પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) કવિ ‘ઘડતર’ કાવ્યમાં શાળાને કોની સાથે સરખાવે છે? શા માટે?
ઉત્તર
- કવિ ‘ઘડતર’ કાવ્યમાં શાળાને તીર્થ સાથે સરખાવે છે. કારણ કે તે વિદ્યાર્થીના જીવનનું ઘડતર કરે છે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ શાળામાં જ થઈ શકે છે. વિદ્યાર્થીઓમાં વિશ્વબંધુત્વની ભાવના, સમભાવ, યોગ-ધ્યાન, કસરત, પશુપંખી તથા પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવો, વિદ્યાર્થીઓને વિનય-વિવેક શીખવવા તેમજ માબાપની જેમ વિદ્યાર્થીમાં સંસ્કારનું સીંચન કરવું એ શાળાનો મુખ્ય ઉદ્દેશ છે.

(2) કાવ્યના અંતે કવિ શાળા પ્રત્યે કઈ ભાવના વ્યક્ત કરે છે?
ઉત્તર
– કાવ્યના અંતે કવિ વરદ-તીર્થ જેવી શાળાની મંગલકથા અને ઘડતર-પ્રથા ચિરસ્થાયી રહો એવી ભાવના સાથે શાળા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરે છે.