(1) થેઈથેઈકાર – રવાનુકારી
(2) થોકેથોક – દ્વિરુક્ત
(3) માંહોમાંહે – દ્વિરુક્ત
(4) અશરણશર્ણ – દ્વિરુક્ત
(5) અન્યોન્ય – દ્વિરુક્ત
(6) કકડો – દ્વિરુક્ત
(7) ઢીલોઢસ – દ્વિરુક્ત
(8) છાનામાના – દ્વિરુક્ત
પ્રશ્ન 6. (બ) નીચેનાં વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગો કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના ક્યા અનુભવો થાય છે તે લખો.
(1) શ્રવણે સરોવરમાં ઘડો ડુબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો.
ઉત્તર – બુડબુડ – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(2) વર્ગમાં બહુ ગણગણાટ થાય છે.
ઉત્તર – ગણગણાટ – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(3) મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ.
ઉત્તર – બણબણાટ – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(4) મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.
ઉત્તર – મઘમઘાટ – દ્વિરુક્ત – ગંધનો અનુભવ
(5) તપેલીમાં ખીચડી ખદબદે છે.
ઉત્તર – ખદબદે – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(6) જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકશાન છે.
ઉત્તર – તોડફોડ – દ્વિરુક્ત – શ્રવણનો અનુભવ
પ્રશ્ન 7. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) કસ્તૂરી, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી-ઘૂંટીને તૈયાર કરેલો લેપ – યક્ષકર્દમ
(2) નાગરવેલના પાનનું બીડું – તંબોળ ( તાંબૂલ )
(3) હંસના જેવી ચાલવાળી – હંસગતિ
(4) હાથીના જેવી ચાલવાળી – ગજગામિની
(5) મૃગની આંખ જેવી આંખવાળી – મૃગનયના
(6) મોંથી વગાડવાનું એક વાજિંત્ર – ચંગ
(7) બંને બાજુ વગાડાય તેવું એક વાદ્ય – મૃદંગ
(8) જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર – અશરણશરણ
- રણમાંથી છોડાવનાર – ઉપપદ
(9) પીતાંબર – પીત અંબર – કર્મધારય અથવા પીત છે અંબર જેનું તે – બહુવ્રિહી
(10) વાંકાબોલી – વાંકું બોલનારી – ઉપપદ
પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
(1) દાસત્વ, છબીલોજી, શય્યા, વાંકાબોલી, જાદવરાય, હંસગતિ, ગજગામા
ઉત્તર – ગજગામા, છબીલોજી, જાદવરાય, દાસત્વ, વાંકાબોલી, શય્યા, હંસગતિ
પ્રશ્ન 6. (અ) નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો.
(1) થેઈથેઈકાર – રવાનુકારી
(2) થોકેથોક – દ્વિરુક્ત
(3) માંહોમાંહે – દ્વિરુક્ત
(4) અશરણશર્ણ – દ્વિરુક્ત
(5) અન્યોન્ય – દ્વિરુક્ત
(6) કકડો – દ્વિરુક્ત
(7) ઢીલોઢસ – દ્વિરુક્ત
(8) છાનામાના – દ્વિરુક્ત
પ્રશ્ન 6. (બ) નીચેનાં વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગો કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના ક્યા અનુભવો થાય છે તે લખો.
(1) શ્રવણે સરોવરમાં ઘડો ડુબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો.
ઉત્તર – બુડબુડ – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(2) વર્ગમાં બહુ ગણગણાટ થાય છે.
ઉત્તર – ગણગણાટ – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(3) મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ.
ઉત્તર – બણબણાટ – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(4) મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.
ઉત્તર – મઘમઘાટ – દ્વિરુક્ત – ગંધનો અનુભવ
(5) તપેલીમાં ખીચડી ખદબદે છે.
ઉત્તર – ખદબદે – રવાનુકારી – શ્રવણનો અનુભવ
(6) જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકશાન છે.
ઉત્તર – તોડફોડ – દ્વિરુક્ત – શ્રવણનો અનુભવ
પ્રશ્ન 7. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) કસ્તૂરી, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી-ઘૂંટીને તૈયાર કરેલો લેપ – યક્ષકર્દમ
(2) નાગરવેલના પાનનું બીડું – તંબોળ ( તાંબૂલ )
(3) હંસના જેવી ચાલવાળી – હંસગતિ
(4) હાથીના જેવી ચાલવાળી – ગજગામિની
(5) મૃગની આંખ જેવી આંખવાળી – મૃગનયના
(6) મોંથી વગાડવાનું એક વાજિંત્ર – ચંગ
(7) બંને બાજુ વગાડાય તેવું એક વાદ્ય – મૃદંગ
(8) જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર – અશરણશરણ
0 Comments