38. જૂના સમયમાં યુદ્ધોમાં નીચેનું ક્યું સાધન નહોતું વપરાતું?
ઉત્તર : મિસાઈલ
39. દીવની લૂંટમાંથી કઈ તોપ ઉપરકોટ લાવવામાં આવી હતી?
ઉત્તર : નીલમ
40. નીલમ તોપ કોના હુકમથી ઉપરકોટમાં લાવવામાં આવી હતી?
ઉત્તર : નીલમ તોપ તે સમયના ગુજરાતના સુલતાન બહાદુરશાહના હુકમથી ઉપરકોટ લાવવામાં આવી હતી.
41. નીલમ તોપ .............લઈને આવ્યા હતા.
ઉત્તર : મલેક ઇઆઝ
42. .............. ની સેના જાતે ઉપરકોટના કિલ્લામાં પ્રવેશી શકી ન હતી.
ઉત્તર : સિદ્ધરાજ જયસિંહ
43. સિદ્ધરાજ જયસિંહની સેના શા માટે ઉપરકોટના કિલ્લામાં પ્રવેશી શકી ન હતી?
ઉત્તર : ઉપરકોટના કિલ્લાની ચારેબાજુ તે દીવાલ અને ગઢને અડીને 150 ફૂટ ઊંડી લશ્કરી ખાઈ હતી, જેમાં મગર જેવાં જંગલી જળચરો હતાં. તેથી સેના દીવાલ ઓળંગીને જઈ શકે તેમ ન હતી. તેને દરવાજો ખૂબ જ મજબૂત હતો; ઉપરાંત દરવાજા ની બારી ઉપર જ તોપ ગોઠવેલી હતી, તેથી જો કોઈ સેના દરવાજો તોડવા પ્રયત્ન કરે તો તોપ દ્વારા તેનો નાશ કરાતો. ઉપરાંત દરેક ગઢ પર સૈનિકો છુપાયેલા હતા; જે આગળ વધતા સૈન્ય પર હુમલો કરી તેને આગળ વધતા અટકાવતા હતા. આથી સિદ્ધરાજની સેના ઉપર કોટના દરવાજામાં 12 વર્ષ સુધી પ્રવેશી શકી ન હતી.
44. કયા યુદ્ધમાં નીલમ અને માણેક બંને તોપનો ઉપયોગ થયો હતો?
ઉત્તર : ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચેના યુદ્ધમાં નીલમ અને માણેક બંને તોપોનો ઉપયોગ થયો હતો.
45. લશ્કરી ખાઈની વિશેષતા શી હતી?
ઉત્તર : લશ્કરી ખાઈ 150 ફૂટ ઊંડી હતી. જેમાં તે સમયના રાજા ઓ પાણી ભરી રાખતા અને મગરમચ્છ જેવા જંગલી જીવ તેમાં મૂકી રાખતા જેથી કિલ્લાની દીવાલ ઓળંગવાની કોઈ હિંમત ન કરે.
46. યુદ્ધને કારણે કેવા પ્રકારનું નુકસાન થાય છે?
ઉત્તર : યુદ્ધને કારણે યુદ્ધ લડતા બંને પક્ષોના સૈનિકો જીવ ગુમાવે છે. જેને કારણે કેટલાંય બાળકો અનાથ થઈ જાય છે, સ્ત્રીઓ વિધવા થઈ જાય છે. તેઓને આર્થિક-સામાજિક સહીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
47. સમ્રાટો/રાજાઓ યુદ્ધો શા માટે કરતા હતા?
ઉત્તર : સમ્રાટો રાજાઓ નાના રાજયને પોતાના રાજ્યનો ભાગ બનાવવા, ક્યારેક મૈત્રી નિભાવવા, ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે તો ક્યારેક રાજયનો વિસ્તાર વધારવા કે પોતાના અંગત સ્વાર્થ માટે યુદ્ધો કરતા હતા.
48. નીલમ અને માણેક તોપ ......... ની બનેલી છે.
ઉત્તર : કાંસા
49. કાંસું બનાવવા માટે કઈ બે ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે?
ઉત્તર : તાંબુ અને કલાઈ

50. .............. એ પાણી માટેની અદ્ભુત વ્યવસ્થાનો નમૂનો છે.
ઉત્તર : અડી કડી વાવ
51. અડી-કડી વાવ કેટલી લંબાઈ-પહોળાઈ ધરાવે છે?
ઉત્તર : અડી-કડી વાવ પૂર્વ-પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર-દક્ષિણ 10.5 ફૂટ પહોળી છે.
52. અડી-કડી વાવમાં કુલ કેટલાં પગથિયાં છે?
ઉત્તર : 166
53. નવઘણ રાજા કયા વંશના હતા?
ઉત્તર : ચુડાસમા
54. નવઘણ રાજાએ બંધાવેલ કૂવાનું નામ ..................... છે.
ઉત્તર : નવઘણનો કુવો
55. નવઘણનો કૂવો કેટલા ફૂટ ઊંડો છે?
ઉત્તર : 171
56. નવઘણના કૂવામાં કેટલાં પગથિયાં છે?
ઉત્તર : 204
57. નવઘણના કૂવાની શી વિશેષતા છે?
ઉત્તર : નવધણના કૂવાની ફરતે સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવાની અવરજવર થઈ શકે તે માટે થોડા-થોડા અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ છે.
58. વાવ અને કૂવામાં પાણી ક્યાંથી આવતું હશે?
ઉત્તર : વાવ અને કૂવામાં પાણી ભૂગર્ભમાંથી આવતું હશે. ઉપરાંત વરસાદનું પાણી પણ તેમાં ભેગું થતું હશે.
59. પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાઓ સુધી હાલમાં કેવી રીતે ખેંચવામાં આવે છે?
ઉત્તર : પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાઓ સુધી હાલમાં મોટર વડે ખેંચવામાં આવે છે.
60. વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય?
ઉત્તર : વીજળી વિના ગરગડી, કોસ વગેરે દ્વારા કૂવામાંથી પાણી ખેંચી શકાય છે.
61. બૌદ્ધ ગુફાઓએ જતાં પહેલાં બાળકોએ શેની જાણકારી મેળવી?
ઉત્તર : બૌદ્ધ ગુફાઓએ જતાં પહેલાં બાળકોએ અનાજના કોઠાર, નૂરી શાહનો મકબરો જોયા અને તેની જાણકારી મેળવી.
62. બૌદ્ધ ગુફાઓ આગળ કયું પાટિયું મારેલું હતું?
ઉત્તર : બૌદ્ધ ગુફાઓ આગળ ‘દીવાલ પર લખવાની મનાઈ છે.' નું પાટિયું મારેલું હતું.
63. સરકારે ‘દીવાલ પર લખવાની મનાઈ છે' નું પાટિયું શા માટે માર્યું હતું?
ઉત્તર : કિલ્લાને જોવા આવતા મુલાકાતીઓ પોતાનાં નામ તથા ચિત્ર દોરી, વિચિત્ર વાક્યો લખીને દીવાલની શોભા બગાડે નહીં તે માટે સરકારે આ પાટિયું મૂક્યું હતું.
64. દીવાલો શાને કારણે બગડી હતી?
ઉત્તર : કિલ્લો જોવા આવતા લોકોએ પોતાનાં નામ અને અન્ય લખાણો લખીને દીવાલો બગાડી હતી.
65. ઐતિહાસિક સ્થળો આપણી ............ ધરોહર છે. તેની જાળવણી કરવી આપણી ફરજ છે.
ઉત્તર : રાષ્ટ્રીય
66. સંગ્રહાલય કોને કહે છે?
ઉત્તર : જે સ્થળે ઐતિહાસિક વસ્તુઓ, વૈજ્ઞાનિક શોધો સાધનો, સાંસ્કૃતિક અને કલા-કારીગરીની વસ્તુઓ વગેરે સાચવવા તથા પ્રદર્શિત કરવામાંઆવે છે તે સ્થળને ‘સંગ્રહાલય' કહે છે.
67. બાળકોને સંગ્રહાલયમાં શું જોવા ન મળ્યું?
ઉત્તર : મૂર્તિ
68. જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ શું શું જોયું?
ઉત્તર : જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી, ડોલી વગેરે જોયું.
69. જૂનાગઢમાં આવેલ સંગ્રહાલયનું નામ શું છે?
ઉત્તર : દરબારહોલ સંગ્રહાલય
70. સંગ્રહાલય શા માટે જરૂરી છે?
ઉત્તર : સંગ્રહાલયોમાં જૂના વખતની વસ્તુઓ જેવી કે ચિત્રો, વાસણો, કપડાં, તલવારો, લેખો, શિલાલેખો, સિક્કાઓ, ઘરવખરી વગેરે હોય છે જેનાથી જે તે સમયના લોકોની રહેણીકરણી, પોશાક, ખાન-પાન અને તેની રીતો, રીતરિવાજો, સંસ્કૃતિ વગેરે વિશે જાણકારી આપે છે માટે સંગ્રહાલય જરૂરી છે .
71. પહેલાંના લોકો પાણી ભરીને લઈ જવા શેનો ઉપયોગ કરતા હતા?
ઉત્તર : પહેલાંના લોકો ચામડાની મશકનો પાણી ભરીને લઈ જવા ઉપયોગ કરતા હતા.
72. ભારે વસ્તુઓ ......... પરથી લઈ જવી સરળ પડે છે.
ઉત્તર : ઢાળ
73. યોગ્ય જોડકા જોડો :

અ | બ | જવાબ |
(1) ગીરનાર | (A) વાવ | (1) – B |
(2) નવઘણ | (B) પર્વત | (2) – C |
(3) અડી-કડી | (C) કૂવો | (3) – A |
(4) ઉપરકોટ | (D) કિલ્લો | (4) - D |
2 Comments
મસ્ત મહેનત કરી છે ભાઈ
ReplyDeleteતમારી you tube channel ID આપજો
ReplyDelete9228435764