પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો.
(1) ‘કમાડે ચીતર્યા મેં ......’ ગીતનો ભાવ સ્પષ્ટ કરો.
ઉત્તર
- ‘કમાડે ચીતર્યા મેં ......’ એક સુંદર ગીત છે. આ ગીતમાં કવિએ ‘સુખ આવશે અમારે સરનામે’ આ શબ્દોમાં માનવનાં સુખની પ્રતીક્ષા વ્યક્ત કરી છે. આ પંક્તિનું પુનરાવર્તન જ માનવીની સુખની ઝંખનાને દૃઢ કરે છે. એ માટે કવિએ લાભ-શુભ, પલાળેલા કંકુવાળું તાંબાનું તરભાણું, સાથિયા, તોરણ વગેરે માંગલિક પ્રતીકોથી શોભતાં ગામડાનાં ઘરોને તાર્દશ કર્યાં છે. સ્નેહનો સાથિયો આંખમાં અંજાયો હોય તો સુખ અમારે સરનામે જરૂર આવશે એવી ઘરની ગૃહિણીને આશા છે. કવિ અવસરનાં તોરણિયાંને સજીવરૂપે કલ્પીને તેને હસતું બતાવ્યું છે. એટલું જ નહિ, અવસરનાં તોરણિયાં કેટલા આત્મવિશ્વાસથી કહે છે કે હૈયામાં હેત ભરીને આવશો તો લહેરાતી લાખેણી લાગણીઓને મનભરીને લૂંટવાનો સરસ અવસર આવ્યો છે! આ તો વહાલભર્યો લહાવો છે. અવસરના તોરણિયાના આ શબ્દો ગૃહિણીને સ્પર્શે છે અને તે મર્યાદાનો ઉંબરો ઓળંગીને સુખને મળવા સામેથી દોડી જાય છે. કવિ જીવનનું એક સત્ય તારવે છે : નાની અમથી જિંદગીમાં મોટી મોટી આશા રાખીએ તો કેટલીય ભૂલ થઈ જાય, પણ જેમ ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે, પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ સુગંધિત જીવન ગાળે છે, એમ સંબંધોથી બંધાઈ ગયા પછી માનવીને પણ સત્કર્મોથી પોતાના જીવનને મહેકતું કરવું છે, કેમ કે એવા જીવનનું મુલ્ય આંકી શકાય તેમ નથી.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો.
(1) ‘અવસરનાં તોરણિયાં’ દ્વારા કવિ શું કહે છે?
ઉત્તર
- અવસરનાં તોરણિયાં હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો. અહીં લાખેણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે. આવો વહાલભર્યો લહાવો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો.

(2) ‘સુખ આવશે અમારે સરનામે’ માટે તમે કવિની જેમ બીજું શું શું કરી શકો, તે કહો.
ઉત્તર
- ‘સુખ આવશે અમારે સરનામે’ એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું. સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું. સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે હળીમળીને રહીશું. જીવનમાં સૌને ઉપયોગી થઈશું.

(3) કવિ ફૂલના દ્રષ્ટાંતથી શું સમજાવે છે?
ઉત્તર
- કવિ ફૂલના દ્રષ્ટાંતથી સમજાવે છે કે ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે, પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ પોતાની સુવાસ ચારેબાજુ પ્રસરાવે છે. માનવી પણ એની નાની જિંદગીમાં મોટી મોટી આશાઓ બાંધે છે. એમાં કેટલીય ભૂલો થઈ જાય છે, પણ એક વાર સંબંધોથી બંધાયા પછી જીવનને સત્કર્મોથી સુવાસિત તો કરી શકાય ને!

(4) કાવ્યનું શીર્ષક બદલો અને તેના વિષે જણાવો.
ઉત્તર
– કાવ્યનું બદલેલું શીર્ષક : ‘અવસરનાં તોરણિયાં’. જીવનનું દ્વાર અવસરના તોરણિયાથી શોભે છે. એ તોરણિયા આપણને સુખ મેળવવાનો માર્ગ બતાવે છે. એ કહે છે કે હૈયું જો હેતના હિલોળા લેતું હશે તો તમારી આસપાસ લાખેણી લાગણીઓ સતત લહેરાતી તમે અનુભવશો. એ લાગણીઓને મનભરીને લૂંટો. આવો વહાલભર્યો લહાવો વારંવાર નહિ મળે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો.
(1) કવિએ કમાડે શું શું ચીતર્યું છે? શા માટે?
ઉત્તર
– કવિએ કમાડે લાભ-શુભ શબ્દો ચીતર્યા છે અને શ્રી૧l લખ્યું છે; કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચીતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે.

(2) કવિએ તાંબાના તરભાણામાં મૂકેલું કંકુ કેવી રીતે ઘોળ્યું?
ઉત્તર
- તાંબાના તરભાણામાં મૂકેલા કંકુમાં આચમની ભરીને પાણી નાખ્યું અને જમણા હાથની આંગળી વડે એને હેતથી હળવે હળવે ઘોળ્યું.

(3) ઉંબરાને કેવો કહ્યો છે? શા માટે?
ઉત્તર
– ઉંબરાને મરજાદી કહ્યો છે; કારણ કે ગૃહિણી ઉંબરાને ઓળંગીને દોડી આવી છે. એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી?
ઉત્તર
– કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી.

(2) કવિએ તરભાણમાં શું લીધું છે?
ઉત્તર
– કવિએ તરભાણમાં કંકુ લીધું છે.

(3) આંખમાં કેવા સાથિયા અંજાયા છે?
ઉત્તર
– આંખમાં સ્નેહરૂપી સાથિયા અંજાયા છે.

(4) કવિ કોને ‘મરજાદી’ કહે છે?
ઉત્તર
- કવિ ઉંબરાને ‘મરજાદી’ કહે છે.

(5) ફૂલની શી ખાસિયત છે?
ઉત્તર
– ફૂલની ખાસિયત એ છે કે ખીલવા અને ખરવાની વચ્ચેના ગાળામાં ચારે બાજુનું વાતાવરણ મહેકતું થઈ જાય એવું જીવન જીવવાનું તે જાણે છે.

(6) આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો.
ઉત્તર
– આ કાવ્યનું અન્ય શીર્ષક : ‘અવસરનાં તોરણિયાં.’

પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) લાભ-શુભ અને શ્રીસવા કવિએ ક્યાં ચીતર્યા છે?
ઉત્તર
– કમાડ ઉપર

(2) તરભાણમાં મૂકેલા કંકુમાં શું રેડ્યું?
ઉત્તર
– પાણી

(3) તરભાણમાં મૂકેલા કંકુમાં પાણી રેડીને તેને શેના વડે ઘોળ્યું?
ઉત્તર
– જમણા હાથની આંગળી વડે

(4) આંખમાં કેવો સાથિયો અંજાયો છે?
ઉત્તર
– સ્નેહનો

(5) સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે?
ઉત્તર
– આંખોમાં

(6) ક્યા તોરણિયાએ હસીને કહ્યું?
ઉત્તર
– અવસરના

(7) ગૃહિણીએ વટાવેલા ઉંબરાને કવિએ કેવો કહ્યો છે?
ઉત્તર
– મરજાદી

(8) ‘કમાડે ચીતર્યા મેં...’ કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તર
– તુષાર શુક્લ

પ્રશ્ન 6. કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
(1) ............. તણા સાથિયા જ્યાં આંખે અંજાયા.
ઉત્તર
– સ્નેહ

(2) એમાં થઈ જાતી કેટલીય .............. .
ઉત્તર
– ભૂલ

(3) .............. લાગણીઓ લ્હેરાતી જાય.
ઉત્તર
– લાખેણી

(4) સુખ આવશે અમારે .............. .
ઉત્તર
– સરનામે

પ્રશ્ન 7. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) ભીંતે ચીતર્યા મેં લાભ અને શુભ.
ઉત્તર
– ખોટું

(2) હૈયામાં હેત ભરી આવો.
ઉત્તર
– ખરું

(3) નાનું શું આયખું ને ઊંચેરી આશા.
ઉત્તર
– ખોટું

* અન્ય પ્રશ્નોત્તર *

પ્રશ્ન 1. સૂચના મુજબ કરો.
(1) કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય એવા બે શબ્દો લખો અને એ શબ્દો વાપરીને બે વાક્યો બનાવો.
ઉત્તર
– તોરણિયા, ઉંબરો
વાક્ય : લગ્નપ્રસંગે ઘરનાં બારણાં ફૂલોનાં તોરણિયામાંથી શોભે છે.
: ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

(2) આપેલા ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દો અંતાક્ષરીની રીતે લખો.
ઉ.દા. અવસર-રમત-તડકો-કોયલ-લખોટી
ઉત્તર
– સાથિયા–યાચના–નાગર–રમકડું–ડુંગર

(3) નીચેના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો.
ઉત્તર – (1) તરભાણું
– પૂજા કરતી વખતે માએ તાંબાના તરભાણમાં કંકુ ઘોળ્યું.
(2) અવસર – લગ્નના મંગળ અવસર પર કન્યા ઘરચોળું પહેરીને મંડપમાં આવી.
(3) આયખું – માજીએ લોકોનાં દળણા દળીને આયખું વિતાવ્યું.
(4) સરનામું – સરનામું બરાબર હોય તો ઘર શોધવામાં વાર ન લાગે.
(5) સાથિયા – દિવાળીમાં ઘરઆંગણે સાથિયા પૂરવામાં આવે છે.
(6) ઉંબરો – ભારતીય નારી પોતાના કુળના ઉંબરની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી.

પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ કરો .
ઉ.દા. લાભ – લાભાલાભ, લાભદાયી, લાભકારી, લાભપ્રદ.
ઉત્તર
– શુભ – શુભાશુભ, શુભદાયી, શુભકારી, શુભપ્રદ.

પ્રશ્ન 3. નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો.
(1) ગુડી પડવો, ...........બીજ, ............ચોથ, ...........પાંચમ.
ઉત્તર
– ભાઈ, ગણેશ, લાભ

(2) .............છઠ, ........... સાતમ, ............આઠમ, ...........નવમી.
ઉત્તર
– રાંધણ, શીતળા, ગોકુળ, રામ

(3) .......... દસમી, .......... અગિયારસ, .............બારસ
ઉત્તર
– વિજયા, દેવપોઢી, વાઘ

(4) ............તેરસ, ...........ચૌદસ, ............પૂનમ.
ઉત્તર
– ધન, કાળી, શરદ

પ્રશ્ન 4. ‘સુખ આવશે અમારે સરનામે’ – આ પંક્તિના શબ્દોનો વારાફરતી ક્રમ બદલી પાંચ વાક્યો લખો.
ઉત્તર
– અમારે સરનામે સુખ આવશે.
- આવશે અમારે સરનામે સુખ.
- સરનામે આવશે અમારે સુખ.
- સુખ આવશે અમારે સરનામે.
- આવશે સુખ અમારે સરનામે.

* વ્યાકરણ *

પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(1) કમાડ
= બારણું, દરવાજો
(2) સાથિયો = સ્વસ્તિક
(3) લાખેણી = અણમોલ, અમૂલ્ય
(4) અવસર = તક, પ્રસંગ
(5) આયખું = આયુષ્ય, જિંદગી
(6) ઠેસ = ઠોકર
(7) મ્હેક = સુગંધ, પરિમલ
(8) હૈયું = હૃદય, ઉર
(9) આંખ = નેણ, લોચન
(10) ફૂલ = પુષ્પ, કુસુમ

પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
(1) લાભ
* હાનિ
(2) શુભ * અશુભ
(3) સુખ * દુઃખ
(4) સ્નેહ * દ્વેષ
(5) હસવું * રડવું
(6) મોટેરી * નાનેરી

પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
સરનામે, આંગળી, લાભ, કમાડ, સ્નેહ
ઉત્તર
– આંગળી, કમાડ, લાભ, સરનામે, સ્નેહ

પ્રશ્ન 4. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) બધું સવાયું થાઓ એ ભાવનાથી લખાતો માંગલિક શબ્દ
– શ્રી સવા
(2) તાંબાનું તાસક જેવું પાત્ર – તરભાણું
(3) આચમન કરવા માટેની તાંબાની ચમચી – આચમની
(4) વસ્ત્ર પર પાંદડાં, ફૂલ કે ભરત ગૂંથીને બનાવેલી કમાન આકારની શોભા – તોરણિયા, તોરણ
(5) બારસાખની નીચેનો ભાગ – ઉંબરો