પ્રશ્ન 1. ચિત્ર જોઇને પ્રશ્નોના જવાબ આપો.
(1) ચિત્રમાં મીરા પ્રોવિઝન સ્ટોર આવેલો છે. (ખરું કે ખોટું)
– ખોટું

(2) ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ?
ઉત્તર
– અકસ્માતને

(3) પ્રકાશ સ્કૂલની બાજુમાં CITY MALL આવેલો છે. (ખરું કે ખોટું) – ખરું

(4) બસ-સ્ટેશન ક્યા કોમ્પલેક્સની પાછળ આવેલું છે?
ઉત્તર
– પીઠક કોમ્પ્લેક્સ

(5) તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે ક્યા નંબર પર ફોન કરવો જોઈએ?
ઉત્તર
– 108

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો.
(1) ચિત્રમાં દેખાતી વસ્તુઓની યાદી તૈયાર કરો.
ઉત્તર
– ચિત્રમાં દેખાતી વસ્તુઓની યાદી નીચે પ્રમાણે છે : (1) પ્રકાશ સ્કૂલ (2) city mall (3) રેંકડી (4) સ્કૂલ-બસ (5) રિક્ષા (6) વૃક્ષો (7) ટાવર (8) પીઠક કોમ્પ્લેક્સ (9) આનંદ પ્રોવિઝન સ્ટોર (10) સીડી કોર્નર (11) બુક સ્ટોર (12) લેડીઝ ટેલર (13) ચશ્માં ઘર (14) મોટરબાઈક (15) ટેન્કર (16) પોલીસ જીપ (17) 108 એમ્બ્યુલન્સ (18) નાસ્તાહાઉસ (19) ઇલેક્ટ્રિક થાંભલો (20) મંદિર (21) બસ-સ્ટેશન (22) બસ (23) પોલીસ (24) કાર (25) ગાંધી રોડ પાટિયું (26) વાહનો.

(2) તમારા શહેરમાં મળતી જનસુવિધાની યાદી તૈયાર કરો.
ઉત્તર
– સામાન્ય રીતે મોટાં શહેરમાં નીચે મુજબની જનસુવિધાનો ઉપલબ્ધ હોય છે: (1) એમ્બ્યુલન્સ (2) શાળા (3) બસ-સ્ટેશન (4) રેલવે-સ્ટેશન (5) હોસ્પિટલ (6) પોલીસ જીપ (7) નાસ્તાહાઉસ (8) કાર્યક્રમ કરવા માટેનો ટાઉનહોલ (9) જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળા કોમ્પ્લેક્સ (10) લાઈબ્રેરી (11) રમત-ગમતનાં મેદાનો.

(3) ચિત્રમાં દ્રશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો.
ઉત્તર
– (1) એમ્બ્યુલન્સ – દર્દીને ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડવા માટે થાય છે.
         (2) બસ – મુસાફરોને એક સ્થળથી બીજા સ્થળ લઈ જાય છે.
         (3) રિક્ષા – મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે.
         (4) પોલીસ જીપ – ઘટના સ્થળથી માહિતી મેળવી આગળની કાર્યવાહી કરવા માટે થાય છે.
         (5) કાર કે મોટરબાઈક – ઝડપથી મુસાફરી કરવા ને સમયસર પહોંચવામાં મદદરૂપ થાય છે.
         (6) ટેન્કર – એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે થાય છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) ચિત્રમાં ક્યાં ક્યાં વાહનો દેખાય છે?
ઉત્તર
– ચિત્રમાં (1) એમ્બ્યુલન્સ (2) રિક્ષા (3) ટેન્કર (4) કાર (5) પોલીસ જીપ (6) મોટર બાઈક (7) બસ (8) રેંકડી. આ વાહનો દેખાય છે.

(2) ટેન્કરનો ઉપયોગ ક્યા કામ માટે કરવામાં આવે છે?
ઉત્તર
– ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે કરવામાં આવે છે.

(3) ચિત્રમાં શાની શાની દુકાનો દેખાય છે?
ઉત્તર
- ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, સીડી કોર્નર, નાસ્તા હાઉસ, ચશ્માં ઘર વગેરે દુકાનો દેખાય છે.

(4) એમ્બ્યુલન્સનો ઉપયોગ કોના માટે કરવામાં આવે છે?
ઉત્તર
– એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડવા માટે કરવામાં આવે છે.

(5) ચશ્માં ઘરની જોડે શાની દુકાન આવેલી છે?
ઉત્તર
– ચશ્માં ઘરની જોડે લેડીઝ ટેલરની દુકાન આવેલી છે.

(6) ચિત્રમાં કેટલાં વૃક્ષો દેખાય છે?
ઉત્તર
– ચિત્રમાં છ વૃક્ષો દેખાય છે.

(7) હેલ્મેટ પહેનારને અકસ્માતમાં શો ફાયદો થયો?
ઉત્તર
– હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો.

(8) અમૂલ પાર્લર પરથી તમે કઈ કઈ જીવનજરૂરિયાતની વસ્તુ પ્રાપ્ત કરી શકો?
ઉત્તર
– અમૂલ પાર્લર પરથી આ મુજબની જીવનજરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ : દૂધ, દહીં, ઘી, છાશ, માખણ, ચીઝ, પનીર, ચોકલેટ વગેરે.

(9) તમારા મતે ક્યા કારણે અકસ્માત થયો હશે?
ઉત્તર
– મારા મતે રસ્તે ચાલતા માણસને કોઈ કારણસર બચાવવા જતાં અકસ્માત થયો હશે.

(10) અકસ્માત સ્થળે કેવી રીતે 108 પહોંચી શકે?
ઉત્તર
– અકસ્માત સ્થળેથી કોઈ વ્યક્તિએ 108ને ફોન કરીને જણાવ્યું હશે તેથી તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી શકે.

(11) ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે?
ઉત્તર
– ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો.
(1) અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને તમે કઈ રીતે મદદરૂપ થશો?
ઉત્તર
– જે વ્યક્તિ અકસ્માતનો ભોગ બનેલી હોય તેના માટે સૌપ્રથમ તો 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક ફોન કરી જાણ કરીશ. ત્યારબાદ લોકોની મદદથી તે વ્યક્તિને સલામત સ્થળે પહોંચાડીશ. ઉપરાંત તે વ્યક્તિનાં સગાંને તેની પાસેથી મળતી માહિતી મુજબ ફોન કરી જે-તે સ્થળે પહોંચવાના સમાચાર આપીશ.

(2) વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ?
ઉત્તર
– જ્યાં માણસોની વધારે અવરજવર હોય ત્યાં વાહન ધીમું ચલાવવું જોઈએ. ચાલુ વાહને મોબઈલ પર વાત કરવી જોઈએ નહિ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. વાહન ખૂબ ઝડપથી ચલાવવું જોઈએ નહિ. સ્કૂટર કે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ. આ મુજબની સાવધાની વાહન ચલાવતી વખતે રાખવી જોઈએ.

(3) જો બસ-સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે?
ઉત્તર
– જો બસ-સ્ટેન્ડ ન હોય તો સામાન્ય જનતાને ખૂબ મુશ્કેલી ભોગવવી પડે. લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે છે. ટાઢ, તડકો, વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે. આમ, લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

(4) બજાર અને તેમની ઉપયોગિતા વિશે 10-12 વાક્યો લખો.
ઉત્તર
– આપણા જીવનમાં બજારનું એક આગવું મહત્વ છે. બજારમાંથી આપણને જીવનજરૂરિયાતની વસ્તુઓ ખૂબ જ સરળતાથી મળી રહે છે, તેમજ ખેડૂત વર્ગને પોતાના માલ વેચાણ માટેનું કેન્દ્ર સરળતાથી પ્રાપ્ત થાય છે. ફેક્ટરી માટે તેમજ ઉદ્યોગો માટેનો કાચો માલ મળી રહે છે. બજાર આપણને રૂપિયાનું મહત્વ સમજાવે છે. રૂપિયો ક્યાંથી આવે છે? ને ક્યાં જાય છે? તેનું બજારચક્ર સરળતાથી જાણી શકાય છે. બજાર એ વેચાણ કેન્દ્ર હોવાથી લોકોની જીવનશૈલીને તે સરળ બનાવે છે. બજાર દ્વારા આપણને વસ્તુની ગુણવત્તા અને જથ્થાનો અંદાજ મળી રહે છે, તેમજ મોંઘવારીનો પણ ખ્યાલ તેના દ્વારા જ આવી શકે છે. બજાર એ માનવજીવનનું અવિભાજ્ય અંગ છે.

(5) રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે. પેટ્રોલપંપ પર કેવું દ્રશ્ય હશે? તમારા મિત્ર સાથે ચર્ચા કરો.
ઉત્તર
- રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થવાનો છે, એ વાતની જાણ થતાં જ પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે વાહનોનો ઘસારો જોવા મળશે. લોકો પોતાની ગાડી, સ્કૂટર, બાઈક, રિક્ષા, ટેક્સી કે અન્ય બીજા પેટ્રોલ એન્જિનવાળા વાહનમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલપંપે દોડી આવશે. પેટ્રોલપંપ પર વાહનોની ભીડ થવાથી લાંબી-લાંબી લાઈનો જોવા મળશે. આ દરમ્યાન લોકો સરકારના ભાવવધારા અંગે નારાજગી વ્યક્ત કરશે.

(6) તમારા ઘરની નજીકના સ્થળે આવેલા કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન નોટબુકમાં કરો.
ઉત્તર
– મારા ઘરની નજીક ‘સાંઈ કમ્પ્યૂટર’ નામનું કમ્પ્યુટર સેન્ટર આવેલું છે. હું અવાર-નવાર મારા ભાઈ સાથે ત્યાં જાઉં છું, ત્યાં તે મને કમ્પ્યુટર માટે જરૂરી અનેક માહિતી આપે છે. જેમ કે તેના પાર્ટ્સ, ઈન્ટરનેટ, ઈ-મેઇલ વગેરે વિશે વિગતે સમજાવે છે. આ દરેક વસ્તુ કઈ રીતે વાપરવી તેનો રૂબરૂ પ્રયોગ કરીને સમજાવે છે. તેમજ તે સેન્ટરમાં કમ્પ્યુટર તેમજ લેપટોપને લગતાં જરૂરી પાર્ટ્સ પણ મળે છે.

(7) અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે?
ઉત્તર
– અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એના વિષે જાતજાતનાં અનુમાન કરતા જોવા મળે છે. એક કહેશે કે બાઈક ચલાવનારને ચલાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ. બીજો કહેશે – જુવાનિયાઓ એટલી ઝડપથી બાઈક ચલાવતા હોય છે કે આવા અકસ્માત થયા વગર રહે જ નહિ. ત્રીજો કહેશે – આટલી મોટી ટેન્કર આ રીતે રસ્તામાં ઊભી ન રાખવી જોઈએ. કોઈ કહેશે સારું થયું બાઈક ચલાવનારે હેલ્મેટ પહેર્યું હતું. નહિતર માથામાં ખૂબ ઈજા થાત.

(8) ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ-કઈ વસ્તુઓ મળતી હશે?
ઉત્તર
– (1) બાજરી, ઘઉં, ચોખા, જુવાર વગેરે અનાજ (2) સિંગતેલ, તલતેલ, સોયાબીનનું તેલ વગેરે ખાદ્યતેલ તથા ઘી (3) હળદર, મરચું વગેરે મરી મસાલા (4) નાહવાના તથા કપડાં ધોવાના સાબુ, પાવડર (5) સૂકો મેવો (6) નમકીન, ચોકલેટ (7) ચા, કોફી, ગરમ મસાલા (8) વિવિધ પ્રકારના લોટ (9) જીવનજરૂરિયાતની અનેક વસ્તુઓ ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં મળતી હશે.