પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા કેવો કહે છે?
ઉત્તર
- જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા ‘અતડો’ અને ‘મૂંગાભાઈ’ કહે છે.

(2) જે સ્ત્રી મળતાવડી ન હોય તેને લેખિકા કેવી કહે છે?
ઉત્તર
- જે સ્ત્રી મળતાવડી ન હોય તેને લેખિકા ‘અતડી’ અને ‘મૂંજીબાઈ’ કહે છે.

(3) જે મળતાવડા ન હોય તે લોકોએ અતડાપણું દૂર કરવા માટે શું કરવું જોઈએ?
ઉત્તર
– જે મળતાવડા ન હોય તેણે પોતે સમાજનો જ એક અંશ છે એમ વિચારવું જોઈએ. પોતાનું અતડાપણું દૂર કરવા માટે તેણે પોતાનાં વર્તન અને વ્યવહાર એક વ્યક્તિને શોભે તેવાં રાખવાં જોઈએ.

(4) મળતાવડા સ્વભાવથી માનવીને શો ફાયદો થાય છે?
ઉત્તર
– મળતાવડા સ્વભાવથી માનવીને બીજાઓ પાસેથી ઘણું જાણવાનું મળે છે. તે જીવનમાં સંયમ કેળવી શકે છે. એકબીજાની સાથે હળીમળીને રહેવાથી જીવન આનંદિત અને ઉલ્લાસમય બને છે. ખાસ કરીને વ્યક્તિનું અતડાપણું દૂર થાય છે.