પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) ગાંધીજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી વચ્ચે કઈ મંત્રણા થવાની હતી? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર - ગાંધીજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી વચ્ચે દેશી રજવાડાંઓ અંગે મંત્રણા થવાની હતી. એ વખતે દેશી રજવાડાંઓ સ્વાતંત્ર્ય પછીની પરિસ્થિતિ અંગે ભારત સરકાર સાથે વાટાઘાટો ચલાવી રહ્યાં હતાં. સરદાર વલ્લભભાઈ પટેલ પણ રિયાસતી ખાતાના પ્રધાન તરીકે તેનો ઉકેલ લાવવા મથી રહ્યા હતા; પરંતુ મોટા ભાગના રાજવીઓ સત્તા, પ્રતિષ્ઠા, નામના, સંપત્તિ, સાહ્યબી, દેશવિદેશના પ્રવાસો જેવી જાહોજલાલી છોડવા તૈયાર નહોતા. એવા સમયે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા સાચા દેશભક્ત ગાંધીજીને રૂબરૂ મળીને પોતાની રાજસત્તા અને મિલકત ભારત સરકારને સોંપી દેવા અંગે મંત્રણા કરવાના હતા. ગાંધીજી સાથે મંત્રણા કર્યાં પછી 1948ના જાન્યુઆરી 15મી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની હાજરીમાં એની ઘોષણા કરી. પરિણામે પછીના થોડા મહિનાઓમાં સરદાર પટેલે દેશનાં તમામ રજવાડાંઓને એક કરવાનો પોતાનો સંકલ્પ સિદ્ધ કરી શક્યા. દેશની એકતા અને અખંડિતતાની દિશામાં મહારાજાનું પગલું સરદાર પટેલ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું.
(2) ભાવનગરના મહારાજાએ પોતાની રાજ્યસત્તા ગાંધીજીને સોંપતાં શું કહ્યું?
ઉત્તર - ભાવનગરના મહારાજાએ પોતાની રાજ્યસત્તા ગાંધીજીને સોંપતાં કહ્યું કે આ નિમિત્તે જે કોઈ પગલાં લેવાનાં થાય તે તેઓ ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે લેશે. રોકડ, મિલકતો વગેરે તેઓ જવાબદાર રાજ્યતંત્રને સોંપી દેશે. ગાંધીજીની સંમતિ હશે એટલી જ ખાનગી મિલકતો પોતે રાખશે. ગાંધીજી જે સાલિયાણું નક્કી કરી આપશે તે જ તેઓ લેશે.
(3) મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેશભક્તિથી પ્રભાવિત થઈને ગાંધીજીએ શું કહ્યું?
ઉત્તર - મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેશભક્તિથી પ્રભાવિત થઈને ગાંધીજીએ કહ્યું કે જો મને આવા થોડાક રાજાઓ મળે તો દેશનો વહીવટ તેઓના હાથમાં મૂકતાં હું જરાય ખચકાઉં નહિ. આ રાજાઓને રાજ્ય ચલાવવાનો જે બહોળો અનુભવ અને જ્ઞાન છે, તે અત્યારના લોકોને નથી. આ બાબતમાં આ લોકો ખૂબ કામના છે.
(4) મહારાણી વિજયાબા વિષે ટૂંકમાં જણાવો.
ઉત્તર – મહારાણી વિજયાબા મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં પત્ની છે. મહારાજાએ સાત સૈકા જૂની પોતાની રાજસત્તા દેશની એકતા ખાતર છોડી દેવાનો નિર્ણય વિજયાબાની પ્રેરણાથી જ કર્યો હતો. મહારાણીએ કહ્યું, ‘પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું. એમાં શો ઉપકાર કર્યો? વળી પૂ. બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદ્દભાગ્ય મળ્યું.’ આ ઉમદા વિચારો તેમની વિરલ ત્યાગભાવના દર્શાવે છે. લેખકે આથી જ મહારાણી વિજયાબાને ‘દેવાંશી સન્નારી’ કહી છે.
(5) મહારાણી વિજયાબાના ક્યા શબ્દોને ઇતિહાસ કોઈક ખૂણે સાચવી રાખશે?
ઉત્તર - મહારાણી વિજયાબાના આ શબ્દોને ઇતિહાસ કોઈક ખૂણે સાચવી રાખશે : ‘પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું. એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂ. બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદ્દભાગ્ય સાંપડ્યું.’
- GRAMMAR
- STD 3
- _ENV
- _HINDI
- _GUJARATI
- STD 4
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 5
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 6
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- STD 7
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCI.
- STD 8
- _GUJARATI
- _SANSKRIT
- _SOCIAL SCI.
- _ENGLISH
- _SCIENCE
- _HINDI
- STD 9
- _GUJARATI
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- _ENGLISH
- _HINDI
- _SANSKRIT
- STD 10
- _SCIENCE
- _SOCIAL SCI.
- _ENGLISH
- _GUJARATI
- _SANSKRIT
- STD 11
- _GUJARATI
- _ENGLISH
- _ACCOUNT
- _STATISTICS
- _ECONOMICS
- _BA
- STD 12
- _ECONOMICS
0 Comments